Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને હવે આર્થિક મહાસત્તાનું બિરુદ મળવા જઈ રહ્યું છે ત્યારે લોકતંત્રના આધારસ્તંભ ચૂંટણી વ્યવસ્થાની નિષ્પક્ષતા અને પારદર્શકતા મહત્વની બની રહી છે.

ભારતના ચૂંટણીતંત્રને અનુસરીને અનેક નાના અને નવોદિત લોકતાંત્રિક દેશોએ પોતાનું લોકતંત્ર સુદ્રઢ બનાવ્યું છે.

વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ગ્રામપંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા થી લઈ લોકસભા સુધીની પંચાયતી રાજ ચૂંટણી વ્યવસ્થામાં પાંચ તબક્કાના મતદાનમાં સ્થાનિકથી લઈ વિધાનસભા અને લોકસભામાં જન પ્રતિનિધિઓને ચૂટવાનો મતદારોને અધિકાર આપવામાં આવ્યો છે.

વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોથી ભારતનું લોકતંત્ર અને ચૂંટણી વ્યવસ્થા તંત્ર અલગ અનોખું અને સંપૂર્ણ પારદર્શક બની રહ્યું છે. ચૂંટણીમાં સતત સુધારા પ્રક્રિયા જારી છે,રાજકીય પક્ષો માટે દેશના સુશાસનની બંધારણીય નૈતિક ફરજમાં સૌથી અગ્રતા ક્રમે રાજકારણ ના “અપરાધિકરણ” સામે સજાગતા ની અપેક્ષા સેવવામાં આવી રહી છે, ચૂંટણી લડવી, જીતવી અને સત્તાના પાંચ વર્ષ ના સુશાસન થી એ વધુ મહત્વનું ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીનો પરિમાણ ગણવામાં આવે છે, ચૂંટણીના મેદાનમાં મતદાન બાદ કોઈ એક પક્ષ કે ઉમેદવાર નો વિજય નિશ્ચિત જ હોય છે… ત્યારે ચૂંટણી મેદાનમાં મતદારો સમક્ષ મતવાછું ઉમેદવારો ની પસંદગી આદર્શ હોય તેવી અપેક્ષા છેવાડાના મતદાર પણ પ્રથમ હરોળના રાજકીય પ પાસેથી રાખે તે સ્વાભાવિક છે, ત્યારે લોકતંત્રને ખરા અર્થમાં સાર્થક બનાવવા અને રાજકીય અપરાધિકરણ ની લોકતંત્ર માટે ગણાતી બીમારીનો ચેપ જેમ બને તેમ ઓછો ફેલાય તેમ રાજકીય પક્ષોને ઉમેદવારો ની પસંદગીમાં પક્ષહિત કરતા દેશહિતસર્વોપરીરાખવુંજોઈએ.

લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે રાજકીય પક્ષોને” વિનિંગ એબિલિટી’ જીતવાની ક્ષમતા ની સાથે સાથે આદર્શ લોક સેવકો દેશની મહાન પંચાયતમાં સેવા માટે ચૂંટાઈ તેવી રાજકીય ઈચ્છા શક્તિ પણ અનિવાર્ય બની છે..

સાંપ્રત સમયમાં રાજકીય પક્ષનું સંચાલન, ચૂંટણી માં ભાગ લેવો, ચૂંટણી લડવી અને સતા પ્રાપ્ત કરવા માટે દરેક રાજકીય પક્ષોને જમીનઆસમાન એક કરવા જેવી આકરી મહેનત અને પ્રચંડ શક્તિ કામે લગાડવી પડે છે ,તે હકીકત છે .  પરંતુ ચૂંટણી રણ મેદાનમાં પોતે પસંદ કરેલા ઉમેદવાર માત્ર જીતીને રાજકીય વટ પાડવાની સાથે સાથે પક્ષની નૈતિકતાની શાખ જાળવે દેશ અને લોકોનું હિત હૈયે વસાવીને પાંચ વર્ષ સેવા કરે તેવા ઉમેદવારો શોધવાની નૈતિક ફરજ દરેક રાજકીય પક્ષો અને લોકતંત્રના અસરકારક    પદાધિકારીઓને બજાવવી જોઈએ.

જો દરેક પક્ષ સંગઠન ચૂંટણીમાં યોગ્ય વ્યક્તિને તક આપવાની ઈચ્છા શક્તિ નો ચોકસાઈપૂર્વક અમલ કરે તો વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર સર્વ શ્રેષ્ઠ લોકતંત્ર બની રહે તેમાં બે મત નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.