Abtak Media Google News

કે.ડી. પરવાડીયાની મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગ (કેથલેબ) અને બે મોડયુલર ઓપરેશન થીયેટરનું કરાશે લોકાર્પણ: કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. ડો. મનસુખ માંડવીયા પણ ઉ5સ્થિત રહેશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ આજે સાંજે રાજકોટ જીલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. જસદણ તાલુકાના  આટકોટ  ખાતે કે.ડી. પરવાડીયા હોસ્પિટલમાં હ્રદય રોગ વિભા અને ઓપરેશન થીયેટરનું લોકાર્પણ કરવામાં આવશે મુખ્યમંત્રી રાજકોટ આવ્યા બાદ મોટર માર્ગે આટકોટ જશે.

કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના નવા બનેલા હ્રદય રોગ વિભાગ(કેથલેબ) તથા બે મોડયુલર નવા ઓપરેશન થીયેટરના  લોકાર્પણ કાર્યક્રમ ઉપરાંત ગીતાબા રબારી, રાજભા ગઢવી અને મિલન તળાવિયાના લોકડાયરાના કાર્યક્રમ પણ યોજાશે. આ તકે  જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર, મેયર ડો.પ્રદિપ ડવ,પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી,  કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાતના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યઓ, દાતાશ્રીઓ, આગેવાનો ઉપસ્થિત રહેશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં આવેલી કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં હ્રદય વિભાગ તેમજ બે ઓપરેશન થિયેટરનું  ઉદઘાટન થવાનું છે.  આ ઓપરેશન થિયેટર અદ્યતન ડક્ટલેસ મોડ્યુલર ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યા છે. જેનાથી અન્ય ઓપરેશન થિયેટર કરતાં વીજ વપરાશ લગભગ અડધો થઈ જાય છે, અને એરબોર્ન ઇન્ફેક્શનની શક્યતા પણ નહિવત થઈ જાય છે.

ડક્ટવાળી એ.એચ.યુ.માં 11 ટનના એ.સી. મુકવાની જરૂર પડે છે. વળી ઓપરેશન થિયેટરમાં એર ફિલ્ટર માટે તેને 24 કલાક ચાલુ રાખવું પડે છે. જેના કારણે વીજ વપરાશ વધી જાય છે. ઉપરાંત તેમાં ડક્ટ હોવાથી મેઇન્ટેનન્સ તેમજ સફાઈનો ખર્ચ વધુ આવે છે. જ્યારે ડક્ટલેસ એ.એચ.યુ.માં માત્ર સાડા પાંચ ટનના એ.સી.હોય છે. વળી, ડક્ટ વગરના હોવાથી તેની મરામત તેમજ સફાઈનો ખર્ચ સાવ નહિવત આવે છે.

ઓપરેશનના એક કલાક પહેલાં જ આ સિસ્ટમને ચાલુ કરવાની હોવાથી સીસ્ટમને 24 કલાક ચાલુ રાખવાની જરૂર નથી. આથી વીજવપરાશ ઘણો ઘટી જાય છે. વળી, તેમાં 0.3 માઇક્રોના હેપા ફિલ્ટરનો ઉપયોગ કરાયેલો છે, જે ઓપરેશનના પ્રથમ કલાકમાં જ સમગ્ર સિસ્ટમ એર ફિલ્ટર કરી નાંખે છે અને એરબોર્ન ઇન્ફેક્શનની શક્યતા નહિવત કરી નાંખે છે.

આટકોટ સ્થિત શ્રી પટેલ સેવા સમાજ સંચાલીત માતૃશ્રી કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિલનું લોકાપર્ણ એક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થયું હતું.

હોસ્પિટલ ખાતે બે નવા મોડયુલર ઓપરેશન થીયેટર તેમજ હ્રદય રોગ વિભાગ (કેથ લેબ)નું લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા ભાજપ પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવશે.

આટકોટ જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ એન્જીયોગ્રાફી એન્જીયોપ્લાસ્ટીક  બાય પાસ સર્જરી, બાળકોમાં હ્રદયમાં કાણાની સર્જરી, હ્રદયના અનિયમિત ધબકારાની પેસમેકર દ્વારા સારવાર હ્રદયના વાલ્વ બદલાવવાની સુવિધા મળશે હોસ્પિટલમાં એક વર્ષની અંદર 58000 ઓ.પી.ડી. 4100 સફળ સર્જરી 3250 ડાયાલીસીસ, 300 જેટલા ગોઠણના સાંધા બદલાવવાના ઓપરેશન કરવામાં આવ્યા છે. પેટમાં રહેલ 10 કિલોની ગાઠનું સફળ ઓપરેશન પણ કરવામાં આવેલ છે.

તેમજ દરેક પ્રકારના ઓપરેશન જેવા કે કાન, નાક, ગળા, પેટ તથા આતરડા, કીડની મા પથરી, પ્રોસ્ટેટ હાડકા, ગર્ભાશયની કોથળી જેવા દરેક પ્રકારના જટિલ ઓપરેશન દુરબીન (લેપ્રોસ્કોપી) થી કરવામાં આવે છે. તેમજ નોર્મલ ડીલીવરી, હાય રિસ્ક, ડીલીવરી, સીજેરિયન આ ઉપરાંત હોસ્પિટલમાં હ્રદય રોગ હુમલો, ઝેરી દવાની અસર સંપ ડંખ, ઝેરી કમળો, આચકી, વાહન અકસ્માત

ડાયાલીસીસ માટે જર્મન ટેકનોલોજીનું મશીન, પેટના ઓપરેશન માટે વિખ્યાત કંપનીનું લેપ્રોસ્કોપી (દુરબીન) હ્રદયની બાયપાસ સર્જરી માટે હાર્ટલંગ મશીન, એન્જીયોગ્રાફી એજીયોપ્લાસ્ટીક માટે જાપાનની ટેકનોલોજી વાળુ મશીન, સીટી સ્કેન માટે નામી કંપનીનું મશીન આવા અદ્યતન મશીનો તેમજ મોડયુલર ઓપરેશન થિયેટર હોસ્પિટલ ખાતે ઉબલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.