Abtak Media Google News

સ્ત્રી હોય કે પુરૂષ દરેકની હસવાની સ્ટાઈલ અલગ જોવા મળે છે, કેટલાક ખુલીને, મોટેથી રાડ રાડ કરીને,   અટકી-અટકીને  મંદ-મંદ કે મરક-મરક હસતાં જોવા મળે છે. સ્વસ્થ રહેવા માટે હંમેશા  ખુલીને હસવું અને ઘણી ન ગમતી વાતો  હસીને  કાઢી  નાખવાથી  ફાયદો જ  જોવા મળે છે. હાસ્ય તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને રોગ પ્રતિકારક  શકિત વધારે છે.  હાસ્ય તમારી મનોવૈજ્ઞાનિક સુખાકારીને વેગ આપે છે.

Advertisement

હસતા હુઆ નૂરાની ચહેરા, કાલી ઝુલ્ફે રંગ સુનહરા

જીવન માટે જેમ ઓકિસજનની જરૂર પડે તેટલી જ હાસ્યની પણ પડે છે.હાસ્ય અને ખુશી  દુનિયાને  બદલવાની શકિત ધરાવે છે. આ દિવસની  ઉજવણી સૌ પ્રથમ 10 મે 1998ના રોજ મુંબઈ ખાતે થઈ હતી. હાસ્ય વજન ઘટાડવામાં પણ મદદ કરે છે

માનવીનું  જીવન સ્મિત અને આંસુ વચ્ચે જોવા મળે છે. ત્યારે આજના યુગમાં  લોકોની જીવનશૈલી અને પૈસા પાછળની દોડધામ વાળી જીંદગીમાં  સતત તણાવમાં માનવી જીવતો જોવા મળે છે.

1999 થી ઉજવાતા આ દિવસ સમગ્ર વિશ્વમાં સારી લોકચાહનાના ધરાવે છે : ગમતા ચહેરા નું એક સ્માઈલ આપણા તન મનમાં રોમાન્સ લાવી દે છે : આ વર્ષની થીમ : ’દયાનું કાર્ય કરો , એક વ્યક્તિને હસવામાં મદદ કરો ’ : આજનો દિવસ સૌને હસવા માટે પ્રેરિત કરે છે

1963 માં હાર્વે બોલ નામના કલાકારે હસતો ચહેરો બનાવ્યો ,જે સમગ્ર વિશ્વમાં ઉત્સાહનું પ્રતીક બની ગયો : હસતા ચહેરાને કોઈ રાજકારણ ,ભૂગોળ ,અને કોઈ ધર્મ જાણતો નથી :2001માં હાર્વે બોલની યાદમાં વર્લ્ડ સ્માઈલ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી

આજે હસતો ચહેરો  આપણને ભાગ્યે જ જોવા મળે છે, લોકોને  પોતાને માટે સમય નથી ત્યાં કયારે  એ હસવાનો સમય કાઢે ,સૌથી અગત્યની વાત એ છે કે માત્ર એક વાર હસવાથી શરીરની 40 થી 50 કેલરી બળી શકે છે, એનો અર્થ એ થયો કે  હાસ્ય વજન ઘટાડવામાં મદદ રૂપ થાય છે.  પૃથ્વીપર વસતો માનવી હાસ્ય અને આંસુ વચ્ચેનું લોલક છે. હાસ્ય  આપણા સ્વાસ્થ્ય માટે  ફાયદાકારક  હોય છે.  વિશ્વભરમાં ઓક્ટોબર ના પ્રથમ શુક્રવારે વિશ્વ હાસ્ય દિવસની  ઉજવણી કરાય છે , અને તેમાં  વિશ્વના મોટાભાગના  દેશો જોડાય છે.

