Abtak Media Google News

રાજકોટ આરઆરસેલની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હરિયાણાથી આવેલો દારૂ ઝડપી લીધો : ચૂંટણીના માહોલમાં દારૂ ભરેલો ટ્રક આટલી બધી ચેક પોસ્ટ વટાવી મોરબી જિલ્લાની હદ સુધી કેમ પોહચ્યો ??

વાંકાનેર પાસેથી રાજકોટ આરઆરસેલની ટીમે બાતમીના આધારે આખો દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો છે. અને આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બુટલેગરો સામે ગુન્હો નોંધાવ્યો છે. ત્યારે ચૂંટણીના માહોલ માં દરેક જિલ્લાની બોડરે ચેક પોસ્ટ ઉભી કરી હોવા છતાં દારૂ ભરેલો આખો ટ્રક મોરબી જિલ્લા સુધી પોહચી જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની સામન્ય ચુંટણી ૨૦૧૭ની જાહેરાત કરી આચારસહીતાની અમલ વારી શરૂ કરી હોય જે અનુશંધાને શ્રી ડી એન પટેલ નાયબ પોલીસ મહાનિરીક્ષકથી રાજકોટ રેન્જ રાજકોટનાઓએ આર આર સેલના પો.સ.ઈ શ્રી ક્રૂણાલ પટેલનાઓને કડક હાથે કામ લેવા તથા આચરસહીતાનો ચુસ્ત પણે અમલ કરાવવા સુચના કરેલ હોય જે અન્વયે પો.સ.ઈ શ્રીને હકીકત મળેલ કે વાંકાનેર બાઉન્ડ્રી નજીક રાજકોટ હાઈ-વે ઉપર હરીયાણા પાર્સિંગના ટ્રકમાં ઈગ્લીશ દારૂનો મોટો જથ્થો ભરી નિકળનાર હોય તૂર્ત જ વાંકાનેર બાઉન્ટ્રી ખાતે આર આર સેલની ટીમ પોહચીને વોચ રાખતા હરીયાણા પાર્સીંગની ટ્રકનંબર ટ્રક પસાર થતા તેને રોકી ચેક કરતા કાળા કલરના પીવીસી પાઈપની નિંચે મોટા પ્રમાણમા ઈગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેમાં ઈગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની ઈગ્લીશ દારૂની બોટલ નંગ- ૧૦૨૯૬ જેની કિંમત રૂ.૩૭,૧૮,૮૦૦ તથા બીયર ટીન નંગ- ૧૪૪૦ જેની કિંમત રૂ.૧,૪૪,૦૦૦ તેમજ મોબાઈલ-૩ અને ટ્રક મળી કુલ રૂ.૫૩,૮૧,૮૦૦ નો મુદામાલ કબજે કરી ટ્રક ડ્રાઈવર ભાગવાનસંગ નંદરામ સહાર રહે. જજર(હરીયાણા) તેમજ કલીનર ધર્મેન્દ્ર ઓમપાલજી સેરવાની રહે. બઢેડા (હરીયાણા) વાળાની અટક કરી ધારણોસરની કર્યવાહી હાથ ધરી હતી. જ્યારે દારૂ ક્યા લઈ જવાનૂ કહેતા આરોપીના જણાવ્યા મુજબ રાજકોટના અલ્તાફ ઉર્ફે છ આંગણી વાળાને આપવાનુ જણાવ્યુ હતુ અને દિલ્હીના જોગીન્દર યાદવે તથા કાળુ યાદવના નામના માણસોએ આ દારૂ ભરી આપેલ છે તેમ જણાવતા તમામ વિરૂધ્ધ વાંકાનેર પોલીસ સ્ટેસ્નમાં ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.