Abtak Media Google News

૮૦ દેશોમાં કોરોનાનો પગપેસારો: ૧ લાખ લોકોને વાયરસનું સંક્રમણ: કોરોનાનો ચેપ રોકવા દેશ-વિદેશની સરકારોના ધમપછાડા : ૩૩૦૦ લોકોના મોત

કોરોના વાયરસી સંક્રમીત લોકોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો ઈ રહ્યો છે. વૈશ્ર્વિક સ્તરે કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા ૩૩૦૦ને પાર થઈ ચૂકી હોવાના સત્તાવાર આંકડા મળી રહ્યાં છે પરંતુ આ આંકડો અનેકગણો વધુ હોવાનું માનવામાં આવે છે. ૯૫૦૦૦ જેટલા લોકો અત્યાર સુધીમાં કોરોના વાયરસની સંક્રમિત બની ચૂકયા છે. આ આંકડો સતત વધી રહ્યો હોય. સમગ્ર વિશ્ર્વની સરકારો ચિંતીત બની છે. ચીનના વુહાન શહેરમાંથી ફાટી નીકળેલ આ વાયરસ હજુ વધુ લોકોના ભોગ લેશે તો સ્થિતિ વધુ ગંભીર બનશે તેવું સુત્રો પાસેથી જાણવા મળે છે.

Advertisement

5 Bannafa For Site

કોરોના વાયરસના કારણે વૈશ્ર્વિક ર્અતંત્રને ગંભીર ફટકો પડ્યો છે. ભારતમાં કોરોના વાયરસનો ૩૦ી વધુ લોકો ભોગ બન્યા હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધીમાં વાયરસ ૮૦ દેશોમાં પહોંચી ચૂકયો છે. બ્રિટન, સ્વિત્ઝરલેન્ડ, ઈટાલી, અમેરિકા, ફ્રોન્સ, બોસનીયા, પાકિસ્તાન, કોરીયા, સાઉ આફ્રિકા, જર્મની, નેધરલેન્ડ, ગ્રીસ સહિતના દેશોમાં વાયરસની તિવ્રતા વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વાયરસના ફેલાવાના કારણે વૈશ્ર્વિક કંપનીઓ દ્વારા પોતાના કર્મચારીઓને બિઝનેશ ટ્રાવેલ ન કરવાનું સુચન યું છે. એમેઝોન દ્વારા ૮ લાખ જેટલા કર્મચારીઓને ચેતવણી આપવામાં આવી છે. નેસ્લે દ્વારા ૨.૯૧ લાખ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય ટૂર પર ન જવાની સલાહ અપાઈ છે.

દરમિયાન વૈશ્ર્વિક કક્ષાએ સુરક્ષાકર્તા નાટોના હેડકવાર્ટરમાં પણ કોરોનાનો પ્રમ કેસ નોંધાયો હોવાની વાત સામે આવી છે. બ્રિટનમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ઈટાલીમાં કોરોના વાયરસગ્રસ્ત લોકોની સંખ્યા ૧૪૮ થી વધી ચૂકી છે. કેલીફોર્નિયા દ્વારા વાયરસના પગલે ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ફ્રાન્સમાં પણ બે વધુ મોત નિપજયા છે. જ્યારે ૯૨ નવા કેસ નોંધાયા છે. આ વાયરસ આફ્રિકામાં પણ પહોંચી ચૂકયો છે. આફ્રિકામાં પણ એક યુવાનનો કેસ પોઝીટીવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. પાકિસ્તાનમાં પણ ૬ લોકોને ચેપ લાગ્યો હોવાની વિગતો સાંપડી છે.

કોરોના વાયરસના ફફડાટના કારણે વિશ્ર્વભરની લાખો શાળાઓ બંધ રાખવામાં આવી છે. આંકડા મુજબ વિશ્ર્વના ૩૦ કરોડ છાત્રો છેલ્લા બે-ત્રણ દિવસી સ્કૂલે જતા નથી. ઈટાલી-સાઉ કોરીયા, જાપાન, ઈરાન અને ભારતના કેટલાક રાજ્યોમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. યુનેસ્કોના ચીફ એન્ડ્રુ એજ્ુલીયો દ્વારા વર્તમાન સ્થિતિ ને ગંભીર ગણાવવામાં આવી છે. જેના પગલે શાળાઓ બંધ રાખવામાં આવે તેવો નિર્ણય વિવિધ સરકારોએ લીધો છે. ઈટાલીમાં લાંબા સમયી શાળાઓ બંધ છે. બાળકોમાં વાયરસનો ફેલાવો ઝડપી ન થાય તે ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે.

