Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના નિરધાર ને વિશ્વ બેંકના અડીખમ વિશ્વાસે વધુ મજબૂત બનાવ્યું છે. ટૂંકા ગાળામાં જ અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર નું કદ આપવાનો રોડ મેપ તૈયાર કરી આર્થિક રીતે દેશને સધ્ધર બનાવવા માટે લેવાઈ રહેલા નિર્ણયો અને લાંબા ગાળાની રણનીતિ યોગ્ય દિશામાં આગળ વધી રહી હોય અને ધાર્યા કરતા પણ ઓછા સમયમાં લક્ષ્ય સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય તેવા અણસાર જ નહીં વિશ્વાસનું વાતાવરણ વિશ્વ કક્ષાએ ઊભું થઈ રહ્યું છે,

Advertisement

ભારત માં અર્થતંત્ર વૈશ્વિક મંદીના નકારાત્મક પરિબળો વચ્ચે પણ વિકાસ દર 6.9% રહેશે તેવો વિશ્વ બેંકે અંદાજ વ્યક્ત કરીને ભારતના આર્થિક પ્રગતિના એન્જિન ને વધુ બળ પૂરું પાડ્યું છે, વિશ્વના અનેક વિકાસશીલ અને વિકસિત દેશો સામે ચીનની કોરોનાની આફત અને ઔદ્યોગિક મંદી, પેટ્રોલિયમ અને ક્રૂડ તેલ ના ભાવોમાં વિસંગતતા વચ્ચે પણ ભારત આર્થિક આફતને અવસરમાં પલટાવી રાખવા સમર્થ હોવાનું મત વિશ્વ બેંકના અહેવાલમાં વ્યક્ત કરવામાં આવ્યો છે,

ભારત સાત સૌથી મોટા અર્થતંત્ર માં સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર બની રહ્યું છે ભારતમાં થોડો સમય વૃદ્ધિદરમાં આંશિક રીતે ઘટાડો થાય તો પણ સરેરાશ રીતે આવનાર થોડા સમયમાં જ ભારતનો વિકાસ દર 6.9 ની રફતાર પકડી લેશે જે સમયમાં ભારતના વિકાસ દરની સ્પીડ ધીમી ગણવામાં આવી હતી ત્યારે સમગ્ર વિશ્વમાં આર્થિક અને યુદ્ધની પરિસ્થિતિમાં અર્થતંત્ર  ડામાંડોલ  બની ગયો હતો અલબત્ત ભારતમાં લાંબા ગળાની આર્થિક નીતિ ના સારા પરિણામો હવે દેખાવા લાગ્યા છે,

ભારતમાં કૃષિ ક્ષેત્ર ઉદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ ની સાથે સાથે મેકઇન ઇન્ડિયા અને સ્ટારટપ જેવા આત્મ નિર્ભર ભારતના પ્રયત્નો થી આયાત માં ઘટાડો અને આયાતની અવેજીમાં સ્થાનિક ઉદ્યોગોના નવા સોપાનના કારણે ચીન જાપાન રસિયા સહિતના ભારતમાં માલ મોકલનારા દેશો પરની નિર્ભરતામાં સારો એવો ઘટાડો લાવવામાં સફળતા મળી છે, સામે પક્ષે કૃષિ પેદાશ એન્જિનિયરિંગ મશીનરી લઈને સરક્ષણના સાધનો માં ભારતની નિકાસ વધી છે વિશ્વ બે કે ભલે 6.9 નો વિકાસ દર નો અંદાજ લગાવ્યો છે

પરંતુ વૈશ્વિક આર્થિક તજજ્ઞ ભારતના વિકાસ દર નોદર ઘણો ઊંચો ગણે છે વિશ્વ બેંકે ભારતીય અર્થતંત્ર અંગે વ્યક્ત કરેલા ઉજળા ભવિષ્યથી ભારતનો રૂપિયો પણ ગાડા જેવડો થઈ જાય તો નવાઈ પામવા જેવું નથી.. વૈશ્વિક અર્થતંત્રમાં ભારતના રૂપિયાની કિંમત નક્કર રીતે વધી રહી છે ઘણા દેશોએ ભારત સાથેનો વેપાર માં વિનિમય તરીકે રૂપિયાને અપનાવવાનો નિર્ણય કર્યો છે ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કરવાનું લક્ષ્ય છે પરંતુ જે રીતે અર્થતંત્ર નો વિકાસ અને ભારતની મુદ્રા સ્થિતિ સધ્ધર બનતી જાય છે તે જોતા ભારતને વિશ્વનો નંબર વન આર્થિક મહાસત્તા બનતા પણ કોઈ ન રોકી શકે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.