Abtak Media Google News

વર્તમાન સમયમાં ૫૮ હોટલો પાસે શરાબ વેંચવાનો પરવાનો છે

ઝુમ બરાબર ઝુમ… ગુજરાતમાં વધુ ૧૯ હોટલોને દારૂ ‘પીરસવાની’ છૂટ મળશે. આ સાથે ગાંધીના ગુજરાતમા અત્યારે લીકર લાયસંસધારી હોટલોની કુલ સંખ્યા ૫૮ છે.

Advertisement

પ્રોહિબિશન એન્ડ એકસાઈઝ ડીપાર્ટમેન્ટના ડાયરેકટર સુનિલ ઓલિએ જણાવ્યું હતુ કે ગુજરાત રાજયનાં ચાર મોટા શહેરો, રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડામાં વધુ ૧૯ હોટલોને દારૂ ‘પીરસવાની’ છૂટ મળશે.

ડીપાર્ટમેન્ટને મળેલી અરજીઓ પર હાઈલેવલ કમિટી નિર્ણય લેશે. અત્યારે દારૂ ‘પીરસવાની’ છૂટ ધરાવતી લાઈસંસધારી હોટલોની સંખ્યા ૫૮ છે. તેમાં આ ૧૯નો ઉમેરો થશે.મતલબ કે કુલ આંક ૭૭ થશે.

અધિકારીએ આગળ જણાવ્યું કે દારૂ વેચવાની પરમીટ માગતી આ ૧૯ અરજીઓ ધણા સમયથી આવેલી છે.

પરંતુ ચૂંટણીના હિસાબે ડીલે થઈ છે. કેમકે કોડ ઓફ ક્ધડકટીંગનો મુદો છે.

પરમીટ આપનારી હાઈ લેવલે કમિટીમાં ગૃહ મંત્રાલયનાં અધિકારી, પ્રોહિબિશન ડીપાર્ટમેન્ટના અધિકારી તથા અન્ય સંબંધકર્તા ડીપાર્ટમેન્ટનાં ઉચ્ચ અધિકારીઓ છે.આમાં ઘણીવાર સૂકા પાછળ લીલુ પણ મળે છે.કેમકે લીકર શોપની સંખ્યા ૨૦૧૪ પછી ૨૬માંથી ૫૮ એટલે કે ડબલ થઈ ગઈ છે.

૨૦૧૪માં શરાબ વેચવાની પરમીટ ૨૬ હતી તે ૨૦૧૬માં ૫૮ થઈ ગઈ. અને આટલેથી જ અટકતું નથી. આ આંકડો હજુ આગળ ને આગળ જઈ રહ્યો છે !!! હે રામ…..!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.