Abtak Media Google News

જો તમે એરોપ્લેનમાં મુસાફરી કરતા હોય તો નો વપરાશ કરતા પહેલા ચેતજો તમારી ઝીપ બેગ તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.!! જેમ આપણે ફિલ્મના દ્રશ્યોમાં જોતા હોઈએ છીએ કે એરપોર્ટ પર જીપ વાળી બેગમાં કોઈ લૂંટારો કે ગુંડા બીજાની બેગમાં ચોરીનો સામાન છુપાવી દેતા હોય છે આવી સત્ય ઘટના તમારી સાથે પણ બની શકે છે તમને ખબર પણ નથી રહેતી કે એરપોર્ટ પર ક્યારે ઝીપ વાળી બેગમાં કોણ શું સરકાવીને જાય!!

Advertisement

આવી જ એક સત્ય ઘટના મૂળ અમદાવાદના વિવેક જૈન(નામ બદલાવેલ છે) સાથે બની હતી કે અમદાવાદથી વાયા મુંબઈ ફ્રેન્કફર્ટ હવાઈ મુસાફરી કરી રહ્યો હતો. તેને અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ કસ્ટમથી “ઓલ ક્લીઅર” સાથે જાહેર કરાયા બાદ મુંબઇ એરપોર્ટ પર તેની બેગમાંથી જીવતી કારતુસ મળી આવી હતી આ જાણીને ખુબ જ મોટો ઝટકો લાગ્યો.

વિવેક જૈન કે જે અમદાવાદના મશીનરી ફોર્મમાં કામ કરે છે તે અવારનવાર કામના હેતુથી ઘણા બધા દેશોની મુલાકાત માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટની મુસાફરી કરતા હોય છે. 2019 માં તેઓ વિવેક અમદાવાદ -મુંબઈ -ફ્રેન્કફર્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટની મુસાફરી દરમ્યાન અમદાવાદ પર તેણે દરેક પ્રકારની ઈમિગ્રેશન ફોર્માલીટીસ પૂરી કરી હતી. જેથી તેને ખાતરી હતી કે વિવેકને તેનો સમાન સીધો જ ફ્રેન્કફર્ટ માં મળશે.

પરંતુ થયું કંઈક એવું કે જેનાથી વિવેક ટકા જ ગયો ફ્રેંક ફટ એરપોર્ટ પર ઉતરતા ની જ સાથે તેને જાણવા મળ્યું કે તેનું સામાન હજુ પણ મુંબઈ એરપોર્ટ પર જ છે મુંબઈ એરલાઇન્સની ઘણી બધી ઇન્કવાયરી કર્યા બાદ તેને જાણવા મળ્યું કે તેની બેગની બહારની ઝીપ વાળા ખીસ્સામાંથી 9 એમએમના જીવતા કારતૂસ મળી આવ્યા છે.

જ્યારે વિવેક ભારત પરત ફર્યો ત્યારે મુંબઈ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી અને તેણે વળતા જવાબમાં જણાવ્યું કે તેની સાથે બોલીવુડ સંજય દત્ત જેવો જ કિસ્સો બન્યો છે અને છતાં પણ વિવેક ની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. તેની વિરૂદ્ધ નોંધાયેલા ગુન્હામાં તેણે મુંબઈ હાઇકોર્ટમાં અરજી કરી ત્યારે વિવેકના વકીલ આદિત્ય અને રાસેસ સેજ પાલે સાબિત કરી બતાવ્યું કે વિવેકની જાણ બહાર તેના બેગમાં કોઈએ જીવતી કારતૂસ છુપાવીને શરારત કરી છે. જ્યારે તેને અમદાવાદ એરપોર્ટ ઉપર “ઓલ ક્લિયર” જાહેર કરવામાં આવ્યો હતો. વિવેકે તેની મુસાફરીની શરૂઆત અમદાવાદ એરપોર્ટથી કરી હતી જ્યારે તેની મંજીલ જર્મની હતી ત્યારે તેની વચ્ચે મુંબઈ એરપોર્ટ પર વિવેકનો તેની બેગ સાથે કોઈ ફિઝિકલ કોન્ટેક્ટ આવ્યો જ નથી  તેવી દલીલ તેના વકીલોએ કરી.

છતાં પણ હાઈકોર્ટે ભૂતકાળની ઘટનાને ધ્યાનમાં રાખીને તેના પર કેસ દાખલ કર્યો અને આ કેસ કોર્ટમાં ત્રણ વર્ષ સુધી ચાલ્યા બાદ વિવેકનું નામ તેમાંથી બે ગુનેગાર તરીકે જાહેર કરાયુંત્યારે વિવિકે જણાવ્યું કે તે પોતાની દીકરી અને પત્ની સામે ત્રણ વર્ષ સુધી શરમજનક પરિસ્થિતિમાં રહ્યો તેમ જ વિવેકના વકીલ સેજપાલે જણાવ્યું કે દરેક વ્યક્તિએ ફ્લાઇટની મુસાફરી કરતી વખતે પોતાની બેગ નું ખાસ ધ્યાન રાખવું જ રહ્યુ ખાસ કરીને જ્યારે તમે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી રહ્યા હોવ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.