Abtak Media Google News

દામનગર ધારા સભ્ય ની મધ્યસ્થી બાદ દામનગર થી પસાર થતા સાવરકુંડલા ભાવનગર હાઇવે રોડ બિસ્માર ધારા સભ્ય દ્વારા ગેરેન્ટી પિરિયડ બાકી હોય તેવા માર્ગો અંગે કામ કરતી એજન્સી અને તંત્ર બંને ને વિગતે રજુઆત કરતા ગારીયાધાર રોડ નું સમાર કામ થયું થિંગડા મારી તંત્ર એ સંતોષ માન્યો

અને સાવરકુંડલા ભાવનગર હાઇવે નું પણ કામ શરૂ થયું દામનગર થી ધ્રુફણીયા જતો આ રોડ અતિ બિસ્માર બનતા ધારાસભ્ય ઠૂંમરે સ્થળ વિઝીટ કરી રોડ ની સમીક્ષા કરી તંત્ર પાસે ખુલાસો માંગ્યો ક્યારે બન્યો કોણે બનવ્યો આ રસ્તા નો ગેરેન્ટી પિરિયડ શરૂ છે કે કેમ આવી બાબતો મેળવી સબંધ કરતા તંત્ર ને તાકીદ કરી રોડ નું કામ શરૂ તો કરાવ્યું પણ આ રોડ લાંબો સમય ટકશે કે કેમ ? આ સૌથી મોટો સવાલ છે.

આ રોડ અને ધ્રુફણીયા ઉમરડા નાના મોટા જલાલપુર સહિત ના ગ્રામજનો તા૧૨/૨ ના રોજ અમરેલી ખાતે ધારાસભ્ય ઠૂંમર ને મળી રજુઆત કરનાર હોવા વિગતો જાણવા મળે છે રોડ ના ચાલતા કામ સ્થળે અનેકો ગ્રામજનો સ્થળ વિઝીટ કરી ચુક્યા છે નવો બનતો સાવરકુંડલા ભાવનગર હાઇવે લાંબો સમય ટકશે નહિ તેવો ગણગણાટ સંભળાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.