Abtak Media Google News

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા  પુસ્તક પરબમાં શો મસ્ટ ગો ઓનની ભાવયાત્રા કરાવાય

સામાજિક ઉત્તરદાયિત્વ સો કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા પુસ્તક પરબ ચાલી રહ્યું છે. તેનાં મણકામાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર, લેખક અને પ્રિ. શાહબુદીન રાઠોડનું પુસ્તક ‘શો મસ્ટ ગો ઓન’ની ભાવયાત્રા તેમનાં જ દ્વારા બેન્કની રાજકોટની હેડ ઓફિસ ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’માં ખીચોખીચ ભરાયેલ ઓડીટોરીયમમાં રજુ કરવામાં આવી.

Advertisement

શાહબુદીન રાઠોડેના વક્તવ્યની એક ઝલક, ‘સરળતા શ્રેષ્ઠતમ હોય છે. ‘શો મસ્ટ ગો ઓન’માં હાસ્ય છે, ફિલસોફી છે.  આધ્યાત્મ છે. તેમાં વિન્સેટ ચર્ચીલ, માર્ક ટ્વેઇન વિશે લખ્યું છે. કલાકારનાં જીવનમાં એક મંત્ર હોય છે, ‘શો મસ્ટ ગો ઓન’. હ્યુમર એટલે તમારી જાતને હાસ્યાસ્પદ દર્શાવી રમુજ રજુ કરી શકો છો. અપેક્ષા દુ:ખો સર્જે છે. ખડખડાટ હસોને ત્યારે વિચાર બંધ ઇ જાય છે. ક‚ણતાની ચરમ સીમાએ હાસ્ય નિષ્પન થાય. જે છે તેની અવગણના અને જે ની તેની ઝંખના એ દુ:ખોનું મૂળ છે. જીવનમાં ચાર વાત હંમેશા યાદ રાખો, ખડખડાટ હસો, તમો હસી ન શકતાં હો તો બીજાને હસાવો, કઠોર પરિશ્રમ કરો અને જીવનમાં કોઇ એક ધૂન કેળવો. માણસ ભૂતકાળની ભૂલો માટે પશ્ર્વાતાપ કરે છે અવા તો ભવિષ્યની ચિંતામાં જીવે છે વર્તમાનમાં કોઇ જ જીવતું ની. ’

આ પુસ્તક પરબમાં નલિનભાઇ વસા , જીવણભાઇ પટેલ, જ્યોતીન્દ્રભાઇ મહેતા, ટપુભાઇ લીંબાસીયા, ડાયાભાઇ ડેલાવાળા, અર્જુનભાઇ શિંગાળા, ગીરિશભાઇ દેવળીયા, જીમ્મીભાઇ દક્ષીણી,  દિપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, કિર્તીદાબેન જાદવ, રાજશ્રીબેન જાની, ઘનશ્યામભાઇ ઢોલરીયા, હરકિશનભાઇ ભટ્ટ, વિનોદ શર્મા , વિવિધ શાખા વિકાસ સમિતિનાં ક્ધવીનર, સહ-ક્ધવીનર, સદસ્યો, ડેલીગેટ, આમંત્રિતો-નાગરિક પરિવારજનો ઉપસ્તિ રહ્યા હતા.  આ તકે શાહબુદીન રાઠોડનું પુસ્તક-ખાદીનો રૂમાલ અને સ્મૃતિ ભેટ આપી જીવણભાઇ પટેલ અને ઘનશ્યામભાઇ ઢોલરીયાએ સન્માન ર્ક્યું હતું.

ભરતભાઇ કાપડીઆએ પ્રાસંગિક માહિતી આપી હતી. કાર્યક્રમનું સરળ-સફળ સંચાલન સ્નેહલ તન્નાએ કરેલું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.