Abtak Media Google News

રાજકોટ મીડિયા કલબ આયોજીત

પોલીસ કમિશનર ઈલેવન સામેની વેલકમ મેચમાં મીડિયા ઈલેવનનો ભારે રોમાંચકતા બાદ ૩ રને પરાજય

‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષભાઈ મહેતા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષ રાડીયા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર સિઘ્ધાર્થ ખત્રી સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

સમાચારો માટે સતત ભાગદોડ કરતા અખબારી આલમના કર્મચારીઓને રીફ્રેસમેન્ટ મળી રહે તે માટે દર વર્ષે રાજકોટ મીડિયા કલબ દ્વારા ઈન્ટર પ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.6ગત શનિવારે રમાયેલી મીડિયા ઈલેવન અને પોલીસ કમિશનર ઈલેવન વચ્ચેની વેલકમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટસમેન કમ ઓલ રાઉન્ડર યુસુફ પઠાણે હાજરી આપી હતી.3 2અનેક આંતરરાષ્ટ્રીય મેચના સાક્ષી બનેલા રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શનિવારે રાજકોટ મીડિયા ઈલેવન અને પોલીસ કમિશનર ઈલેવન વચ્ચે ફ્રેન્ડલી વેલકમ મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાના જાણીતા ઓલ રાઉન્ડર યુસુફ પઠાણે હાજરી આપી મીડિયા કર્મીઓ અને પોલીસ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.2 1

આ ઉપરાંત આ વેલકમ મેચમાં ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષભાઈ મહેતા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, કોર્પોરેશનની આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશનર સિઘ્ધાર્થ ખત્રી ઉપરાંત ઝોન-૧ અને ઝોન-૨ના ડીસીપી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.4 1વેલકમ મેચમાં પોલીસ કમિશનર ઈલેવનના સુકાનીએ ટોસ જીતી બેટસમેનોને યારી આપતી માધવ સિંધિયાની વિકેટ પર પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો.7 સીપી ઈલેવન વતી બી.ટી.ગોહિલે આક્રમક ૮૦ રન ફટકાર્યા હતા. નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટના ભોગે ૧૨૩ રન બનાવી સીપી ઈલેવને મીડિયા ઈલેવનને વેલકમ મેચ જીતવા માટે ૧૨૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.5 1ભારે રોમાંચકતા અને ઉતાર-ચઢાવ વચ્ચે મીડિયા ઈલેવનની ટીમ ૧૨૦ રન બનાવી શકી હતી. રોમાંચકતાના અંતે મીડિયા ઈલેવનનો ૩ રને પરાજય થયો હતો. ઉપસ્થિત મહાનુભાવોને એક રોમાંચક મેચ માણવાનો મોકો પ્રાપ્ત થયો હતો. આગામી જાન્યુઆરી સુધી હવે દર શનિ-રવિ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રાજકોટ મીડિયા કલબ આયોજીત ઈન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટના લીગ મેચ સહિતના મેચો રમાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.