Abtak Media Google News

યુનિવર્સલ હેલ્થ કવરેજ એવરીવન એવરી વ્હેર સુત્રને સાર્થક કરવા વિશ્ર્વને સ્પર્શતી સમસ્યા ઉપર આરોગ્યના વિષયને સાંકળી લઇ જુદા જુદા જાગૃતિના કાર્યક્રમ યોજી વિશેષ ઉજવણી કરવામાં આવી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૭ એપ્રિલ વિશ્ર્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. તા. ૭ એપ્રિલના રોજ વિશ્ર્વ આરોગ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા તરફથી સમગ્ર વિશ્ર્વને સ્પર્શતી સમસ્યા પર આરોગ્ય ના વિષયને સાંકળી લઇ થીમ સુત્ર આપવામાં આવે છે. આ થીમના વિષય વસ્તુને અનુલક્ષીને આ સમસ્યા પ્રત્યે ઘ્યાન દોરી તેના ઉકેલ માટે જુદા જુદા જન જાગૃતિના કાર્યક્રમ યોજી વિશ્ર્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવેલ છે.

આ વર્ષે ૭ એપ્રિલ ૨૦૧૯ની વિશ્ર્વ આરોગ્ય દિનનું સૂત્ર છે. ‘યુનિવર્સલ હેલ્થ કવરેજ’ ‘એવરીવન એવરીવ્હેર’સ્થાનીક કક્ષાની જરુરીયાત ને ઘ્યાનમાં રાખી રાજકોટ જીલ્લાના દરેક તાલુકા કક્ષાએ પ્રા. આ. કેન્દ્ર સબ સેન્ટર કક્ષાએથી આ વિષયને અનુરુપ લોક જાગૃતિ માટે નીચે મુજબ ખાસ આયોજન કરવામાં આવેલ છે.

સાત એપ્રિલ ૨૦૧૯ના રોજ વિશ્ર્વ આરોગ્ય દિન નીમીતે દરેક પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર અર્બન હેલ્થ સેન્ટરો તેમજ સબ સેન્ટર અને તેમના  સેજાના ગામોમાં યુનિવર્સલ હેથ કવરેજ, એવરીવન એવરી વ્હેર થીમ બાબતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ૭ એપ્રિલ ૨૦૧૯ ના રોજ વિશ્ર્વ આરોગ્ય દિન નીમીતે દરેક પ્રાથમીક આરોગ્યકેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટરો તેમજ સબ સેન્ટરોમાં યુથ ચર્ચા, લધુશીબીર, ગુરુશિબીર, સેમીનાર પ્રદર્શન

રેલી ભીતસુત્રો વોલપેન્ટી જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ.

સાંસ્કૃતિક કાર્યક્રમો રોલ પ્લે, દ્વારા લોકો સુધી સંદેશાઓ પહોચાડવાનું  આયોજન કરવામાં આવેલ. શાળા અને કોલેજોમાં આહાર સુરક્ષા સંબંધીત શૈક્ષણિક કાર્યક્રમો તેમજ વાર્તાલાપો નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વગેરેનું કાર્યક્રમો યોજાયેલ.

આખા વર્ષ દરમ્યાન યુનિવર્સલ હેલ્થ કવરેજ એટલે સાર્વત્રિક આરોગ્યના લાભાર્થીને પ્રેરણા આપવા (ઇન્સ્પાયર) કરવા, પ્રોત્સાહન (મોટીવેટ) માર્ગદર્શન (ગાઇડ) માટે કામગીરી આખુ વર્ષ ચાલુ રાખવાનું આયોજન કરવામાં આવેલ. ૭ એપ્રિલ ૨૦૧૯ ના રોજ વિશ્ર્વ આરોગ્ય દિન નીમીતે પોસ્ટરો, બેનર્સ, પત્રીકાઓનું વિતરણ કરવામાં આવેલ.

ઉનાળામાં અસહ્ય (હીટ વેવ) ગરમીને કારણે આરોગ્ય  પર થતી વિપરીત અસરોથી બચવા જાગૃત અથવા જાહેર જનતાને અપીલ

વધુ ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. ચાલુ વર્ષની શરુઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક) ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તો તે જીવલેણ થઇ શકે છે. લુ લાગવાના (સન સ્ટ્રોક) ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ જ વધારે થાય છે. અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્યકિતના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે જે નીચે મુજબ છે.

લુ લાગવા (હીટ વેવ) ના લક્ષણો:-માથુ દુ:ખવું, પગની પીઠીઓમાં દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખુબ તરસ લાગવી, ઉલ્ટી થવી ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, ગભરામણ થવી, શ્ર્વાસ ચડવો, હ્રદયના ધબકારા વધી જવા, બેભાન થઇ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી.

લુ લાગવા (સન સ્ટોક, હીટવેવ) થી બચવા જાહેર જનતાને નીચે મુજબ આરોગ્ય લક્ષી સુચનો:-હીટ વેવ દરમ્યાન સુધી બહાર જવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાઇ રહે તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો., નાના બાળકો સગર્ભા માતાઓ, વૃઘ્ધો તથા અશકત વ્યકિતઓએ તડકામાં ફરવું નહીં તથા વિશેષ કાળજી લેવી., સીધા સૂર્ય પ્રકાશથી બચો., ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરુર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લૂછવું વારંવાર ઠંડુ પીવું,

ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું, લીંબુ , શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ ઓ.આર.એસ. વગેરે પુષ્ઠણ પ્રમાણમાં પીવા., બાળકો માટે કેસુડાના ફુલ તથા શરીરનું તાપમાન નીચુ આવે ત્યારબાદ જ નહાવું શકય હોય તો ઘરની બારી અને બારણા સાથે ખસની ટટી પાણી છાંટી બાંધી રાખવી, દિવસ દરમ્યાન ઝાડ નીચે ઠંડક અને છાયામાં રહેવું, બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહીં, બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો લગ્ન પ્રસંગે દૂધ, માવાની આઇટમ ખાવી નહીં., ઉપવાસ કરવાનું ટાળવું સવારનું ભોજન ૧ર વાગ્યા સુધીમાં લઇ લેવું, ચા-કોફી  અને દારુના સેવનથી લૂ લાગવાની શકયતા વધે છે તેથી તેનું સેવન ટાળવું, માથાનો દુ:ખાવો, બેચેની ચકકર, ઉબકા કે તાવ આવે છે. તુર્તજ નજીકના દવાખાના-પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્૫િટલમાં ડોકટરની સલાહ અને સારવાર લેવી., આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત, રાજકોટ દ્વારા જાહેર જનતા લુ લાગવાથી હીટ વેવ અંગે તેના વિષે વાકેફ થાય અને સાવચેતી રાખી તે અંગે જાગૃત થાય તે જરુરી છે. જીલ્લા વિસકા અધિકારી અનીલ રાણાવાસીયા અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતિરાએ લોકોને ઉપર મુજબની કાળજી લેવા જાહેર જનતાને ખાસ અપીલ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.