વિશ્વ હાસ્ય દિવસનો ઈતિહાસ  જોઈએ તો આપણાં   દેશમાં 10 મે 1998ના રોજ મુંબઈ ખાતે એક વૈશ્ર્વિક હાસ્ય સંમેલન યોજાયેલ અને ત્યારથી   આ દિવસ ઉજવવો એવું નકકી કરાયું હતુ. આ દિવસની ઉજવણીમાં એક ભારતીય ડો. મદન કટારીયાએ રચના કરી હતી. તેઓનું એક વાકય ખૂબજ જાણીતું છે. જેમાં તેમણે કહ્યું હ તુ કે ‘મે કોઈને હાસ્યથી મરતા જોવા નથી, પણ હું એવા લાખો લોકોને  જાણું છુ જેઓ હસતા ન હોવાને કારણે મરી રહ્યા છે. માનવ જાતી પાસે માત્ર એક જ અસરકારક શસ્ત્ર છે અને તે છે હાસ્ય , આ શબ્દો માર્ક ટવેઈનના છે. હોઠ પર સ્મિત શરૂ થાય તે આપણી આંખોમાં  સ્મિત  ફેલાઈને પેટમાંથી   હાસ્ય ઉડાડે છે.હાસ્ય દિવસ હસવાના મૂલ્ય અને તેની ઉપચારની અસરો પર ભાર મૂકે છે. આજે તો  શહેરો કે ગામમાં ઘણી લાફીંગ કલબો ખુલી ગઈ છે. જેમા બાળથી મોટેરા ખડકડાટ હસતા જોવા મળે છે.  હાસ્ય સ્ટ્રેસ હોર્મોન  કોર્ટિસોલને ઘટાડવામાં મદદ કરતું હોવાથી આપણે તણાવમાંથી મૂકત થતાં જોવા મળે છે. આ કોર્ટિસોલનું સ્તર ઉંચુ જાયતો ઘણી બિમારીઓ થતી હોવાનું જાણવા મળ્યું છે , ત્યારે રોગોથી બચવા પણ સતત હસતા રહેવુ જરૂરી છે.

હાસ્ય  વજન ઘટાડતુ હોવાની સાથે તે આપણા શરીરની કેલરી પણ બાળે છે. એકવાર  હસવાથી  જો શરીરને ફાયદો મળતો હોય તો સતત હસતા રહેવાથી ઘણો ફાયદો થાય છે.  હસતા ચહેરાઓનું આયુષ્ય લાંબુ હોય છે. હસવાથી  તમારા ચહેરાના  મુખ્ય સ્નાયુઓ વર્ક કરવા લાગે છે.આપણે ચા-કોફી પીને  કેવા ઉત્સાહિત  થઈ જાય છીએ. તેવી જ રીતે   હાસ્યથી  શરીરમાં  ઉર્જાનો  વધારો થાય છે.  આ વર્ષની થીમ  ’દયાનું કાર્ય કરો ,એક વ્યક્તિને હસવામાં મદદ કરો’  થીમ ઉપર આજે વિશ્વભરમાં   કાર્યક્રમો યોજાયા છે. આજે સોશિયલ  મીડિયા ઉપર વિવિધ   વીડીયો    જોઈને આપણને હસવું   આવી જાય છે,  તેવી જ રીતે જીવનમાં સતત હસતા રહેવાથી જીવનમાં સૌથી વધુ  ખુશી મળે છે.

જીવન જીવવા  જેમ શરીરને   ઓકિસજનની  જરૂર પડે તેવી જ રીતે  હાસ્ય પણ જીવનને ટકાવવા જરૂરી છે.હસવાથી મગજ એન્ડોર્ફિન છોડે છે જે વ્યકિતને  ખુશ કરે છે.  મુંબઈ ખાતે   વિશ્વની પ્રથમ હાસ્ય  દિવસ સભામાં વિશ્વભરનાં કુલ 12 હજાર લોકો જોડાયા હતા. બીજાુ સંમેલન 2000ની સાલમાં ડેનમાર્કનાં કોપનહેગનમાં યોજાયું જેમાં 10 હજાર લોકો જોડાયા હતા. અને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.  હાસ્યનો ઈતિહાસ ખુબજ રસપ્રદ છે, તેની ઉત્પતિ 10 મિલિયન વર્ષો પહેલા શોધી શકાય છે. હાસ્ય ઉચ્ચ પીડા, સહિષ્ણુતા અને સામાજીક દરજજા સાથે જોડાયેલું છે.

