Abtak Media Google News

Table of Contents

પ્લેનમાં હવાઈ સફણકરવાનાં રામેાંચ અનેરો હોય છે, ઘણાને પ્લેન ટેકઓફ  કે લેન્ડિંગ   થાય ત્યારે   ડર લાગતો હોય છે.એરપોર્ટ સંચાલનની વિવિધ વાતો,તેની વ્યવસ્થા, સુરક્ષા બાબતે ઘણી માહિતી  આપણને ખબર હોતી નથી આપણે  બે કલાક અગાઉ  ચેકિંગ ટાઈમે પહોચીને  બધી કાર્યવાહીમાંથી પસાર થઈને ફલાઈટમાં  સફણ કરતાં હોય છીએ.એરપોર્ટ ઉપર આવતા પ્લેના ઉતરાણ-ચઢાણ બાબતેએક  શ્રેષ્ઠ   વ્યવસ્થા કાર્યરત હોય છે. ખાલી પ્લેનનાં સ્ટે માટે પણ અલાયદી વ્યવસ્થા રાખી હોય છે. એરપોર્ટ આસપાસનું વાતાવરણ, ભૂપ્રદેશ,  તેનોરનવે વિગેરેનું આયોજન શ્રેષ્ઠ હોવાથી અકસ્માત થવાનો ભય નહિવત હોય છે. વિશ્વની  સૌથી મોટી  અર્થ વ્યવસ્થા વાળા આપણાં દેશ ભારતમાં ઘણા એરપોર્ટ ખુબજ વ્યવસ્ત હોય છે.  એરપોર્ટમાં  ડોમેસ્ટિક અને  ઈન્ટરનેશનલ એમ બે વિભાગ હોય છે.

વિશ્વભરનાં  ઘણા એરપોર્ટ  તેના ટેકઓફ અને લેન્ડિંગના ટુકા એરીયા સાથે આસપાસનાં ભૂપ્રદેશ, પહાડો, જળાશયો સહિતના વિવિધ કારણે જોખમી બને છે: આપણાં દેશમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ જેવા એરપોર્ટ ખુબજ વ્યસ્ત એરપોર્ટ ગણશય છે

ઉંચા પર્વતો ઉપર આવેલા ટુંકા રનવેથી લઈને ઉંડા  સમુદ્રના પાણીથી ઘેરાયેલા એરપોર્ટ પર ઉતરવા અને ઉડવાની તકલીફને કારણે ડરામણા છે: પાયલોટને પર્વતમાં કોતરવામાં આવેલા રન વે કે સાંકડી ખીણમાંથી દેખાતા  રનવે પર ઉતરાણ કરવું ઘણું કઠીન છે

કોઝિકોડ એરપોર્ટ,કેરળ, સિમલા એરપોર્ટ, જમ્મુ એરપોર્ટ, કુલ્લુ-મનાલી એરપોર્ટ અને લક્ષદીપ એરપોર્ટ પ્લેન ટેકઓફ અને લેન્ડિંગ માટે મુશ્કેલી ભર્યા છે: સાઉદી અરેબીયાના દમ્મામાં આવેલ એરપોર્ટ 300 ચોરસમાઈલનું વિશ્વનું  સૌથી મોટું એરપોર્ટ

વિશ્વના ઘણા એરપોર્ટ તેના આસપાસનાં ભૂપ્રદેશ અને  પહાડો,  ખીણો,  જળાશયોને  કારણે ટેક ઓફ અને લેન્ડિંગ   જેવી અગત્યની   બાબતોમાં જોખમી   ગણાય છે.

બસ રેલવે ન જઈ શકે ત્યાં હવાઈ  મુસાફરી  સુગમતા વાળી હોવાથી લોકોની તે પ્રથમ પસંદગી છે. આજે આ લેખમાં વિશ્વના ખતરનાક એરપોર્ટ  વિશેે વાત કરવી છે.

સફેદ બરફની ચાદર જેવા એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડિંગ કે ટેકઓફ થાય ત્યારે નજારો આકર્ષક લાગતોહોય છે,તો  પર્વતોમાંથી કોતરીને બનાવેલો રનવે સાંકડી ખીણા વચ્ચેથી પ્લેન ઉતરે કે ચડે ત્યારે  મુસાફરના શ્ર્વાસ થંભી જતાં હોય છે. કેટલાક એરપોર્ટ વારંવાર   ખરાબ હવામાન, ઉંચી ઉંચાઈને કારણે અસુરક્ષીત હોય છે.

