Abtak Media Google News

Table of Contents

રિયલ એસ્ટેટ ક્ષેત્રના આધુનિક પ્રોજેક્ટ્સ અને વ્યાજબી ભાવ સમાજના દરેક વર્ગને આકર્ષનારા

કોરોનાકાળ બાદ લોકોની જરૂરિયાત બદલાતા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં જબરજસ્ત તેજી આવી છે. ત્યારે રાજકોટમાં બે વર્ષ બાદ પ્રથમવાર ગુજરાતના સૌથી મોટા પ્રોપર્ટી શોનો દબદબાભેર પ્રારંભ બાદ દરરોજ હજારોની સંખ્યામાં મેદની ઉમટી રહી છે. આયોજકોનો અંદાજ છે કે, કુલ ૩.૫૦ લાખ લોકો એક્સપોની મુલાકાત લેશે જે સાચું ઠરે તેવી પૂરેપૂરી શકયતા છે. આ પ્રોપર્ટી શોમાં ૧૫૦ થી વધુ બિલ્ડીંગ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત ઈન્ટીરીયર પ્રોડકટના ૧૭૦ થી વધુ આકર્ષક સ્ટોલ છે. તેમાં દેશ-વિદેશની બ્રાંડો સામેલ છે. ઘરથી માંડીને ઈન્ટીરીયર સજાવટ એક જ સ્થળેથી થાય તેવી તકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

એકસ્પોમાં ૩૧૪ જેટલાં વિશાળ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત કોન્ફરન્સ-સેમીનાર પણ યોજાનાર છે. ૫૦ જેટલા બીલ્ડરોનાં ૧૫૦ થી વધુ પ્રોજેકટોનું ડીસ્પ્લે રાખવામાં આવ્યુ છે. જયારે ઈન્ટીરીયર ડીઝાઈનીંગના વધુ સ્ટોલ છે. ડીઝાઈનર ડોમમાં પ્રોપર્ટી ઝોન, રીક્રીએશન ડોમ ઉભા કરવામાં આવ્યા છે.

ઘરનું ઘર લેવા માંગતા લોકોને ઘરની સાથોસાથ ઈન્ટીરીયર પસંદગીની પણ એક જ સ્થળેથી તક મળે તે માટે રાજકોટ બિલ્ડર્સ એસો તથા ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઈન્ટીરીયર ડીઝાઈનર્સ દ્વારા સંયુકત રીતે આ પ્રોપર્ટી એકસ્પો એન્ડ શો કેશનું આયોજન કરવામાં આવ્યું છે.છેલ્લા વર્ષોનાં કોરોનાકાળ પછીનુ રાજકોટનું આ સૌથી મોટુ આયોજન છે.

રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે અને અન્ય જીલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો રાજકોટમાં કાયમી વસવાટ માટે આવતા હોય છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો પ્રોપર્ટી એકસ્પોમાં સામેલ થવાનું સ્પષ્ટ છે.આયોજકોનાં અંદાજ પ્રમાણે છ દિવસ દરમ્યાન સાડા ત્રણ લાખથી વધુ લોકો આવે તેવી શકયતા છે.

રાજકોટીયનને લેમીનેટમાં જર્મન ટેકનોલોજીની વિશાળ રેન્જ પૂરી પાડવા તત્પર: રોમાબેન દેત્રોજા

Screenshot 2 27

રોટોલેમ લેમીનેટના ઓનર્સ રોમાબેન દેત્રોજા એ જણાવ્યું કે રાજકોટની લોકલાડીલી જનતા માટે જર્મન ટેકનોલોજીથી બનેલી લેમિનેટની વિશાળ રેન્જ લઈને આવ્યા છે. પ્લેન કલરમાં ફલેટેડ તથા ઝીરો મેટ ફિનિસ ,વેલવેટ ટચ ફિનિશ, ડેકોરેટિવ વિનિયર,સ્ટોન વિનિયર અને એકરેલિક હોલ કલ્ડીંગ ચારકોલી બેઇઝ લુવર્સ ની વિશાળ રેન્જ માટે નિહાળવા તથા ખરીદી કરવા પધારો રોટોલેમ લેમીનેટ,નાના મોવા મેઈન રોડ, જ્ઞાા માધવ ટી.વી એસ યુનાઇટડે સ્કવેર ગ્રાઉન્ડ ફ્લોર રાજકોટ.

