Abtak Media Google News

રાજ્યના છ મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ હતી. વહેલી સવારથી જ મતદાન મથક બહાર મતદારોની લાંબી લાઇનો લાગી હતી. જે તે પાર્ટીના ઉમેદવારો પોતાના કાર્યકર્તાઓને સાથે રાખી મતદાન મથકે દોડી આવ્યા હતા. આ દરમિયાન રાજકોટ, અમદાવાદ સહિત કેટલાક મતદાન મથકો પર EVMમાં ખામી સર્જાઇ હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. EVM ખરાબ હોવાની ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું હતું સાથે જ તાત્કાલિક EVM ચેક કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

Advertisement

ઈવીએમ ખરાબ થવાની ઘટનાની વાત કરીએ તો સૌપ્રથમ રાજકોટમાં રાજ સ્કૂલ ખાતે આવેલા મતદાન મથકમાં EVM ખોટવાયું હોવાની ફરિયાદ ઉઠતા તંત્ર દોડતું થયું હતું. જો કે અધિકારીઓ દ્વારા સમયસૂચકતા વાપરી મશીનો બદલી નાખ્યા હતા. તો અમદાવાદમાં વસ્ત્રાલમાં અને વટવામાં ઈવીએમ મશીન ખોટવાતા મતદાન પ્રક્રિયા થોડીવાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. આ સિવાય વડોદરાના છાણી વિસ્તારમાં વોર્ડ નંબર 1માં, સુરતમાં કેન્દ્રીય વિદ્યાલય ખાતે 7 નંબરના બૂથમાં ઇવીએમ ખોટવાયાની ફરજ પડી હતી.
Gujarat Municipal Election 2021

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.