Abtak Media Google News

લખતર એસટી બસ સ્ટેન્ડના સમાચાર મીડીયામાં આવતા આજે લખતર દસાડાના કોંગી ધારાસભ્ય નૌશાદ સોલંકી લખતર બસ સ્ટેન્ડની મુલાકાતે આવી પહોચ્યા હતા ત્યારે એસટીના અધિકારીઓ લખતર ખાતે દોડી આવ્યા હતા. ધારાસભ્યે બસ મથકના કામનું બારીકાઇથી નીરીક્ષણ કરી જરૂરી સુધારાઓ અને સુચનો કરી સુધારા કરવા અધિકારીઓને જણાવ્યું હતું.

જેમાં નવા બસ સ્ટેન્ડની ડીઝાઇનમાં અંદર ટોયલેટ અને બાથરુમ હોય અને મેેદાન મોટું હોય જે અંદરથી દુર કરી બીજી જગ્યામાં બનાવા સુચન કરેલ છે. અધિકારીઓએ તેમના સુચનો સ્વીકારીને તે મુજબના સુધારા  કરવાની ખાતરી આપી હતી. ધારાસભ્યની મુલાકાતથી અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે લખતર દસાડા ધારાસભ્ય સાથે લખતર તાલુકા કોગ્રેસ પ્રમુખ શકિતસિંહ રાણા, ઘોઘાભાઇ હાડી, મહેન્દ્ર વાઘેલા સહીતના કોંગ્રેસ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.