Abtak Media Google News

કેઇસી આંતરરાષ્ટ્રીય કંપનીના સાતેય ભારતીય એન્જીનીયરોને શોધવાની તપાસ શરૂ‚ કરી દેવાઇ

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અલાહુદીન રબ્બાનીએ અગવા થયેલા ભારતીઓને શોધવા નવનિયુકત ભારતીય ઉચ્ચાયુકત વિનય કુમારને કહ્યું કે, અફઘાન સરકાર તાલિબાન દ્વારા અપહરણ કરેલા ભારતીય એન્જીનીયરોને છોડાવવામાં કોઇ કસર બાકી રાખશે નહીં. અફઘાન વિદેશ મંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં જાહેર કર્યુ કે વિદેશી મંત્રી રબ્બાનીએ બાગલાન પ્રાંતના ભારતીય એન્જીનીયરોના અપહરણ પર દુ:ખની લાગણી  વ્યકત કરી છે અને તેમણે ભારતીઓને સુરક્ષિત મુકત કરવાના પ્રયાસો પણ શરુ કરી દીધા છે.

જેના મોટે અફઘાન સરકાર કબાયબી સરદારોની મદદ લઇ રહ્યા છે. જણાવી દઇએ કે હાલ અફઘાનિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયુકત તરીકે વિનય કુમારે મનપ્રીત વોહરાની જગ્યા લીધી છે. આ પૂર્વ રવિવારે રબ્બાનીએ ભારતીય વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજ સાથે વાત કરી આશ્ર્વાસન આપી કહ્યું હતું કે અફધાનના ગુમ થયેલા ભારતીય એન્જીનીયરોનો સરકાર જલ્દી જ સુરક્ષિત લાવી બચાવ કરશે. અને તેના માટે યોગ્ય સુવિધા સુરક્ષા પ્રબંધો પણ કાર્યરત છે જણાવી દઇએ કે પોલીસના પ્રકતા જબીઉલ્લા શુજાએ જણાવ્યું હતું કે આરવીસી સમુહની કંપની કેઇસી આતરરાષ્ટ્રીયમાં ભારતીય એન્જીનીયરો વિજ ઉત્પાદકઉત્પાદક કેન્દ્ર માટે કામ કરી રહ્યા હતા. ત્યારે તમામ સાતેય એન્જીયરોનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.