Abtak Media Google News

દેશની રાજનીતિમાં દો કદમ આગે રહેવા માટે જાણીતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકતંત્રમાં ખરા અર્થમાં લોકોને સામેલ કરવાનો સિઘ્ધાંત માત્ર પ્રચાર અને રાતોમાં જ નહીં પણ અમલમાં લાવવામાં માને છે.

ભાજપે રવિવારે મતદારો સમક્ષ પક્ષના ચુંટણી ઢંઢેરામાં પોતાનો મંતવ્ય આપવાનું ઈજન આપ્યું છે. ભાજપે મતદારોની માત્ર મત માટેના ઉપયોગનો અધિકાર જ નહીં પરંતુ પક્ષના ચુંટણી ઢંઢેરા માટે પણ સહભાગી બનાવવા જ નિર્ણય કર્યો છે. ‘ભાજપે ભારત કે મન કી બાત, મોદી કે સાથ’ અભિયાન અંતર્ગત મતદારોને ભાજપના ચુંટણી ઢંઢેરા માટે પોતાના મંતવ્યો આપવાનું ઈજન આપ્યું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ગૃહમંત્રી રાજનાથસિંહે એક મહિનાના આ અભિયાનનો ગઈકાલે પ્રારંભ કર્યો હતો. દેશના ચાર હજાર મત ક્ષેત્રોમાં ૭૫૦૦ મંતવ્ય પેટીઓ અને ૩૦૦-૨૦૦ મંતવ્ય રથ તરીકે મોદીના વિશાળ કટઆઉટ સાથે ‘કામ કરે જો ઉમ્મીદ ઉસી સે હો’ના સુત્રો સાથે ભાજપ પોતાના ચુંટણી ઢંઢેરા માટે મતદારોને સાથે રાખવાનું અભિયાન અમલમાં લાવી રહી છે.

આ અંગે અમિત શાહે જણાવ્યું હતું કે, લોકતંત્રને ખરા અર્થમાં ઉજાગર કરવા માટે ભાજપ નવભારત નિર્માણ માટે ચુંટણી ઢંઢેરામાં પણ પ્રજાની લાગણીને જોડવા જ ક્રાંતિકારી અભિયાન ઉપાડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, લોકતંત્રને મજબુત બનાવવા જ આ એક અસરકારક પગલું છે. આ અભિયાનનો પ્રારંભ કરવા માટે પ્રથમ રથનું નવી દિલ્હીની અશોક હોટલ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે હોટેલના વેઈટર પાસેથી લીધેલો. મુહૂર્તના મંતવ્યમાં વેઈટરે અયોઘ્યામાં રામમંદિર બંધાવવું જોઈએ તેવો મત આપ્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે, મોદી સરકાર અયોઘ્યામાં રામ મંદિર બનાવવા માટે બિનવિવાદિત જમીન મેળવવા માટે તજવીજ છે. તેમણે વિપક્ષને પણ આ મુદે રાજકારણ ન ખેલી રામજન્મભૂમિ પર જ મંદિર નિર્માણ માટે સહકાર આપવા જણાવ્યું હતું.

આ સમિતિના અધ્યક્ષ રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ચુંટણી ઢંઢેરામાં મતદારોને સામેલ કરવાના અભિયાનમાં દેશભરમાં પ્રયાસો. રથ ૧૦ કરોડ મતદારો વચ્ચે ઢંઢેરા માટે ફરી વળશે તેમાં ખેડુતો ખેતી, યુવાનો ખેલકુદ, મહિલા સશકિતકરણ, આર્થિક સઘ્ધરતા, આરોગ્ય, શિક્ષણ, રાજકીય સુરક્ષા, વિદેશનીતિ મુદે મતદારોના મત લેવાશે. અરૂણ જેટલી આર્થિક બાબતે સીવાસી ચૌહાણ ખેતી સંબંધી અને વિનય સહરાબુઘ્ધે વિદેશનીતિ બાબતે મળનારા મંતવ્ય માટે સમીક્ષા કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.