હાસ્યનું પ્રાથમિક કાર્ય પહેલા ઉંડા સામાજીક બંધનો બનાવવા માટે હતુ. જેમ જેમ આપણા પ્રાચિન પૂર્વજો એ સામાજીક માળખામાં જીવન જીવવું શરૂ કર્યું તેમ તેમ સંબંધોની ગુણવતા અને ટકી રહેવા માટે હાસ્ય નિર્ણાયક બનતું  ગયું. મેસોડોનિયાના રાજા ફિલિપે રમુજ ટુચકાઓની બુક લખવાની વાત કરી હોવાનો પૌરાણિક  પુસ્તકોમાં ઉલ્લેખ જોવા મળે છે.339 થી  336 બીસીમરાં  જોકસનું સૌથી જુનુ પુસ્તક લખાયું , ચોથી સદીમાં  લગભગ આજથી 16 હજાર વર્ષ પહેલા  વિશ્વના સૌથી જુના હયાત પુસ્તક ફિલોગેલોસમાં 265 જોકસ લખેલા છે. હાસ્યમાં  બધાદર્દો મટાડવાની તાકાત છુપાયેલી છે .હાસ્યને  ખુશી-આનંદ સાથે સીધો સંબંધ હોવાથી આવી દરકે પળે માનવી જરૂરથી હસવા લાગે છે.  ઘણા વીડિયો કોમેડી ફિલ્મો પણ બની છે , જે જોવાથી આપણે ખડખડાટ હસવા લાગીએ છીએ. આજે પણ ચાર્લી ચેપ્લીનની ફિલ્મો, મીસ્ટર બીન જેવી ફિલ્મો કે ફની વીડીયો બાળથી મોટેરા જોઈને મનોરંજન માણે છે. હસવાથી તમારી પીડામાં રાહત મળે છે. તેવું સંશોધનમાં જાણવા મળ્યું છે.

હાસ્યથી શરીરના ટી-સેલ્સ વધે !

હાસ્ય શરીરના ટી-સેલ્સને બુસ્ટર કરે છે, અને તમારી રોગ પ્રતિકારક શકિત વધારે છે. જયારે તમો હસો છો ત્યારે ટી સેલ્સ જીવંત  થાય , અને તમને તમારી બીમારી સામે લડવામાં મદદ કરે છે. સ્મિત તમારી કાર્ડિયાક હેલ્થમાં પણ સુધારો કરે છે. શરીરની કેલરી બાળવામાં પણ તે મદદરૂપ થાય છે. જયારે તમો હસો છો ત્યારે તમારા પેટના સ્નાયુઓ વિસ્તરવા અને સંકોચવાને કારણે  શરીરની  ચરબી ઘટાડવામાં મદદ મળે છે. સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર  ઘટાડવા માટે હાસ્ય જેવી એક પણ અકિસર દવા નથી. હસવાથી તમારૂ બ્લડ પ્રેશર પણ ઓછુ થાય છે. હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડી શકાય છે.

રોજ મુક્ત મને હસવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે !

હસવાના ઘણા ફાયદાઓમાં દર્દમાંથી રાહત, પીઠના દુખાવા માથી રાહત ,ઉપરાંત રોજ મુક્ત મને હસવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. હસે તેનું ઘર વશે એ કહેવત સાચી જ છે. પ્રતિકારક શક્તિ વધારવા, સારી ઊંઘ અને ડિપ્રેશનમાં સ્માઈલ અક્સિર ટોનિક જેવું કામ કરે છે. હસવાથી રક્ત નળીનું કાર્ય સુધરે છે. આજના યુગમાં ઘણા ડોક્ટરો લાફિંગ થેરાપીથી રોગમાં રાહત સારવાર આપે છે. સૌથી અગત્યની બાબત એ છે કે હસતો ચહેરો રાખવાથી વૃદ્ધત્વ અટકે છે. હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. સ્નાયુઓને આરામ અને વજન ઘટાડવામાં પણ સ્માઇલિંગ ચહેરો દવા જેવું કામ કરે છે. હસવાથી મતભેદ  દૂર થાય અને સામાજિક સંબંધો મજબૂત બને છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.