રિવ ક્રિષ્ના હાઈટ્સની લોકોને એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળ ફ્લેટની ભેટ: અક્ષિતસિંહ જાડેજા

Screenshot 3 17

પ્રોપર્ટી એક્સપોના એક્ઝિબીટર રવિ ક્રિષ્ના હાઈટ્સના અક્ષિતસિંહ જાડેજાએ જણાવ્યું કે, મધ્યમ વર્ગના લોકો માટે રવિ ક્રિષ્ના હાઈટ્સ એફોરટેબલ હાઉસના પ્રોજેક્ટ લઈને આવ્યું છે. કેપ ગ્રુપ તથા રવિ બિલ્ડર હંમેશા લોકોને તેમની અપેક્ષા નું ઘર ઓછા બજેટમાં અને વધુ સારી શ્રેષ્ઠ ફેસીલીટીમાં પુરા પાડે છે. રવિ ક્રિષ્ના હાઈટ પ્રોજેક્ટમાં મધ્યમ વર્ગના લોકોને 2 BHKમાં ૬૬૮ કાર્પેટના ફ્લેટની ભેટ આપે છે. ઓછા બજેટમાં ખૂબ સારી એમિનિટીઝ સાથે સંપૂર્ણ પ્રોજેક્ટ નિર્માણ કરવામાં આવ્યો છે.

ફ્લેટથી માંડી બંગલો સુધી અને શોરૂમથી માંડી શોપ સુધીની વિશાળ રેન્જ આપશે તુલસી પલ્સ ગ્રૂપ

Screenshot 4 14 1

બિલ્ડર એક્સપોમાં વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ લઈને તુલસી ગ્રૂપ આવ્યું છે. ત્યારે તુલસી ગ્રુપના કિશોરભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, અમારી પાસે રેસિડેન્સીયલ, કોમર્શિયલ, એફોર્ડેબલ સહિતના તમામ પ્રોજેક્ટ્સ ઉપલબ્ધ છે. હાલ અમે 2 બીએચકે અને 3 બીએચકે ફ્લેટસનો પ્રોજેકટ તુલસી પત્ર નામે લઈને આવ્યા છીએ. તુલસી હાઉસ નામે 3 બીએચકે બંગલો ઉપલબ્ધ છે. તુલસી વીલા નામનો 3 બીએચકે બંગલો પ્રોજેકટ પણ ઉપલબ્ધ છે. તુલસી કોમર્શિયલ નામે અમે શોપ્સ, શો રૂમ આપી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે, ફ્લેટમાં થિયેટર, પ્લે એરિયા, ગાર્ડન, ગ્રાઉન્ડ, પાર્કિંગ, ચાઈલ્ડ પ્લે એરિયા, વોકિંગ સ્પેસ સહિતની એમેનિટીઝ આપી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કેઝ બંગલોમાં અમે વધારાનો સીડી એરિયા, સ્ટોરેજ રૂમની સાથે કિચન એરિયા મોટો આપીએ છીએ જેથી મહિલાઓને કોઈ જાતની તકલીફ ન પડે. તેમણે કોમર્શિયલ પ્રોજેકટ વિશે જણાવ્યું હતું કે, શો રૂમમાં અમે ફ્રન્ટ મોટું આપીએ છીએ જેથી ડિસ્પ્લે મોટું મળી શકે. હાલ આ ગ્રૂપ મોટાભાગના જામનગર રોડ વિસ્તાર પ્રોજેક્ટ્સનું નિર્માણ કરી રહ્યું છે.

નાના અને મધ્યમ વર્ગને પોષાય તેવા ભાવમાં એફોર્ડેબલ પ્રોજેકટ લઈને આવ્યું કે પી રિયાલિટી ગ્રૂપ

