આ વડીલો પાસેથી યુવાનોએ કંઇક શીખવું જોઇએ !

0
26

ગુજરાતમાં ફરીએકવાર ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છ લોકસભાની ચૂંટણી માટે રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી આવતા જ ચૂંટણી પંચ દ્વારા મતદારોને મત આપવા માટે જાગૃત કરવા માટે વિવિધ રીતે પ્રયાસો કરવામાં આવે છે. જેમાં રસ્તા પર મોટા બેનર લગાવવાથી લઇને સેલિબ્રિટી દ્વારા અપીલ કરવાવા સુધીના પ્રયાસો કરવામાં આવે છે. મતદાન કરવું એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ હોવા છતા અનેક લોકો મતદાનને લઇને અણછાજતું વર્તન કરવામાં આવે છે. ખાસ કરીને યુવાનોમાં મતદાન કરવા માટેનો જોઇએ એટલો ઉત્સાહ દેખાતો નથી.

 

દર વર્ષ સરેરાશ મતદાનના આંકડા પર નજર કરીએ તો 60થી 70 ટકા આસપાસ આવીને મતદાન અટકી જાય છે. તો બાદીના 30 ટકા મતદાતા ક્યાં ગયા ? શું આ લોકોને પોતાના દેશ પ્રત્યે કોઇ લગાવ નથી ? શું આ લોકોની પોતાના દેશ પ્રત્યે કોઇ ફરજ નથી ? મતદાન ન કરવાને લઇને ઘણા યુવાનો એવા તર્ક આપતા નજરે પડતા હોય છે કે કોઇ નેતા જ એવા નથી કે અમે મત આપીએ. પરંતુ જો બધા લોકો આવું અયોગ્ય કારણ ધરીને મતદાન નહીં કરે તો કેમ ચાલશે ? આવા યુવાનોને શરમાવે તેવું કામ દર વખતની ચૂંટણીમાં વડીલો કરે છે. મનપાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય. દરેક વખતે વડીલો પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહ્યાં છે. ભલે પોતે શારીરીક રીતે અશક્ત હોય પરંતુ કોઇની મદદ લઇને પણ મતદાન આપવા અચૂક પહોંચી જાય છે.

મતદાનના કેટલાક પ્રેરણારૂપ કિસ્સા

આ વખતની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક વડિલો મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા. જેમાં 91 વર્ષીય વૃદ્ધ દંપતિએ બિમાર હોવા છતાં હાથમાં યુરિનની બેગ લઇ મતદાન કર્યુ હતું. તો અન્ય એક 75 વર્ષીય વૃદ્ધે લાકડીના ટેકે મતદાન કર્યુ હતું. અમદાવાદના વાડજમાં 100 વર્ષના સમુબેન પ્રજાપતિએ મતદાન કર્યું છે. આ જાગૃત વયોવૃદ્ધ મતદાતાઓનું સન્માન કરવું એપણ તંત્રની ફરજ છે ત્યારે અમદાવાદ કલેકટરે સામુબેનનું સન્માન કર્યું હતું. તો વૃદ્ધ દંપતિએ પણ મતદાન કરી સંદેશ આપ્યો. 89 વર્ષના અંબાલાલ જાદવ અને તેના પત્ની નિર્મલા જાદવે મતદાન કર્યુ હતું. વડોદરાના 68 વર્ષીય દર્દી દિલીપભાઈ જોષીની તબિયત નાદુરસ્ત હોવા છતા મતદાન કરવા માટે પહોંચ્યા હતા. અમદાવાદના નારણપુરામાં 70 વર્ષેના વૃદ્ધએ મતદાન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here