Abtak Media Google News
  •   ડ્રાઇવ અંતર્ગત અત્યાર સુધીમાં અનેક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા
  • ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે અલીરાજપુરની ઉમરેલી બજારમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો 

સુરત ન્યૂઝ :સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, વાહન ચોરીના અનેક ગુનાઓમાં ભાગતો ફરતો આરોપી દિનેશ ઉર્ફે દીનું મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ફરી રહ્યો છે. ત્યારે બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુરના ઉમરેલી બજારમાંથી આરોપી દિનેશ ઉર્ફે દીનુ મશાનિયાની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેને પોતાના સાગરીતો જયરામ બામણીયા, મુકેશ ચૌહાણ, વિકાસ ચૌહાણ, નરેશ કલેશ અને નજરીયા ઉર્ફે નજરૂ તોમાર સાથે મળીને સુરત શહેર તેમજ સુરત ગ્રામ્ય, છોટા ઉદેયપુરના અલગ અલગ વિસ્તારમાં વાહન ચોરીના ગુનાને અંજામ આપ્યો છે.

Advertisement

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પાસેથી 11 મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે જેની કિંમત 3.53 લાખ રૂપિયા થવા પામે છે. આ ઉપરાંત વાહન ચોરીના વણ ઉકેલાયેલા 21 ગુનાઓ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉકેલી કાઢ્યા છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેની સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં 10, વરાછા પોલીસ સ્ટેશનમાં 5, કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2, કામરેજ પોલીસ સ્ટેશનમાં 5, પલસાણા પોલીસ સ્ટેશનમાં 2, છોટા ઉદેયપુર, કવાંટ અને પાનવડ પોલીસ સ્ટેશનમાં એક-એક ગુનો નોંધાયો છે.

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.