Abtak Media Google News

ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના ફાયર ફાઈટરો માટે ફંડ એકત્ર કરવા વિક્રમ રચાયો

ઈટાલીયન પિઝા ધીમે ધીમે લોકોનો પસંદગો આહાર બનવા લાગ્યો છે. પિઝા ખાનારો વર્ગ સમયાંતરે વધ્યો છે. આવી સ્થિતિમાં પિઝાની અનેક વેરાયટી બજારમાં જોવા મળે છે. પરંતુ અત્યાર સુધી કોઈએ ૩૩૮ ફૂટનો લાંબો લચક પિઝા ભારતમાં જોયો નહીં હોય. આ પ્રકારનો રેકોર્ડ વર્તમાન સમયે ઓસ્ટ્રેલિયામાં બન્યો છે. જ્યાં લાગેલી આગને બુઝવવામાં પ્રયાસ કરનાર ફાયર ફાઈટર્સ માટે આ પિઝા બનાવાયો હતો.

વિશ્વભરનું ધ્યાન ખેંચનાર આ પિઝા ઉપર ટમેટા સોસનું ટોપીંગ છે. જ્યારે મોઝરેલા સહિતની વસ્તુઓને ખાસ ઉમેરવામાં આવી છે. પિઝાને ઓવનમાં શેકવા પાછળ ૪ કલાક જેટલો સમય લાગ્યો હોવાનું કહેવાય છે. પિઝા બનાવવા પાછળ ૯૦ કિલો લોટ વપરાયો હતો. પિઝાની કુલ ૪૦૦૦થી વધુ સ્લાઈસ છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના સાઉથ વેલ્સ ખાતે લાગેલી આગને બુઝાવવાનો પ્રયત્ન કરનાર ફાયર ફાઈટરો માટે આ પિઝા બનાવાયો હતો. પિઝાની સ્લાઈસ વેંચીને એકત્ર થનાર પૈસા ફાયર ફાઈટર માટેના ફંડ તરીકે એકત્ર કરવામાં આવ્યા છે. આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર ખુબજ ઝડપી શેયર થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.