Screenshot 5 12 1

નાના અને મધ્યમ વર્ગને પોષાય તેવા ભાવમાં એફોર્ડેબલ પ્રોજેકટ લઈને કે પી રિયાલિટી ગ્રૂપ બિલ્ડર એક્સપોમાં આવ્યું છે. કે પી રિયાલિટી ગ્રુપના મૌનીશભાઈ પીઠડીયાએ જણાવ્યું હતું કે, અમારી પાસે નાના અને મધ્યમ વર્ગ માટે 1 બીએચકે અને 2 બીએચકે એફોર્ડેબલ હાઉસીંગનો પ્રોજેકટ ઉપલબ્ધ છે. તે સિવાય 3 બીએચકે ફ્લેટસ, 4 બીએચકે બંગલો અને કોમર્શિયલ પ્રોજેકટ પણ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું હતું કે, હાલ રૈયા રોડ પર અમે 1 બીએચકે અને 2 બીએચકે ફ્લેટ તૈયાર કરી રહ્યા છીએ. આ સમગ્ર પ્રોજેકટમાં પ્લમબિંગમાં જેગુઆર ફિટિંગ્સ, સ્ટાન્ડર્ડ ટાઇલ્સ, સ્ટાન્ડર્ડ વાયરિંગ કેબલ સહિતની ગુણવત્તાયુક્ત મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઠારીયા રોડ પર અમે નવો કોમર્શિયલ  પ્રોજેકટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. એ સિવાય રોણકીમાં અમે બંગલો અને કોમર્શિયલ પ્રોજેકટ તૈયાર કરી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, અમે મુખ્યત્વે નાના અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને જ રેસિડેન્સીયલ પ્રોજેકટ તૈયાર કરતા હોઈએ છીએ જેથી આ વર્ગને પોષાય તેવા ભાવમાં જ અમે ઘરનું ઘર આપવા તૈયારી કરી છે.

લકઝરીયસ લિવિંગ માટે શ્રેષ્ઠ વિકલ્પ આપવા માધવ દેવકોન ગ્રૂપ

Screenshot 6 12 1

આન ગ્રૂપ ઓફ કંપની જે ઓટોમોબાઇલ ક્ષેત્રે તેમજ હોસ્પિટાલીટી ક્ષેત્રે વર્ષોથી કાર્યરત છે અને બહોળી પ્રસિદ્ધિ ધરાવે છે. ત્યારે આન ગ્રૂપ કંપનીનું જોઈન્ટ વેન્ચર માધવ દેવકોન એલએલપી અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોન્ચ કરી રહ્યું છે. જે અંગે દેવકોન એલએલપીના પ્રોજેકટ ઇન્ચાર્જ હરેશ દત્તાણીએ જણાવ્યું હતું કે, આન હીરો, માધવ સુઝુકી, માધવ ટીવીએસ અને માધવ દેવકોન એલએલપી આ બધા આન ગ્રૂપ ઓફ કંપનીના જોઈન્ટ વેન્ચર છે. ત્યારે માધવ દેવકોન એલએલપીના અલગ અલગ પ્રોજેક્ટ્સ છે. જેમાં માધવ આર્કેડ એક કોમર્શિયલ પ્રોજેકટ છે. માધવ મહલ કાલાવડ રોડ અને અવધ રોડ પર 4 બીએચકે અને 5 બીએચકે ફ્લેટસનો પ્રોજેકટ છે. તેમણે કહ્યું હતું કે, અમે રેલનગર વિસ્તારમાં એફોર્ડેબલ પ્રોજેકટ પણ લઈને આવ્યા છીએ. જેમાં માધવ આશ્રય કે જે 36 બંગલોની રેસિડેન્સી છે અને બીજો માધવ વિહાર પ્રોજેકટ 47 બંગલો તેમજ 23 દુકાનની કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હોમ થિયેટર, સ્વિમિંગ પુલ, કબલ હાઉસ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને જિમ સહિતની એમેનિટીઝ આપવામાં આવી છે. માધવ મહેલ લકઝરીયસ લિવિંગ માટે શ્રેષ્ઠ પ્રોજેકટ પૈકી એક છે કેમ કે, માધવ મહલનું લોકેશન સર્વશ્રેષ્ઠ છે.

સરકારી પ્રોજેક્ટ રાજકોટની એઇમ્સ હોસ્પિટલ , રાજકોટ, દીવ અને  કેશોદના એરપોર્ટ વગેરેમાં કાર્યરત :હિરેન નિમાવત

