Abtak Media Google News

ભાજપ મેડિકલ સેલ, તબીબો અને કાર્યકર્તાઓને
અભિનંદન પાઠવતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

પ્રદેશ ભાજપાના સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન અંતર્ગત સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ અન્વયે ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ, કોબા ખાતે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસના પ્રતિનિધિ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીને એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી રાજકીય કાર્યક્રમો વચ્ચે સતત વિવિધ સેવાકીય અને લોકોપયોગી પ્રવૃત્તિઓ કરે છે. સમયાંતરે રક્તદાન કેમ્પસ મારફત ભાજપા કાર્યકરોએ ખુબ મોટા પ્રમાણમાં બ્લડ એકત્ર કર્યું છે તેમજ કોરોનાકાળમાં અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરી છે, સતત એનજીઓ ની માફક ભાજપાનું સંગઠન કાર્ય કરતું આવ્યું છે.

સી.આર.પાટીલએ જણાવ્યું હતું કે, આપણી વચ્ચે આકસ્મિક હ્રદયરોગના હુમલો આવવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિમાં મેડીકલ ટીમ સ્થળ પર પહોંચે ત્યાં સુધી કાર્ડિયોપલ્મોનરી રીસુસિટેશન દ્વારા દર્દીનો જીવ બચાવી શકાય છે ત્યારે પ્રદેશ ભાજપા મેડીકલ સેલ દ્વારા બે એપ્રિલ (ઇમર્જન્સી મેડીકલ ટેકનીશિયન ડે) એ રાજ્યભરમાં 37 મેડીકલ કોલેજમાં ભાજપાના 45,000 થી વધુ કાર્યકર્તાઓને સીપીઆર ટ્રેનિંગ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2500 થી વધુ ડોકટરો તેમજ તબીબી વ્યવસાયિકો જોડાયા હતા. આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત ભાજપ પ્રથમ છે.

જનસેવાના આ સુંદર કાર્યને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે ત્યારે હું સૌ તબીબો અને ભાજપા મેડીકલ સેલને અભિનંદન પાઠવું છું. આવનાર સમયમાં રાજ્યના 49,800 જેટલા પોલીસના જવાનોને સીપીઆર ટ્રેનિંગ આપવાનું આયોજન કરવામાં આવશે.આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ મીડિયા ક્ધવીનર ડો.યજ્ઞેશ દવે, સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમના ઇન્ચાર્જ પ્રદેશ મેડીકલ સેલના સંયોજક ડો.ધર્મેન્દ્રભાઈ ગજ્જર, ધારાસભ્ય ડો.પાયલબેન કુકરાણી, મહેશભાઈ મોદી, સહ પ્રવક્તાઓ ડો.ભરતભાઈ ડાંગર, ડો. ઋત્વિજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.