એક તરફ કોરોના વાયરસનો ભરડો છે, બીજી તરફ ર્નો અને સાઉ કોરીયા જેવા પારંપરીક શત્રુઓ વચ્ચે આ ઘડીએ એકબીજાને પડખે ઉભા રહ્યાં છે. ર્નો કોરીયાના સર્વેસર્વા કિંગ ઝોન ઉન દ્વારા સાઉ કોરીયાને ગેટ વેલ સુનનો સંદેશો મોકલવામાં આવ્યો છે. ર્નથ  કોરીયાએ વાયરસના પગલે સરહદો બંધ કરી દીધી છે. વર્તમાન સમયે સાઉ કોરીયામાં ૫૦૦ જેટલા લોકોને વાયરસનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ર્નો કોરીયા સતર્ક બની ચૂકયું છે. સાઉ કોરીયામાં ગંભીર પરિસ્થિતિના પગલે ર્નો કોરીયાના લીડર કિંગ ઝોન ઉન દ્વારા મોકલાયેલા સંદેશાએ બન્ને દેશો વચ્ચેના સંબંધો ગાઢ બનાવ્યા છે.

વધુ વિગતો મુજબ ભારતમાં પણ કોરોના વાયરસી સંક્રમીત લોકોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ભારતમાં ૩૦ લોકોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. જે લોકોના ટેસ્ટ પોઝીટીવ આવે છે તે લોકોને આઈસોલેશન રૂમમાં સારવાર અપાઈ રહી છે. સંજય ગાંધી મેમોરીયલ હોસ્પિટલ, લાલબહાદૂર શાી હોસ્પિટલ, લોક નાયક હોસ્પિટલ, દિન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલ, પંડિત મદનમોહન માલવીયા હોસ્પિટલ, બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલ, ચાચા નહેરુ બાલ ચિકિત્સાલય, ભગવાન મહાવીર હોસ્પિટલ, મહર્ષી વાલમીકી હોસ્પિટલ, બાબુ જગજીવનરામ મેમોરીયલ હોસ્પિટલ, એરપોર્ટ હોસ્પિટલ, એઈમ્સ જેવી સરકારી હોસ્પિટલોમાં જ્યારે એપોલો, શ્રી ગંગારામ, સેન્ટ સ્ટીફન્સ, મેકસ સુપર સ્પેશ્યાલીટી સહિતની ખાગની હોસ્પિટલમાં આઈસોલેશન ફેસેલીટી ઉભી કરવામાં આવી છે. હજુ ૯૧ લોકો એવા છે જેમને કોરોનાનો ચેપ લાગ્યાની શંકામાં છે.

  • ઉદ્યોગોને વાયરસથી બચાવવા ‘કાચા માલ’ને એરલીફટ કરાશે

કોરોના વાયરસના ફેલાવાના પગલે સમગ્ર વિશ્ર્વના ર્અતંત્ર પર નકારાત્મક અસર પડી છે. ચીની આવતા-જતા માલ સામના પર રોક લાગી જતાં કાચા માલની અછત જોવા મળી છે. ભારતને પણ નુકશાન થાય તેવી પણ ભીતિ છે. પરિણામે ચીની ઈલેકટ્રોનિકસ, ટેકનોલોજી, સ્માર્ટફોન, દવાઓ, ઓટોમોબાઈલ સહિતના ક્ષેત્ર માટે કાચા માલને એરલીફટ કરવાનો નિર્ણય લેવાયો છે. કાચો માલ ન હોવાના કારણે પ્રોડકશનને નુકશાન થયું છે.  પરિણામે ચીની વિવિધ કાચો માલ એરોપ્લેનના માધ્યમી ભારત લઈ આવવાની ગોઠવણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આગામી તા.૧૦ થી ૨૦  માર્ચ સુધીનો સમય કપરો રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. દરિયાઈ અવા રોડ-રસ્તા ઉપરી માલ-સામાનનું વહન કરવું વર્તમાન સમયે લગભગ અશકય સમાન છે. આવા સંજોગોમાં ચીનનો માલ હવાઈ માર્ગે ભારત લાવવામાં આવશે.

  • સિક્કીમે પ્રવેશબંધ કરી…

સિક્કીમમાં કોરોના વાયરસ ફેલાય નહીં તે માટે સરકારે આગોતરા પગલા લેવાનું શરૂ કરી દીધું છે. દાર્ઝીલીંગ સહિતના પ્રવાસન સ્ળે સહેલાણીઓના બુકિંગ કેન્સલ કરવામાં આવ્યા છે. બીજી તરફ સિક્કીમમાં આવતા વિદેશી સહેલાણીઓને નો-એન્ટ્રી જાહેર કરાઈ છે. યુરોપ-અમેરિકાી આવતા પ્રવાસીઓને પરત મોકલવાનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, સિક્કીમમાં જતા કુલ પ્રવાસીમાંથી ૮ ટકા પ્રવાસીઓ વિદેશી હોય છે. આ વાયરસનો ફેલાવો ઝડપી હોવાના કારણે વિદેશીઓના મારફતે સિક્કીમમાં વાયરસ પ્રવેશે નહીં તે માટે પ્રવાસીઓને રોકવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જાપાન અને ચીનના અનેક પ્રવાસીઓ દર વર્ષે સિક્કીમની મુલાકાત લે છે. આ ધ્યાને રાખી સિક્કીમમાં પ્રવેશબંધી જાહેર કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

