પ્રેમ સંબંધમાં યુવકને છરીના અસંખ્ય ઘા ઝીંકી સરાજાહેર હત્યા, લોકો વીડિયો ઉતારવામાં મસ્ત રહ્યા

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

વઢવાણ ખારવા રોડ પર આવેલા ખાટકી વાડમાં રહેતો શાહરૂખ ઉર્ફ સ્ટાર એહમદભાઇ બાબીયા રિક્ષા ચલાવતો હતો . દરમિયાન સોમવારે 4 વાગ્યાના અરસામાં શાહરૂખ ધોળીપોળ બસ સ્ટેશન સામે ઉભો હતો.ત્યારે રતનપર બાયપાસ ઉપર રહેતો સૂરજ ગોવિંદભાઇ ઝાલા નામનો શખસ અચાનક ત્યાં ઘસી આવ્યો હતો . શાહરૂખ સાથે બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યો હતો . હત્યા કરવાના આયોજન સાથે આવેલા સૂરજ ઝાલાએ છરી કાઢી શાહરૂખના ગળાના ભાગે ઘા ઝીકી દીધો હતો . યુવાનની લોથ ઢાળીને આરોપી ભાગી ગયો હતો .હત્યાના બનાવની જાણ થતાની સાથે વઢવાણ પીએસઆઇ ડી.ડી.ચુડાસમા , વિજયસિંહ , વિનુભાઇ , પ્રદિપસિંહ , રાજભા , સંજયસિંહ , મહેન્દ્રસિંહ સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી . પોલીસને એવી વિગતો મળી હતી કે હત્યા કરનાર આરોપી સૂરજ ઝાલા અને મરનાર શાહરૂખ વચ્ચે પ્રેમ સંબંધને લઇને તકરાર ચાલતી હતી .

આથી જ સૂરજે શાહરૂખની હત્યા કરી નાખી હતી . ભાગી ગયેલા આરોપીને પકડવા માટે પોલીસે વઢવાણ , એલસીબી અને એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવી હતી .મરનાર સાથે ફોન પર વાત કરી હતી પોલીસ તપાસમાં એવી વિગતો પણ જાણવા મળી હતી કે થોડા દિવસોથી બંને વચ્ચે તકરાર ચાલતી હતી . સોમવારે સાથે પણ આરોપીએ મરનારને ફોન કર્યો હતો અને તું કયા છે તેમ કહીને બોલાચાલી કરી હતી . બાદમાં મરનારે કહ્યું હતું કે હું ધોળીપોળ છું આથી આરોપીએ આવીને હત્યા કરી હતી .

હત્યા કરી આરોપી બારી રોડ તરફ ભાગ્યો બનાવના સ્થળે ઘણા લોકો હાજર હતા અનેક લોકોએ હત્યાની ઘટનાને નજર સામે જોઇ છે . છતા કોઇ જાહેરમાં બોલવા માટે તૈયાર થતું ન હતું . ત્યાં હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે મરનાર ઇંડાની લારી પાસે ઊભો હતો . ત્યારે આરોપી ત્યાં આવ્યો અને બોલાચાલી કરી હતી . જેમાં ધક્કો મારતા મરનાર પડી ગયો હતો . તે સમયે આરોપીએ છરી કાઢીને ઘા કર્યો હતો . બાદમાં તે બારી રોડ તરફ ભાગી ગયો હતો .

પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થઈ હોવાનું ખુલ્યું

ગઈકાલે વઢવાણમાં ધોળા દિવસે યુવકને જાહેરમાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે ત્યારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા હત્યા કરનાર આરોપીની ધાંગધ્રા ખાતેથી અટકાયત કરવામાં આવી છે ત્યારે તેની વધુ પુછપરછ કરવામાં આવતા પ્રેમ સંબંધમાં યુવક શાહરૂખને છરીના ખાલી જગ્યા હોય તેવો ખુલાસો જવા પામ્યો છે ત્યારે આ મામલે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા વધુ પોલીસ તપાસ હાથ ધરી છે.

વઢવાણમાં સરેઆમ ઇન્સાનિયત વેચાઈ  લોકો વીડિયો ઉતારવામાંમસ્ત રહ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માં ધોળા દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો છે સુરેશભાઈ નામના યુવક દ્વારા શાહરૂખ નામના યુવકની સરેઆમ હત્યા કરવામાં આવી છે ત્યારે વઢવાણમાં સરેઆમ ઇન્સાનિયત વેચાઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે કારણ કે સામાન્ય બોલાચાલી બાદ બંને ઈસમો સામે બાખડી પડ્યા હતા પરંતુ સુરેશ નામના યુવક દ્વારા પોતાના કબજામાં રહેલી છરી બહાર કાઢવામાં આવી હતી અને શાહરૂખના પેટમાં ગળાના ભાગે અલગ અલગ સ્થળ ઉપર 15 થી વધુ છરી ના ઘા મારવામાં આવ્યા હતા ત્યારે લોકો વિડિયો ઉતારતા રહ્યા અને યુવક છરીના ઘા મારતો રહ્યો. ત્યારે વઢવાણમાં કરુણ દૃશ્યો સામે આવ્યા અને જાણે ઇન્સાનિયત બચી ન હોય તેવા દૃશ્યો સામે આવ્યા.