Abtak Media Google News

Xiaomi Mi Mix 2S સ્માર્ટફોનની કેટલીક જાણકારીઓ લીક થઈ છે. એક નવુ બેનર આ સ્માર્ટફોનથી સંબંધિત લીક થયું છે. જેમા આ સ્માર્ટફોનની ખૂબીઓ સામે આવી છે. લીક બેનરમાં આ સ્માર્ટફોનની ફૂલ સ્ક્રિન ડીઝાઇન જોઇ શકાય છે.

આ સ્માર્ટફોનની અફવાઓ એવી હતી કે આ પહેલો સ્માર્ટફોન હશે જેમાં સ્નેપડ્રેગન 845 ચિપસેટ આપવામાં આવશે. સાથે જ બેકમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ, 8GB સુધી રેમ અને AI બેસ્ડ ફેસ અનલોક ટેક્નોલોજી પણ હોવાની વાત સામે આવી છે. તેનો ફ્રન્ટ ડિસપ્લે 5.99 ઇંચની હોય શકે છે.

હાલની માહિતી જૂની લીક થયેલી માહિતીથી મળતી આવે છે. Mi Mix 2Sની સૌથી ખાસ વાત તેની ડીઝાઇન છે. કેમકે તેના ફ્રંટમાં ખુબ જ ઓછી બેઝલ નજરે પડી રહી છે. જોકે તેની ડીઝાઇન જૂના મોડલ Mi Mix 2  જેવી નજરે પડી રહી છે. આશા છે કે Mi Mix 2Sને જૂના Mix રેન્જ સ્માર્ટફોન્સ જેમ સિરેમિક મટેરિયલથી તૈયાર કરવામાં આવે.

સુત્રોના જણાવ્યા અનુશાર આ સ્માર્ટફોનમાં કંપની તરફથી પહેલીવાર અંડર ડિસપ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવશે. આ અત્યાર સુધીમાં માત્ર Vivo અને X20 Plus UD સ્માર્ટફોનમાં આપવામાં આવેલ છે. તેની બેટરી Mi Mix 2 થી મોટી હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.