  • ઓઇલનું ઉત્પાદન ઘટાડવા ઓપેકનો નિર્ણય

ઓઈલનું ઉત્પાદન કરતા દેશોના સંગઠન ઓપેક દ્વારા પ્રોડકશન ઘટાડવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. કોરોના વાયરસના ખૌફના પગલે ક્રુડનો ભાવ સતત નીચા જઈ રહ્યાં છે. પરિણામે દરરોજનું પ્રોડકશન ૧૫ લાખ બેરલ ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. ઓપેકમાં જોડાયેલા ૧૪ દેશોની તાજેતરમાં બેઠક વિયેના ખાતે મળી હતી. ઓપેકના દેશો ૧૦ લાખ બેરલ ઉત્પાદન ઘટાડશે જ્યારે ઓપેકમાં ન હોય તેવા દેશો દ્વારા દરરોજ ૫૦ હજાર બેરલનું ઓછુ ઉત્પાદન કરવામાં આવશે. જો કે, આ સમાધાનમાં હજુ સુધી રશિયા જોડાયું ની. નોંધનીય છે કે, રશિયા ઓપેકનો હિસ્સો ની અને સંગઠનમાં ન હોય તેવા દેશોમાં સૌથી વધુ ક્રુડનું ઉત્પાદન રશિયા દ્વારા થાય છે.

  • બ્લેક ફ્રાઇડે: શેરબજારમાં ૧૪૦૦ પોઇન્ટનું ગાબડુ, રોકાણકારો ધોવાયા

કોરોના વાયરસના પગલે વિશ્ર્વભરની બજારોમાં મંદીની મોકાણ જોવા મળી છે. વૈશ્ર્વિક બજારની અસર ભારતીય સ્ટોક માર્કેટ પર ગંભીર જણાય છે. છેલ્લા ટ્રેડીંગ સપ્તાહમાં શેરબજારમાં ૩૦૦૦ પોઈન્ટના ગાબડા પડ્યા બાદ આજે પણ ફરીથી ઉઘડતી બજારે ૧૪૦૦ પોઈન્ટનું ગાબડુ જોવા મળતા રોકાણકારોના  કરોડો રૂપિયા ધોવાઈ ગયા હતા. સેન્સેકસ ખુલ્યા બાદ એકાએક ૩૭૦૦૦ની સપાટીને અડકી ગયો હતો. આ લખાય છે ત્યારે ૧૧૪૦ પોઈન્ટના કડાકા સો ૩૭૩૨૯ની સપાટીએ સેન્સેકસ ટ્રેડ ઈ રહ્યો છે. બેંક નિફટીમાં પણ ૫ ટકા જેટલું ગાબડુ પડ્યું હતું. બેંક નિફટી ૧૨૪૩ પોઈન્ટના કડાકા સો ૨૭૫૪૬ ટ્રેડ ઈ રહી છે. મંદીની મોકાણ વચ્ચે નિફટી-ફિફટીના તમામ શેર વર્તમાન સમયે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. યશ બેંક ૫૦ ટકાના કડાકા સો ૧૮.૪૦ રૂપિયે ટ્રેડ થયો છે. યશ બેંકનો શેર હજુ પણ નીચે સરકે તેવી દહેશત છે. ટાટા મોટર્સની હાલત પણ આજે ખરાબ છે. ૯ ટકા તૂટી ચૂકયો છે. બીજી તરફ ટાટા સ્ટીલ, વેદાન્તા, જીલ, જેએસડબલ્યુ સ્ટીલ સહિતના શેરમાં પણ ગાબડા પડ્યા છે. વૈશ્ર્વિક રાહે સેન્સેકસ નીચે ગેપમાં ખુલ્યા બાદ ૧૧૦૦ ઘટી ટ્રેડ યો હતો. શેરબજારમાં જાણે વેંચવાલીનું ઘોડાપુર ઉમટ્યું હોય તેવો માહોલ છે. ચો-તરફ વેંચવાલીની કારણે શેરબજારમાં સોંપો પડી ચૂકયો છે. રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. મેટલ, બેંક, ઓટો, રીયલ્ટી, ઓઈલ, ગેસ, પાવર અને ફાયનાન્સના શેરોમાં ભારે વેંચવાલી જોવા મળી છે. બજારમાં કોરોનાના પગલે ડરના માહોલના કારણે મંદીનું મોજુ ફરી વળતા રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે. આ સો જ સ્મોલ કેપ અને મિડકેપમાં વર્તમાન સમયે સાર્વત્રીક વેંચવાલીના પગલે ભય ફેલાયો છે. સેન્સેકસ ૨.૮૭ ટકાના ઘટાડા સો ટ્રેડ યો હતો. જ્યારે એનએસઈનો નિફટી પણ ૨.૮૮ ટકા ગગડી ગયો હતો. બીએસઈ મીડકેપ અને બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્ષ અનુક્રમે ૩.૩૬ ટકા અને ૨.૮૦ ટકા ઘટીને ટ્રેડ યા હતા. આજ સવારી જ વેંચવાલીના પગલે લગભગ તમામ શેર રેડ ઝોનમાં ટ્રેડ યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.