Abtak Media Google News

તબીબોએ પણ કહી દીધું કે હવે નહીં બચે ને પત્નીએ ૩ કલાક મુલાકાત કરી ને…

કોરોના સામે પત્ની પ્રેમ જીત્યો

પ્રેમ એ અદભૂત છે. પ્રેમ એ માનવીને જીવંત તો બનાવે જ છે અને મુશ્કેલીના સમયમાં મદદ કરે છે. પતિના જીવ માટે યમરાજા સામે પણ યુધ્ધે ચડેલી પત્નીની વાત આપણે જાણીએ છીએ ત્યારે તેના જેવી જ એક ઘટના અમેરિકામાં બની છે. જેમાં હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રહેલા કોરોનાગ્રસ્ત પતિ સાથે પત્નીએ ત્રણ કલાક મુલાકાત કરીને થયો ચમત્કાર પત્નીની મુલાકાતથી પતિને બળ મળ્યું અને કોરોનાના મુખમાંથી પાછો ફર્યાનો કિસ્સો બહાર આવ્યો છે. આકિસ્સાથી તબીબો પર આશ્ર્ચર્યચકિત થઈ ગયા છે આ કિસ્સાપરથી કહી શકાય કે પ્રેમ હોય તો મોત સામે પણ જીતી શકાય છે.

અમેરિકામાં મૈસાયુસેપ્સમાં રહેતા ૪૯ વર્ષનાં જીમ બેલો વ્યસાયે વકીલ છે અને એથ્લેટીકસમાં ભાગ લેતા હતા તે તંદુરસ્ત હતા અને કોઈ બિમારી પણ ન હતી પણ કોરોનાને કારણે ગંભીર બિમાર બની ગયા હોસ્પિટલમાં દાકલ કરાયા તબીબોએ સારવાર શરૂ કરી સારવાર સફળ થતી ન હતી. તબીબોએ બેલોની પત્નીને કહી દીધું કે હવે તેના બચવાની શકયતા નથી અને મોત થવાની શકયતા વધુ છે.

બેલોને માર્ચની શરૂઆતમાં જ તેને સખત તાવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેમને ૩૨ દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા આ દરમિયાન તેમને ૯ દિવસ સુધી કૃત્રિમ શ્ર્વાસોશ્ર્વાસ પર રાખવામાં આવ્યા અને કૃત્રિમ શ્ર્વાસોશ્ર્વાસ મશીનના સહારે જીવતા રખાયા હતા. સારવાર કરતા ડો. એમી રૂબીને બેલોની પત્ની કીમને જણાવ્યું હતુ કે હવે બચવાની શકયતા ઓછી છે અને મૃત્યુ થવાની શકયતા બહુ વધુ છે.

બેલોના ફેફસા કામ કરતા બંધ થઈ ગયા છે. તબીબોએ ફેફસાનો એકસરે જોઈ કહ્યું કે અત્યાર સુધી અમે જેટલા એકસરે જોયા એમાં આવો ખરાબ એકસરે કયારેય જોયો નથી તબીબોએ કેટલીક પ્રયોગાત્મક દવાઓ પણ આપી જોઈ પણ તબીયત લથડતી જતી જોઈ તબીબોએ તેની પત્ની કીમને મળવા બોલાવી પત્ની કીમને લાગ્યુ કે પતિ સાથે લાંબી મુલાકાત કરશે તો તેની તબીયત સુધરી જશે પત્ની કીમ બેલોને કહી રહી હતી કે મારે તમારી બહુ જરૂર છે. તમારેલડવું જ પડશે તમે મને છોડીને જઈ નહી શકો.

તબીબોએ કીમને મળવા માટે માત્ર ૧૫ મિનિટ જ આપી હતી પણ તે પતિને ત્રણ કલાક મળી અને તેને સધિયારો

આપતી રહી તે કહેતી હું તમારો હાથ જાલી રહી છું તમારા માથા પર પ્રેમથી હાથ ફેરવું છઉં તમારે ‘જવાનું’ નથી.

પત્નીની ૩ કલાકની મુલાકાતના ત્રણ દિવસ બાદ તબીબોએ બેલોના ફેફસાના એકસરે પાડયો ને આશાનું કિરણ દેખાયું બાદમા બેલોની તબીયત સુધરતી ગઈ અને અંતે ૧૪ એપ્રિલ જીમ બેલોના વેન્ટીલેટર હટાવી દેવાયા પોતાની મેળે શ્ર્વાસ લેવા લાગ્યો અને સાજો થઈ જતા ઘરે પણ જતો રહ્યો આમ પત્ની સાથેની મુલાકાતે તેનામાં પ્રાણ પૂર્યો ને કોરોના (મોત) સાથે ઝઝૂમી બહાર આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.