આ છે, વિશ્વના સૌથી  ખતરનાક  એરપોર્ટ લુકલા એરપોર્ટ (તેનઝિંગ હિલેરી એરપોર્ટ) નેપાળ

માઉન્ટ એવરેસ્ટ હાઈટના પ્રારંભિક બિંદુ તરીકે સેવા આપતાં  આ એરપોર્ટ  તેના લેન્ડિંગ અને ટેક ઓફ સાથે તે છેલ્લા 20 વ ર્ષથી જોખમી એરપોર્ટના   ક્રમાંકમાં પ્રથમ સ્થાને  આવે છે.અહી વારંવાર  ખરાબ હવામાન અને વાદળ છાયુ  હવામાન હોવાથી પાયલોટની કસોટી થાય છે. એવરેસ્ટ પર ચડતા પહેલા  આ એરપોર્ટ અંતિમ   પડાવ છે. ઉતરાણ કરે, કે ચઢાણ   વખતે પ્લેનને સતત ચાલુ જ રાખવું પડે છે. આ એરપોર્ટ દરેક જોખમનો સામનો કરે છે. પવર્ત માળા ઉપર હોવાથી પ્લેન ને ધીમુ પાડવામાં પણ મુશ્કેલી થાય છે. પહેલા લુકલા અને હવે તેનું  તેનુ મિંગ હિલેરી એરપોર્ટ રાખેલ છે.

બારા ઈન્ટરનેશનલ એરપોર્ટ સ્ક્ોટલેન્ડ

સ્કોટલેન્ડમાં બારા દ્વિપના ઉતરીય છે ડે આવેલું  આ એરપોર્ટ તેનુ ટુંકા રનવેથી જાણીતું છે. તે વિશ્વનું એકમાત્ર એરપોર્ટ છે,   જે બીચનો રનવે  તરીકે ઉપયોંગ  કરે છે,ૈઅહી ત્રણ રનવે છે, પણ બધાજ ભરતી  વખતેડુબી  જાય છે.  ભારે પવનો અને ભરતીનાં સમયેકે રાત્રીનાં સમયે આ એરપોર્ટનો ઉપયોગ કરી શકાતો નથી.

ટોનકોન્ટિન ઈન્ટરનેશનલ એરપોર્ટ-હોન્ડુરાસ

વિશ્વનું બીજા નંબરનું વ્યસ્ત  એરપોર્ટ તેના પર્વતીય ભૂપ્રદેશથી ઘેરાયેલું છે. પાયલોટસ માટે નેવીગેટ કરવા માટે વિશ્વનુ સૌથી મુશ્કેલ એરપોર્ટમાનું એક છે. રનવે છેતરામણો અને મુશ્કેલ નેવીગેશનથી ભરેલો છે,ટુંકો રને  પ્રતિકુળ   હવામાનમાં  જીવલેણ બની શકે છે.

પ્રિન્સેસ જુલિયાના ઈન્ટરનેશનલ એરપોર્ટ-સેન્ટમાર્ટીન, કેરેબિયન ટાપુઓ

આ એરપોર્ટ માર્ટિન ટાપુ પરનું  પ્રાથમિક  પરિવહન કેન્દ્ર છે,  નાના ટાપુઓ માટે મુખ્ય આઉટલેટ તરીકે પણ  સેવા આપે છે. તેના ટુકા રનવે કારણે ચિંતાનું કારણ હોવા છતાં, વ્યસ્ત એરપોર્ટ છે. નજીકનાં   ભીડવાલા બીચ ઉપરથી પ્લેન પસાર  થાય ત્યારે લોકોનું  આકર્ષણ બને છે. જેટએન્જિનનો તીવ્ર અવાજ બીચ પર રેલાય જાય છે.

પારો એરપોર્ટ -ભૂતાન

હિમાલયમા ભૂતાનમાં પારો નદીના કિનારે ઉંડી ખીણમાં આવેલું   છે તે ઘણા પર્વતીય  શિખરોથી   ઘેરાયેલું છે. આ વિસ્તારઅત્યંંત  ક્રોસ વિન્ડ હોવાથી વિમાનને માર્ગદર્શન આપવા કોઈ  રડાર નથી ઉંચી ઉંચાઈ અને  કઠોર ભૂ પ્રદેશ હોવાથી મુશ્કેલ અને ખતરનાક  છે. આ એરપોર્ટ પર ઉતરાણ કરવા માત્ર આઠ પાયલોટ પ્રમાણીત છે.

