Abtak Media Google News

સારવાર્થે હોસ્પિટલ ખસેડાયા: સિંહણને પાંજરે પૂરવા માંગ

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખાતે ગતરાત્રિના સિંહણે બે  જવાનો પર હુમલો કર્યો  હતો. ઘવાયેલ  જવાનો ને રાજુલા ખાતે આવેલ કાશીબા હોસ્પિટલ  સારવાર હેઠળ ખસેડાયા હતા

જાફરાબાદ પોલીસ સ્ટેશન માં એસઆરડી જવાન માં ફરજ બજાવતા રાજુભાઈ શિયાળ તથા રામજીભાઈ ભીમાભાઇ તથા રામજીભાઈ  ભીખાભાઈ નાઈટ ડ્યુટી પૂરી કરી પરત ફરી રહ્યા હતા તે વખતે બાબરકોટ નજીક સિહણે આ કર્મીઓ પર હુમલો કર્યો હતો પગના ભાગે હાથના ભાગે છાતી ના ભાગે દાંત અને નોર બેસાડી દીધા હતા. રાજુભાઈ અને રામજીભાઈ પર હુમલો થતાં ડર રાખ્યા વિના રામજીભાઈ એ  પોતાની પાસે ડ્યુટી સમયે સાથે રાખેલ લાકડી વડે સિંહણ ને ફટકારતા સિંહણ ભાગી છૂટી હતી બંને  કર્મીઓને રાજુલા કાશીબા હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવા માં આવેલ હતા. આ સમાચાર સાંભળતા ધારા સભ્ય અંબરીશ ડેર તથા જયેશ દવે એ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી.અને ધારાસભ્ય  ડેર દ્વારા એસ.આર.ડી જવાનોની હિંમત ને બિરદાવેલ હતી. અને તેઓ એ જણાવેલ કે  જો રામજીભાઈ દ્વારા હિંમત પૂર્વક લાકડી ઓ ફટકારી સિહણ ને ભગાડેલ ન હોત તો આ અકસ્માત ગંભીર અકસ્માત બની જાત, આ અંગે બાબરકોટ ગામના સરપંચ દ્વારા પણ સિંહો ના મુદ્દે વન વિભાગ તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરે અને ગ્રામ્ય વિસ્તાર માંથી સિંહોને દૂર ખસેડવા માં આવે તેવું જણાવેલ છે. વન વિભાગ દ્વારા એવું જણાવેલ છે કે રાત્રિના સમયે જાફરાબાદ થી બાબરકોટ કોઈએ મુસાફરી ન કરવી. ?

આમ કહેવાથી વનતંત્રએ છટકી ન જઇ શકે જ્યાં સુધી આ સિંહણ ને પાંજરે પુરવા માં નો આવે ત્યાં સુધી વનવિભાગ દ્વારા આ સિંહણ ઉપર ચાંપતી નજર રાખી ને વહેલી તકે સિંહણ ને પકડ વની કાર્યવાહી કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.