Abtak Media Google News

વર્લ્ડ બિગેસ્ટ સુપરસ્ટાર: બાદશાહ ખાન

આપણે જાણીએ છીએ કે આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કેટલા બધા એક્ટર અને આ એક્ટ્રેસનું આગમન થાય છે અને તેઓ પોતાનું કરિયર બનાવવા માટે ઘણી બધી મહેનત કરે છે બધા જ હીરો હીરોઇન પોતાની આગવી ભૂમિકા ખૂબ સારી રીતે ભજવતા હોય છે પરંતુ જ્યારે બોલિવૂડના બાદશાહ નું નામ લેવામાં આવે ત્યારે બોલિવૂડના બાદશાહ ખાન એવા શાહરુખ ખાન જ આપણને યાદ આવે છે. બોલિવુડના કિંગ ખાન એટલે કે બાદશાહ ખાન એવા આપણા શાહરુખ ખાન પોતાનું આગવું અને પ્રતિષ્ઠિત સ્થળ બોલિવૂડમાં બનાવી ચૂક્યા છે અને આજે તે બોલિવૂડમાં ટોચના સ્થાન પર વિરાજમાન છે પરંતુ આ સ્થાન પર પહોંચવા માટે તેમને ખૂબ જ મહેનત કરવી પડી હતી. તો આજે આપણે તેમના જન્મદિવસ નિમિત્તે તેમને જાણકારી મેળવીશું.

શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965ના રોજ નવી દિલ્હીના એક પઠાણ મુસ્લિમ પરિવારમાં થયો હતો તેની પ્રારંભિક કારકિર્દીની શરૂઆત ખૂબ જ કષ્ટદાયી હતી . તેઓ મધ્ય દિલ્હી સેન્ટ કોલંબા સ્કૂલમાં ભણ્યા હતા. તેમણે પોતાની યુવાનીમાં ગણેશ તેજ નાટકો પણ ભજવેલા છે તેમણે 1988માં પોતાની કારકિર્દીની શરૂઆત કરેલી .તેમને રૂપેરી પડદે જવામાં આવેલી પ્રથમ ભૂમિકા લેખ લન્ડન ની’ દિલ દરિયામાં ‘હતી. પછી તેમણે ફોજી સર્કસ ઇડિયટ વગેરે ટેલિવિઝનની સિરિયલમાં પણ કામ કર્યું છે. ૧૯૯૧માં તેમણે ફિલ્મોમાં કામ કરવાનો આત્મા નિર્ણય લીધો. તેમણે પ્રથમ ઓફર હેમામાલીની દિગ્દર્શક ફિલ્મ ‘ દિલ આશના’ માટેની હતી. તેમની ફિલ્મની શરૂઆત દિવાના થઈ હતી જેમાં શાહરૂખ ખાન ને બીજા પુરુષ તરીકે નો અભિનય કર્યો હતો અને દિવાના ફિલ્મ માટે તેમને પ્રથમ એ એવોર્ડ શ્રેષ્ઠ પુરુષ મર્દક આપવામાં આવ્યો હતો અને ત્યારથી બોલિવૂડને મળી ગયો તેનો એક નવો સિતારો શાહરુખ ખાન. 25 ઓક્ટોબર ૧૯૯૧માંએ તેણે ગોરી ચીમ્બબ સાથે લગ્ન કર્યા. પછીથી તેની સફળ કારકિર્દીની શરૂઆત થઈ ગઈ હતી. તેના ત્રણ સંતાન છે આર્યન ,સુહાના અને અબ્રાહ્મ. આર્યન તેનો બધા થી મોટો પુત્ર છે પછી સુહાના તેની પુત્રી અને અબ્રાહ્મ સેરોગેસી દ્વારા મેળવેલા તેનો પુત્ર છે.

મોહહબતેં ( 2000), કભી ખુશી કભી ગમ (2001), કલ હો ના હો ( 2003 ), મે હું ના ( 2004 ) આવી તો અનેક સુપરહીટ ફિલ્મ પ્રદાન શાહરૂખ ખાને બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આપી છે. જેમકે જબ તક હે જાન , માય નેમ ઇઝ ખાન , ડર બાદશાહ, રાજુ બન ગયા જેન્ટલમેન આવી ઘણી બધી ફિલ્મ તેણે બૉલીવુડની આપી છે. તેમની 1995 માં રિલીઝ થયેલી ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે તે ખૂબ જ સુપરહિટ મુવી હતી ના મુવી પછીથી તેમને રોમેન્ટિક હીરો તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એ આજે પણ મુંબઈના મરાઠા મંદિરમાં જોવા મળે છે. બધા જ કિરદારમાં પોતાનો બેસ્ટ પરફોર્મન્સ આપનાર એવા આપણા દિગ્ગજ કલાકાર શાહરૂખ ખાન આજે 55 ના વર્ષમાં પ્રવેશ કરવામાં આવ્યા છે.

તેમણે બાજીગર (1993), દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે( 1995 ), દિલ તો પાગલ હૈ( 1997 ) , કુછ કુછ હોતા હૈ ( 1998 ), દેવદાસ (2002 ) અને સ્વદેશ ( 2004 ) આ બધી જ ફિલ્મો માટે તેમને બેસ્ટ ફિલ્મફેર અભિનેતાનો એવોર્ડ મળ્યો છે.

2008માં શાહરૂખ ખાન જુહી ચાવલા અને તેના પતિની ભાગીદારીમાં આઇપીએલ ટ્વેન્ટી-૨૦માં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ ધરાવે છે. જે આઈપીએલ ટ્વેન્ટી માં સારુ પ્રદર્શન કરી રહી છે. શાહરુખ ખાન દ્વારા મીર ફાઉન્ડેશન નામ નું ગ્રુપ પણ ચલાવવામાં આવે છે જેમાં તે લોકોને ખુબ જ મદદ કરી રહ્યો છે. કોરોના જેવી મહામારીમાં પણ તેણે લોકોને આ ફાઉન્ડેશન દ્વારા ઘણી બધી રીતે મદદરૂપ થઈ શકે એવી કોશિશ કરી હતી. આમ તો પાછા ઘણા બધા હોય છે પરંતુ એવો બાદશાહ જે પોતાની સાથે સાથે પોતાની પ્રજાનું પણ ધ્યાન રાખે તેવા બાદશાહ આપણા બોલિવૂડમાં ખૂબ જ ઓછા છે તેમાંના એક એવા આપણા શાહરુખ ખાન ને આપણે બિરદાવીએ છીએ.

શાહરુખ ખાનની  મનપસંદ ફિલ્મો કોમેન્ટ બોક્સમાં જણાવો!

– નિશા નરાસડા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.