Screenshot 7 10

બાલાજી ગ્રુપના હિરેન નિમાવતે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાલાજી ઇન્ટિરિયર અને બાલાજી ક્રિએશન નામક ફર્મ દ્વારા 2015થી કાર્યરત છે. વધુમાં તેઓએ બાલાજી ગ્રુપના કાર્ય વિશે જણાવતા કહ્યું હતું કે બાલાજી ગ્રુપ સીલીંગ સોલ્યુશન આર્કેડ સોલ્યુશન,ફસાડ સોલ્યુશન તેમજ ઓટોમેશન સોલ્યુશન માં કાર્ય કરે છે.જેમાં અમે સરકારી પ્રોજેક્ટ બિલ્ડીંગ્સ સ્કૂલ તેમજ હોસ્પિટલમાં આમ કોમર્શિયલ અને રેસીડેન્સીયલ બંને પ્રોજેક્ટમાં કાર્ય કરીએ છીએ. ખાસ કરીને અમારી પ્રોડક્ટ યુરોપ બેઝ કંપની છે કે જેનું અમે સૌરાષ્ટ્રમાં પ્રતિનિધિત્વ કરીએ છીએ આ કંપની 150 વર્ષ જૂની છે કે જે વિશ્વભરમાં કાર્ય કરે છે. ખાસ કરીને અમે સરકારી પ્રોજેક્ટ જેવા કે રાજકોટની એઇમ્સ હોસ્પિટલ , રાજકોટનું એરપોર્ટ, કોર્ટ બિલ્ડિંગ જૂનાગઢ ગવર્મેન્ટ હોસ્પિટલ તેમજ દીવાને કેશોદના એરપોર્ટ વગેરેમાં અને કાર્ય કર્યું છે

પ્રોપર્ટી એક્સપોમાં બેસ્ટ કાર સ્ટોલ ડિઝાઇનનો એવોર્ડ પ્રાપ્ત થયો: રિદ્ધિ બુદ્ધદેવ

Screenshot 8 10

ઇન્ટિરિયર ડિઝાઇનર રિદ્ધિ બુદ્ધદેવે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓએ પ્રોપર્ટી એક્સ્પોમાં સીટ્રોન કાર સ્ટોલનું ડિઝાઇનિંગ કર્યું છે કે જે આન હોંડાના નેજા હેઠળ કાર્યરત છે. જેની બેઝિક થીમ ખૂબ જ સાદગી ભરી રાખવામાં આવી હતી. સ્ટોલના કેસરી અને ગ્રે કલર કંપનીની થીમ તેમજ કારનું પ્રતિનિધિત્વ કરે છે.

આમ આ સ્ટોલ નું ડિઝાઇન સાદગી તેમજ કાર અને કંપનીની થીમ એકસાથે દર્શાવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓને પ્રોપર્ટી એક્સપોમાં બેસ્ટ કાર સ્ટોલ ડિઝાઇનનો એવોર્ડ પ્રાપ્ત થયો છે કે જેના માટે માટે તેમણે તેઓના ઓનર  શ્યામ રાયચુરા તેમજ સાકેત ભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

એક્સ્પો સ્ટેનલેસ સ્ટીલ 304 ગ્રેનાઈટ મોડ્યુલર કીચન લોકો સુઘી  બન્યુ મદદરૂપ: કેતનભાઇ સાકરીયા

Screenshot 9 8

પટેલ ઇન્ટિરિયર પ્રાઇવેટ લિમિટેડના કેતનભાઇ સાકરીયાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી પેઢી 1997થી બજારમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં કાર્યરત છે. એટલે જ નહીં અમે ઇન્ટિરિયર તેમજ એક્સટિરિયલ બંને પ્રોડક્ટમાં કામ કરીએ છીએ. ટાઇલ્સ, બાથરૂમ ફીટીંગ, ગ્રેનાઇટ, માર્બલ, કિચન ફર્નિશિંગ વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે એક્સપોમાં નવી લોન્ચ થયેલી પ્રોડક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે અમે લોકો માટે ફૂલી સ્ટેનલેસ સ્ટીલ 304 ગ્રેનાઈટ મોડ્યુલર કીચન કે દરેક સમસ્યાઓનું સંપૂર્ણ સમાધાન છે જેમ કે જુના કિચનમાં ઉધઈ, ડાઘ પાડવા, વળી જવું કે ફાયર લાગવી આ બધી જ સમસ્યાનું સમાધાન આ કિચનમાં છે એટલું જ નહીં આ કંપની દ્વારા આ કિચનની લાઈફ ટાઈમ ગેરંટી આપવામાં આવે છે જેથી કરીને આ કિચન પાછળ ખર્ચ નહીં પરંતુ એક પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ જ છે. જેમાં ખાસ કરીને આ ન્યુ લોન્ચ પ્રોડક્ટ માટે જે જાગૃતતા લોકોમાં લાવવી હતી તેના માટે અમને એક્સ્પો ખૂબ જ મદદરૂપ બન્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.