Abtak Media Google News

શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણી, શહેરના મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગર મહિલા મોરચા દ્વારા બહેનોનું સ્વાસ્થ્ય સારું રહે અને બહેનોમાં વધારે પડતા જોવા મળતા રોગોનું સચોટ નિદાન તથા સારવાર સમયસર થઈ જાય તે આશયથી નિષ્ણાંત ડોકટરો દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું તબકકાવાર શહેરના દરેક વોર્ડમાં આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

સારવાર કેમ્પને સફળ બનાવવા પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.અમિત હપાણી તેમજ ડો.અતુલ પંડયાની ટીમ જહેમત ઉઠાવી રહી છે. ત્યારે આવતીકાલે રવિવારે સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ શાળા નં.૫૨, રઘુવીર સોસાયટી, અવધ મેડિકલ સ્ટોરવાળી શેરી, સહકાર મેઈન રોડ, રાજકોટ ખાતે ફીઝીશ્યન ડો.વીરલભાઈ બલદાણીયા, ડો.અનુબેન યાદવ, સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.વસુધાબેન જોષી, ડો.કૃતિબેન શાહ, હાડકાના દર્દોના નિષ્ણાંત ડો.માટીનભાઈ લાખાણી, ડો.આકાશભાઈ નંદુ, જનરલ પ્રેકટીશનર ડો.જયદેવભાઈ ભુવા, ડો.રવિભાઈ ધાનાણી સહિતના નિષ્ણાંત તબીબો દ્વારા તદન નિ:શુલ્ક નિદાન તેમજ સારવાર કરવામાં આવશે. તેમજ જ‚રીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.