Abtak Media Google News

લોકોને કામ સીવાય ઘરની બહાર ન નીકળવા અને વધુ પાણી પીવા મ્યુનિ.કમિશનરની અપીલ

ઉનાળાના આરંભે જ સૂર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંથી અગન વર્ષા વરસાવી રહ્યાં છે. ચૈત્રી દનૈયા તપતા છેલ્લા ત્રણ દિવસી કાળઝાળ તડકા પડી રહ્યાં છે. દરમિયાન ઉનાળામાં રાજકોટમાં કેટલી ગરમી પડશે તે અંગે મહાપાલિકા દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે રાજકોટમાં યલ્લો એલર્ટ હોવાનું મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સાો સા લોકોને કામ સીવાય ઘરની બહાર ન નીકળવા અને શકય તેટલું વધુ પાણી પીવા માટે અપીલ કરવામાં આવી છે.Dsc 8067

મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ હિટવેવની સંભાવના જણાય રહી છે ત્યારે મહાપાલિકા દ્વારા રાજકોટમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યો છે. એટલે કે શહેરમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે. આવામાં સનસ્ટ્રોકી બચવા લોકોને કામ સીવાય ઘરની બહાર ન નીકળવા અને શકય તેટલું વધુ પાણી પીવા માટે અપીલ કરવામાં આવે છે. ઉનાળાની સીઝન આગામી દિવસોમાં મહાપાલિકા દ્વારા સમયાંતરે એલર્ટ આપવામાં આવશે.અમદાવાદ મહાપાલિકાની માફક રાજકોટ મહાપાલિકા દ્વારા પણ ગત વર્ષી એલર્ટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં ઉનાળાના દિવસોમાં હિટવેવની આગાહી અંગે અગાઉી જ લોકોને માહિતગાર કરી દેવામાં આવે છે.  ઉનાળાનો આરંભ થઈ ગયો છે.ત્યારે મહાપાલિકા દ્વારા હવે ગરમી અંગે શહેરીજનોને અગાઉી જ માહિતી આપી દેવામાં આવશે.Dsc 8069

તાપમાનનો પારો ૪૨ ડિગ્રી સુધી ઉંચકાય ત્યારે યલ્લો એલર્ટ આપવામાં આવે છે. ૪૨ થી ૪૪ ડિગ્રી સુધી ઓરેન્જ એલર્ટ અને ૪૪ થી વધુ તાપમાન નોંધાય ત્યારે રેડ એલર્ટ આપવામાં આવી છે. આ દરમિયાન લોકોએ કાળઝાળ તાપમાં સનસ્ટ્રોકી બચવા માટે શું-શું કાળજી લેવી જોઈએ તે અંગે પણ માહિતી શહેરીજનોને મહાપાલિકા દ્વારા આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.