Abtak Media Google News

જાબુથાળા નેશમાં પહોચેલા મામલતદારને અમીનાબેન માથે હાથ મૂકી કહ્યું, આલા-તાલા સૌનું ભલુ કરે

મેંદરડાથી ઇટાળી થઇ ગીર જંગલના ડેડકડી વિસ્તારમાં પ્રવેશતા પાંચેક કિલોમીટરના અંતરે જંગલની વચ્ચે જાંબુથાળા નેશ વિસ્તાર આવેલ છે. અહીં રહેતા અમીનાબેનેનાં જણાવ્યા અનુસાર તાઉ-તે વાવાઝોડામાં મારા આંગણામાં સાવજ આવીને બેસી ગયો હતો. એકવાર હાકલા પડકારા કરી દુર કર્યો ફરી આવી ગયો અને જતો રહ્યો હતો. પણ અમે તો જંગલ અને જાનવરોથી ટેવાઇ ગયેલા છીએ, એટલે સાવજની બીક બહુ લાગે નહિ.

બાદમાં અમીનાબેને જણાવ્યું હતું કે, આજે અમારા નેશમાં સરકારે સાહેબોને સહાય આપવા મોકલ્યા છે. ત્યારે અમને રોકડ સહાય મળવાનો આનંદ છે. અમીનાબેન એમનો આનંદ વ્યક્ત કરતા મેંદરડા મામલતદાર ફાતેમાબેન માંકડાના માથા પર હાથ મુકી આશીર્વાદ આપતા કહ્યું કે, અલા-તાલ સૌનુ ભલુ કરે તાઉ-તે વાવાઝોડુ જતુ રહ્યું એમ બધા સંકટમાંથી આપણે સૌ હેમખેમ પાર ઉતરીશુ.

જાંબુથાળામાં ૪૩ કુટુંબો છે. જેમને ૭ દિવસની રોકડ સહાય ચુકવવામાં આવી છે. પુખ્ત વ્યક્તિ ને સાત દિવસના ૭૦૦ અને બાળકો માટે  સાત દિવસમાં રૂા.૪૨૦ મુજબ જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.એસ.મંડોતની ઉપસ્થિતિમાં રોકડ સહાય ચુકવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.