કૌર્ચેવેલ એરપોર્ટ-ફ્રાન્સ

આ એરપોર્ટનો રનવે માત્ર 1662 ફૂટનો  અત્યંત ટુકો છે. તે  મોટા પહાડો  વચ્ચે ઘેરાયેલો છે. અહી માત્ર નાના વિમાનો ઉતરી શકે તેવી વ્યવસ્થા છે. ત્યાં કોઈ  લેન્ડિંગ  પ્રક્રિયાઓકે  સાધનો નથી, રનવે ઉપરની તરફ ઢોળાય છે, જેના પર ઉતરવું જોખમકારણક  છે પ્રતિકુળ  હવામાનમાં તે પાયલોટને  દેખાતુ પણ ન હોવાથી સમસ્યા વધી જાય છે.

કંસાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ-જાપાન

આ એરપોર્ટ જાપાનના ગ્રેટરઓસાકા નજીકનું મુખ્ય  એરપોર્ટ છે, તે  ઓસાકા  ખાડીમાં એક કૃત્રિમ ટાપુપર આવેલું છે. એટલે કે  તેની રનવે પટ્ટી પણ ઘેરાયેલી છે. આ એરપોર્ટ કુદરતી  આફતો,ચક્રવાત, ધરતીકંપ વખતે સંવેદનશીલ બનાવે છે. કયારેક તો  દરિયાની સપાટી વધવાને કારણે એરપોર્ટ સંપૂર્ણ ડુબી જવાનો ભય લાગે છે.

જી બ્રાલ્ટર ઈન્ટરનેશનલ એરપોર્ટ-બ્રિટીશ ઓવરસીઝ ટેરિટંરી

બ્રિટીશ વિદેશી  પ્રદેશમાં  સ્થિત   એરપોર્ટનો રનવે  એક જુદો જ છે, કારણ કે તે વિસ્તારના મુખ્ય રસ્તાઓમાંથી તે રનવેને છેદે છે,એટલે કે જયારે પ્લેન ઉડે ત્યારે લોકોએ શેરીપાર કરવા રાહ જોવી પડે છે. વાહન હિલચાલને  નિયંત્રિત  કરવા ટ્રાફીક સિગ્નલ  પણ છે. રન વે આવી સિસ્ટમમાં વિશ્વમાં એકમાત્ર આ  એરપોર્ટ ઉપર છે, ગાડી માટે જેમ ફાટક હોય તેમ રનવેમાં પણ ફાટક પ્રથાને  કારણે તેવિશ્વમાં  જોખમી  એરપોર્ટના 8માં ક્રમે આવે છે.

સ્વાલબાર્ડ એરપોર્ટ-નોર્વે

આ નોર્વેજીયન એરપોર્ટ વિશ્વના સૌથી ઉંચા સ્થળે આવેલું એરપોર્ટ છે,  અને ખાસ વાત એ છે કે,તેનો રનવે બરફ પર બનેલો છે, જેને કારણે તે વિશ્વનું સૌથી ખતરનાક એરપોર્ટ ગણાય છે, ઉંચા પહાડો  પર આવેલ   એરપોર્ટ  નિયમિત પણે ખરાબ હવામાનનો સામનો કરતું જોવા   મળે છે,  આ એરપોર્ટ નોર્વેના ઈતિહાસમાં સૌથી  ખરાબ પ્લેન ક્રેસ કે અકસ્માતનું સ્થળ પર ગણાતું હતુ.

જુઆન્ચો ઈ-વરૌસ્કોન એરપોર્ટ-સાબા, ડચ  કેરેબિયન આઈલેન્ડ

દુનિયાના  એરપોર્ટમાંથી સૌથી નાનો 1312 ફૂટનો રનવે ધરાવતું  એરપોર્ટ ટાપુ પર આવેલું છે. રનવેનાં બંને છેડે ખડકો પર પડતા  હોવાથી જે સમુદ્રને માર્ગ આપે છે.અહી મોટા એરક્રાફટને લેન્ડિંગની મંજુરી નથી ઘણીવાર નાના વિમાનો પણ લેન્ડિંગ વખતે મુશ્કેલીઉભી  થતા પ્લેન દરિયામાં સમાઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.