Abtak Media Google News

.પી.કોહલી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉ૫સ્થિતિમાં

૮૭૦ પ્રમાણપત્રો થશે એનાયત

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળનો અગિયારમો પદવીદાન સમારોહ કાલે સવારે ૧૧ કલાકે યુનિવર્સિટી કેમ્પસ પર આયોજીત કરવામાં આવેલ છે.

Advertisement

આ પદવીદાન સમારોહમાં રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ ઓ.પી.કોહલીના અઘ્યક્ષરુપે ઉ૫સ્થિત રહેશે. ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મુખ્ય અતિથિ તરીકે અને સારસ્વત અતિથિ  તરીકે પ્રો. ઉમાશંકર શર્મા ઋષિ પૂર્વ અઘ્યક્ષ સંસ્કૃત વિભાગ,પટણા વિશ્વ વિઘાલય પટણા ઉ૫સ્થિત રહેશે.

યુનિવર્સિટી કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્રાની પ્રેરક ઉ૫સ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો  પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.), આચાર્ય (એમ.એ.) પી.જી.ડી.સી.એ. શિક્ષા શાસ્ત્રી (બી.એડ) તત્વાચાર્ય (એમ.ફિલ.) અને વિઘાવારિધિ (પીએચડી) મળીને કુલ ૮૭૦ ડીગી  પ્રમાણપત્રો વિઘાર્થીઓને એનાયત કરવામાં આવશે. તેમજ પ થી ૭ ફેબ્રુઆરી દરમ્યાન યુનિવર્સિટી દ્વારા દર્શનશાસ્ત્ર વિષય પર ત્રિદિવસીય રાષ્ટ્રીય સંસ્કૃત સંગોષ્ઠી (સેમીનાર)નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સંસ્કૃતના પંડીતો- વિદ્વાનો ઉ૫સ્થિત રહેશે. એમ યુનિવર્સિટીના કા. કુલસચિવ ડો. દશરથ જાદવેની યાદીમાંમા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.