Abtak Media Google News

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ડો. નીરજ સુરીનું  ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકનું વિમોચન કર્યુ:કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાવેલા બાળકો સાથે વાત્સલ્યસભર સંવાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ હિયરીંગ ડે, તા. 3 માર્ચે, ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકનું વિમોચન કરીને કોકલીયર ઇમ્પ્લાન્ટ દ્વારા શ્રવણશક્તિ મેળવેલા 10 જેટલા ભુલકાંઓ સાથે વાત્સલ્યસભર સંવાદ કર્યો હતો.ઠઇંઘ દ્વારા ર007 થી 3 માર્ચે આ વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરીંગ ડે ઉજવવામાં આવે છે.

Advertisement

ગાંધીનગર સિવીલ હોસ્પિટલના કોકલીયર ઇમ્પ્લાન્ટ સેન્ટરના સર્જન ડો. નીરજ સુરી લેખિત-સંપાદિત ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકમાં એવા બાળકોની વાતો કરવામાં આવી છે જેમણે રાજ્ય સરકાર દ્વારા વિનામુલ્યે મળેલી સારવારથી જીવનમાં પહેલ વહેલી વાર અવાજની અનૂભુતિ કરી છે.

આવા બાળકોના માતા-પિતા અને સમગ્ર પરિવારમાં આના પરિણામે આવેલા પરિવર્તન-બદલાવ અંગેના પ્રતિભાવો પણ પુસ્તકમાં સમાવિષ્ટ છે.

વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરીંગ ડે ના દિવસે પ્રકાશિત થયેલું આ પુસ્તક સમાજમાં મૂક-બધિરતા સામે વહેલું અને વેળાસરનું નિદાન, સારવાર માટેની જનજાગૃતિનું સંવાહક બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પુસ્તક વિમોચન વેળાએ ઉપસ્થિત સ્પીચ થેરાપીસ્ટ, તબીબો અને કોકલીયર ઇમ્પ્લાન્ટ દ્વારા શ્રવણશક્તિ મેળવેલા બાળકોના પરિવારો સાથે પણ વાતચીત કરીને વિગતો મેળવી હતી.

Screenshot 6 5

બાળકોમાં રહેલી જન્મજાત મૂક-બધિરતા દૂર કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારે ફ્રી ઇમ્પ્લાન્ટ યોજના ર01પના વર્ષથી શરૂ કરીને 6 વર્ષથી નાની વયના બાળકો માટે ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં કોકલીયર ઇમ્પ્લાન્ટ સેન્ટર કાર્યરત કરેલું છે અને સમગ્ર રાજ્યમાં આ  પ્રોગ્રામ નો અમલ કરવામાં આવે છે.

હિયરીંગ લોસ ધરાવતા બાળકોને અદ્યતન આરોગ્ય સેવાઓથી આ કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી અને ત્યારબાદ સ્પીચ થેરાપીના નિ:શુલ્ક 100 જેટલા સેશન્સ બાળકને સામાન્ય બાળક જેવું જીવન આપવામાં મહત્વનું પ્રદાન કરે છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં જરૂરતમંદ ર7પ0 બાળકોના કોકલીયર ઇમ્પ્લાન્ટ વિનામુલ્યે કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના આરોગ્ય વિભાગે દરેક જિલ્લામાં ન્યૂ  બોર્ન હિયરીંગ સ્ક્રીનીંગ ઘઅઊ મશીન કાર્યરત કર્યા છે.

આના પરિણામે, નાના અને નવજાત શિશુની આવી  મૂક-બધિરતાની બિમારીનું વ્હેલીતકે નિદાન અને  અદ્યતન સારવારથી ઇલાજ શકય છે.

આવી સારવાર દ્વારા કોકલીયર ઇમ્પ્લાન્ટથી શ્રવણશક્તિ મેળવી સામાન્ય બાળક જેવું જીવન જીવતા ભુલકાંઓ સાથે  ભૂપેન્દ્ર પટેલે લાાગણીસભર સંવાદનો  સેતુ સાધ્યો તે વેળાએ પુસ્તકના લેખિકા-સંપાદક ડો. નીરજ સુરી, રાજ્યમાં અંગદાન જાગૃતિના પ્રેરણાસ્ત્રોત દિલીપભાઇ દેશમુખ(દાદા) પણ સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.