Abtak Media Google News

નિયાની સૌથી મોટી રિટલ કંપની વોલમાર્ટે ફ્લિપકાર્ટને ખરીદી લીધી છે. આ ડીલને ઈ-કોમર્સમાં દુનિયાની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે. ફ્લિપકાર્ટની શેરધારક કંપની જાપાનના સોફ્ટ બેંક ગ્રૂપે આ ડીલ વિશે ખુલાસો કર્યો છે. સોફ્ટ બેન્ક ગ્રૂપના સીઈઓ માસાયોશી સોનના જણાવ્યા પ્રમાણે જાપાનના સમયઅનુસાર મંગળવારે રાતે જ આ ડીલ ફાઈનલ કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વોલમાર્ટ 15 બિલિયન ડોલર (99,000 કરોડ)માં ફ્લિપકાર્ટનો 60થી 80 ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો છે.

Walmart Cyber Monday 720X720 1આ ડીલ માટે ફ્લિપકાર્ટની વેલ્યુએશન 20 બિલિયન ડોલર આંકવામાં આવી છે. આ ડીલથી બંને કંપનીઓ ફાયદો થશે. હાલ જાપાનની સોફ્ટબેન્ક ગ્રૂપ અને ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટની ફ્લિપકાર્ટમાં 20-20% ભાગીદારી છે. આ બંને કંપનીઓએ હવે તેમનો શેર વેચવાની વાત કરી છે. ગયા વર્ષે ફ્લિપકાર્ટની વેલ્યુ 12 બિલિયન ડોલર આંકવામાં આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.