Abtak Media Google News

સી.સી.ટી.વી. કેમેરાઓ નાખવાનો ઉદ્ેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃતિઓ, દબાણો અટકાવવા માટે હતો પરંતુ આ સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને હેરાન-પરેશાન કરી અને ખૂબ જ મોટા સમાધાન શુલ્કના નામે મેમો આપીને ટ્રાફીક પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બંધારણીય અધિકારોનો ભંગ થાય તેવી અન્યાયી કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. જે અંગે વકીલ એશો. દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી.

શહેરીજનોએ દાવામાં પક્ષકાર તરીકે જોડાવવા એડવોકેટ કે.ડી. શાહની અપીલ

યુવા લોયર્સ એસો. ઇ-મેમાના પ્રશ્ને કાનૂન લડતનો જંગ શરૂ કર્યો

જે મુજબ રાજકોટના યુવા લોયર્સના ક્ધવીનર હેમાંશુ પારેખ, ક્ષત્રીય અગ્રણી અને એડવોકેટ ગીરીરાજસિંહ જાડેજા દ્વારા પોતાને મળેલ અલગ-અલગ ઇ-મેમો રદ્ કરવા માટે અદાલતમાં ફોજદારી રજીસ્ટ્રરે લઇ કમીશ્નર ઓફ પોલીસ રાજકોટ આસીસ્ટંટ કમીશ્નર ઓફ પોલીસ (ટ્રાફીક) અને કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટરના જવાબદાર અધિકારી નોટીસ કરી અદાલતમાં જવાબ રજૂ રાખવા માટે જણાવેલુ હતું. જેમાં એ.સી.પી. ટ્રાફીક દ્વારા અદાલતમાં હાજર થઇ સરકારી વકીલ મારફત જવાબ રજૂ રાખવામાં આવ્યો છે અને જે અંગે આગળ કોર્ટ કાર્યવાહી માટે અદાલતમાં કેસ પેન્ડીંગ છે.

પોલીસ દ્વારા માત્ર ને માત્ર રેવન્યુ એકઠી કરવાના એકમાત્ર હેતુથી જનતાને જે રીતે ટ્રાફીક નીયમન ભંગના ઓઠા હેઠળ ગેરકાયદે રીતે ઇ-મેમો, મોકલવામાં આવે છે તેને પડકારવાં ધારાશાસ્ત્રીઓ હેમાશું પારેખ અને ગીરીરાજસિંહ જાડેજાએ સીનીયર એડવોકેટ કે.ડી. શાહ અને સંજય શાહ મારફત સીનીયર સીવીલ જજની કોર્ટમાં આવા ઇ-મેમેો , ઇ-ચલણ, નોટીસની પ્રક્રિયાને ગેરકાયદેસર ઠેરવવાને માટે રી-પ્રેઝન્ટેટીવ સ્યુટ દાખલ કરેલો છે. સરદ હું દાવામાં શહેરની જનતાને વાદી પક્ષકાર તરીકે જોડવા માટે કે.ડી.શાહ દ્વારા આથી અપીલ કરવામાં આવેલી છે.

સદર હું દાવામાં યુવા લોયર્સ એશો.ના એડવોકેટો દ્વારા ઇ-મેમો, ઇ-ચલણની પ્રક્રિયા ગેરકાયદે ઠેરવવા કરાયેલી દાવાની વિગતો ધ્યાને લઇ અદાલત દ્વારા દાવાના પોલીસ કમિશ્નર, આસી.પો.કમી. (ટ્રાફીક) અને મ્યુ. કમિશ્નર, રાજકોટ વિગેરેને દાવાનો જવાબ આપવા અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરેલી છે.અરજદાર દ્વારા અદાલતમાં માંગણી કરવામાં આવેલી છે કે, આ કામના તંત્ર દ્વારા સી.સી.ટી.વી. સર્વેલન્સ કેમેરા દ્વારા ટ્રાફીક નિયમનના ભંગ બદલ ઇ-ચલણ કે ઇ-મેમો ઇસ્યુ કરવાની કોઇ સત્તા કે અધિકાર નથી કે તેના દ્વારા દંડ વસુલ કરવાની કોઇ સત્તા કે અધિકાર નથી. આજ દિવસ સુધીમાં ઇસ્યુ કરવામાં આવેલા ઇ-મેમો કે ઇ-ચલણ કાયદાકીય જોગવાઇ વગરના ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે, ટ્રાફીક નિયમન ભંગ બદલનો ગુન્હો સાબીત થયા વગર કોઇપણ પ્રકારના ઇ-મેમો કે ઇ-ચલણ ઇસ્યુ કરવા કોઇ સત્તા કે અધિકાર નથી તેવું ઠરાવી આપવા સહિતની દાદ માંગવામાં આવેલી હતી.

આ કાનૂની કામગીરી માટે યુવા લોયર્સની સીનીયર-જુનીયર એડવોકેટની ટીમ પ્રમુખ-કિરીટ નકુમના માર્ગદર્શન નીચે સતત કાર્યશીલ છે. રાજકોટ શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, ઇ-મેમો, સંદર્ભે દાખલ કરવામાં આવેલ દાવામાં જો કોઇ વ્યક્તિવાદી-પક્ષકાર તરીકે જોડાવા માંગતા હોય તો તેઓ એડવોકેટ – કે.ડી. શાહ મો. 94272 20973 અને એડવોકેટ – સંજય શાહ મો.નં.94264 60403નો સંપર્ક કરવો અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.