એક જ દિવસમાં કેસર કેરીના 15 હજારથી વધુ બોકસની આવક્: ભાવ રૂ.400થી રૂ.1300 બોલાયા

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક ધોમ પ્રમાણમાં થઈ રહી છે.  એક જ દિવસમાં 15 હજારથી વધુ કેરીના બોક્સ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને રૂ. 400 થી લઈ રૂ. 1300 સુધીના ભાવે વેચાયા હતા. જો કે હજુ આગામી દિવસોમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખૂબ મોટા પ્રમાણમાં કેરી આવશે તેની સામે આ વખતે સારી ક્વોલિટીની કેરીના 10 કિલોના બોક્સના ભાવ પણ રૂ. 1 હજાર રૂપિયાની આસપાસ રહે તેવું કેરીઓના જથ્થાબંધ વેપારી જણાવી રહ્યા છે.

આ વખતે સોરઠ પંથકમાં આબોહવાની અનિશ્ચિતતા વચ્ચે આંબાવાડીમાં ક્યારેક કેરી ખરી પડવી,  રોગ આવવો તથા ખાખડીથી કેરી બનવા સુધીના પરિપકવતાના સમયગાળામાં પણ ફેરફાર નોંધાતા આ વખતે કેરી બજારમાં ઓછી આવશે અને સારી ગુણવત્તાની નહીં રહે તેવું મનાઈ રહ્યુ હતું. પરંતુ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દર વર્ષેની જેમ કેરીની સીઝનના આ સમયગાળા દરમિયાન ભારે પ્રમાણમાં કેરી વેચાણ માટે આવી રહી છે અને રૂ. 400 થી લઈ રૂ. 1300 સુધીના 10 કિલોના બોક્સના ભાવ બોલાવી રહ્યા છે. ત્યારે ખેડૂતો અને  ઇજારાદારોમાં ખુશીનો માહોલ છે.

દર વર્ષે એપ્રિલ માસમાં મોટા પ્રમાણમાં કેરી માર્કેટમાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ એપ્રિલના બીજા પખવાડિયામાં ધૂમ પ્રમાણમાં કેરી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવી રહી છે અને અત્યાર સુધીમાં આ સીઝનના 83 હજારથી વધુ બોક્સ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવી વહેંચાયા છે. આ અંગે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા અનુસાર જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવેલ કેરી રૂ. 400 થી લઈને 1300 ના ભાવમાં વહેંચાય છે જે હજાર રૂપિયા આસપાસની કેરી એક બોક્સ દીઠ વેચાય છે તે સારી કવોલેટીની હોય છે. અને 1200/1300 રૂપિયાના ભાવે વહેચાતી કરી એ વન કવોલિટીની હોય છે.

આ સાથે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ફ્રુટના હોલસેલ વેપારી અદ્રેમાં માનભાઈ પંજાના જણાવ્યા અનુસાર, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક પખવાડિયાથી કેરીની આવકમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં કેરી મબલક પ્રમાણમાં જૂનાગઢ માર્કેટિંગમાં માર્કેટિંગ યાર્ડ ખાતે આવશે. તથા કેરીનો હોલસેલ ભાવ રૂ. 400 થી લઈને 1 હજાર સુધીનો આ સિઝનમાં રહેશે તેવું અનુમાન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.