Abtak Media Google News

ગીરનો સિંહ દુનિયાભરનાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે દેશ વિદેશથી પ્રવાસીઓ સિંહને જાવા આવતા રહે છે. ગીરમાં સિંહ દર્શન એક લાહવો છે ત્યારે આપણો સિંહ સચવાય અને સતત તેનું સંવર્ધન થાય તે મહત્વનું છે. આ ઋતુ સિંહોના સંવનનકાળ તરીકે હોવાથી આજથી એટલે કે 16 જૂથથી 15 ઓકટોબર સુધી સિંહોનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. સાસણગીરમાં આગામી ચાર મહિના સિંહ દર્શન બંધ રહેશે. જા કે દેવળિયા પાર્ક અને આંબરડી પાર્ક ખુલ્લા રહેશે. જ્યાં પ્રવાસીઓ સિંહ દર્શનનો લાભ લઈ શકે છે.રાજ્યમાં એક તરફ શાળાઓમાં વેકેશન પૂરું થતા શાળાઓમાં શિક્ષણકાર્ય શરુ થઈ ગયું છે. તો બીજી તરફ સિંહોનું વેકેશન શરુ થયું છે. જેથી આજથી ચાર માસ સુધી ગીરમાં અભ્યારણ્ય વિસ્તારમાં સિંહ દર્શન બંધ રહેશે.

માત્ર દેવળિયા અને આંબરડીપા ખુલ્લા રહેશે. એશિયાટિક સિહોના એકમાત્ર નિવાસ સ્થાન ગણાતા ગીર નેશનલ પાર્કમાં આવતીકાલ 16 જુન થી 15 ઓકટોમ્બર સુધી ચાર મહિના સુધી પ્રવાસીઓ સિંહના દર્શન કરી શકશે નહી. આ સિંહોનો મેટિંગ સમય હોવાથી આ ચાર મહિના સુધી સિંહોનું વેકેશન રહે છે.

આ દરમિયાન પ્રવાસીઓ માટે દેવળિયા પાર્ક અને આંબરડી પાર્ક ખુલ્લું રહે છે. ચોમાસાની સિઝનમાં સિહ સહીત વન્ય જીવો માટે સંવનનકાળ હોવાથી વન્ય જીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન પડી જશે. ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે. ચોમાસાની સીઝન સિંહો, દીપડા, હરણ, સાબર. ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળે ચાલતો હોય છે. સિંહોના ચાર માસના વેકેશન દરમિયાન પ્રવાસીઓ માટે નો-એન્ટ્રી રહે છે, પરંતુ વન વિભાગની ટીમો આવા સમયે પણ જંગલમાં સિંહો પર દેખરેખ. મોનીટરીંગ રાખે છે. તેમજ રેસ્ક્યુ ટીમ પણ તૈનાત રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.