અરે વાહ, દક્ષિણ દિલ્હીના કોઈપણ રેસ્ટોરન્ટમાં ‘હળવા’ થઈ શકાશે.

restaurant
restaurant

આશરે ૪૦૦૦ રેસ્ટોરન્ટનાં વોશ ‚મનો રૂ.૫ ચૂકવીને કોઈપણ વ્યકિત ઉપયોગ કરી શકશે: મહિલાઓ માટે વિશેષ સુવિધા.

સામાન્ય રીતે લોકો બજારમાં ખરીદી કરવા ગયા હોય ત્યારે વોશ‚મ જવા માટે પરેશાની ભોગવતા હોય છે. ખાસ કરીને શોપિંગ કરવા નીકળેલી મહિલાઓને વિશેષ તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

જે કે, અમુક શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશને પે એન્ડ યૂઝ વોશ‚મ, ટોયલેટની સુવિધા કરી આપી છે. પરંતુ આવા પે એન્ડ યુઝ ટોયલેટની ગંદી હાલત અને ત્યાં પડયા પાથર્યા રહેતા તત્વોને કારણે ભદ્ર સમાજની મહિલાઓ તે આવા જાહેર વોશ‚મનો ઉપયોગ કરવાથી દૂર જ રહે છે. આ સમસ્યાને ધ્યાને લઈને દક્ષિણ દિલ્હીમાં આશરે ૪૦૦૦ રેસ્ટોરન્ટોમાં આવતા મહિનાથી પે એન્ડ યૂઝ સુવિધા શ‚ થઈ જશે. આ આશરે ૪૦૦૦ રેસ્ટોરન્ટોમાં કોઈપણ વ્યકિત ‚પીયા ૫/- ચૂકવીને ‘હલકા’ થઈ શકશે. સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને આ વ્યવસ્થા કરી આપી છે. ઉલ્લેખનીય છે કે યુરોપીય દેશોમાં તો આ સીસ્ટમ કયારની છે.

જો કે, એસડીએમસી એ સાઉથ દિલ્હીની કોઈ જ રેસ્ટોરાને આ સુવિધા આપવા મજબૂર કરી નથી. બલ્કે તેમને વિશ્ર્વાસમાં લીધા છે. આમ છતાં સાઉથ દિલ્હીના ટ્રેડ એસોસીએશને કહ્યું કે, અમે જોઈશું કે અમારી પ્રાઈવસી કે અધિકારનું હનન તો થતું નથી ને? અમે નિયત કરાયલા ‚ા.૫/- જ ચાર્જ લેવાના છીએ આના પર અમારે કોઈ વેરો સરકારને ચૂકવવાનો નથી આનાથી લોકોની વિશેષ કરીને મહિલાઓની સુવિધા વધશે.

સાઉથ દિલ્હી મ્યુનિ. કોર્પો.એ ૪૫૮૬ હેલ્થ ટ્રેડ લાઈસન્સ જારી કર્યા છે. અધિકારીએ જણાવ્યું કે, આનાથી કદાચ અન્ય શહેરો પણ પ્રેરિત થઈ શકશે.

ઉલ્લેખની છે કે, વિદેશમાં ખાસ કરીને અમેરિકા, ઓસ્ટ્રેલીયા અને યુરોપીય દેશોમાં રેસ્ટોરેન્ટોમાં નિયત ચાર્જ ચૂકવીને વોશ‚મનો ઉપયોગ કરી શકાય છે.