Abtak Media Google News

આજકાલ મોટાભાગના લોકો Instagram યુઝ કરતા હોય છે. જો કે કેટલાક લોકોને તો સવારથી રાત સુધીમાં એટલે કે, આખો દિવસ શું કર્યુ તેના ફોટા પાડીને પણ ઇનસ્ટા પર મુકવાની આદત હોય છે. પરંતુ ઇન્સ્ટાના કેટલાક એવા રાઝ છે, જે મોટાભાગના લોકો જાણતા નથી. આમ, જો તમે પણ આમાંના એક છો તો વાંચી લો ઇન્સ્ટા સાથે જોડાયેલી આ કેટલીક બાબતો વિશે, જે જાણીને તમને પણ નવાઇ લાગશે.

1) ઇન્સ્ટા પર દરરોજના લગભગ 40 કરોડ યુઝર્સ એક્ટિવ રહેતા હોય છે.

2) ઇન્સ્ટા પર 68% ફિમેલ યુઝર્સ છે.

3) આંકડાઓ અનુસાર ઇન્સ્ટા પર દરરોજ લગભગ 9.5 કરોડ તસવીરો શેર થાય છે.

4) ઇન્સ્ટા પર #Love, #Instagood, #Me #Cute, and #Follow સૌથી પોપ્યુલર હેશટેગ છે.

5) બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની તુલનામાં ઇન્સ્ટા પર અપલોડ કરેલા વીડિયો જોનારા લોકોની સંખ્યા બમણી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.