Abtak Media Google News
  • એટીએસ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી 10 નશાના સોદાગરોને પકડી પાડ્યા
  • પીપળજ ગામની સીમમાં મકાન ભાડે રાખીને છેલ્લા બે માસથી કરાતું’તું ઉત્પાદન
  • રાજસ્થાનમાંથી પણ બે ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચ્યો

રાજસ્થાન અને ગુજરાતમાં ડ્રગ્સની 3 ફેક્ટરી ઝડપી

Advertisement

ગુજરાત એટીએસ અને એનસીબીએ મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરવામા્ં આવી છે. ડ્રગ્સ બનાવતી ત્રણ ફેકટરી ઝડપી લેવામાં આવી છે. રાજસ્થાનમાં બે ફેક્ટરી અને ગુજરાતમાં 1 ફેકટરી ઝડપાઈ છે. ગાંધીનગર પાસે આ એક ફેક્ટરી મળી આવી છે. જેમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

યુવાનોને નશાના કાળા અંધારામાં ધકેલવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. નશાના સોદાગરો નશાનો સામાન ભારતીય સરહદમાં ઘુસાડવાના કાવતરામાં નિષ્ફળ જતાં હોય ત્યારે હવે ઘર આંગણે જ ડ્રગ્સનું ઉત્પાદન કરી સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ ગુજરાત એટીએસ અને એનસીબીએ કર્યું છે. બંને તપાસ એજન્સીના સંયુક્ત ઓપરેશનમાં ગાંધીનગરના પીપળજ ખાતેથી આખેઆખી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. સાથોસાથ એટીએસ અને એનસીબીએ રાજસ્થાનમાંથી પણ બે ડ્રગ્સ મણી ફેક્ટરી ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

એટીએસ અને એનસીબી ઓપરેશન હાથ ધરી કુલ 25 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો એટલે કરોડો રૂપિયાની કિંમતનો ડ્રગ્સ ઝડપી પાડ્યો છે.

Panic After Seizure Of Drug Factory From Pipalj, Gandhinagar: More Than 25 Kg Of Md Drugs Seized
Panic after seizure of drug factory from Pipalj, Gandhinagar: More than 25 kg of MD drugs seized

સાથોસાથ કાવતરામાં શામેલ કુલ 10 જેટલાં શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. હાલ આ મામલે એટીએસ અને એનસીબી ઝીણવટભરી તપાસ કરી છે. જે બાદ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવનાર છે.

પ્રાપ્ત વિગત અનુસાર પીપળજ ગામની સીમમાં આવેલી મકાનમા ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. જે મકાનમાં ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું તે મકાન નંદુબા પોપટજી વાઘેલા નામના વ્યક્તિનું હોવાનું હાલ પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. મકાન ખેતરમાં આવેલું હોય અને સીમ વિસ્તારમાં અવર જવર ઓછી રહેતી હોય ત્યાં ડ્રગ્સનુ ઉત્પાદન કરવામાં આવતું હતું.

મળતી માહિતી અનુસાર બે માસ પૂર્વે આ મકાન ભાડેથી મેળવીને ડ્રગ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાં રાજસ્થાનના બે શખ્સોની સતત અવર જવર રહેતી હતી. જેથી આ ફેક્ટરીનું રાજસ્થાન કનેક્શન હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે, રાજસ્થાનમાંથી પણ બે અલગ અલગ ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. હાલ તપાસ એજન્સીએ મકાનમાલિક, રાજસ્થાની શખ્સો સહીત 10 જેટલા વ્યક્તિનો પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યભરમાં ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક વિસ્તરેલું?

જે રીતે પીપળજ ગામની સીમમાંથી ડ્રગ્સની આખેઆખી ફેક્ટરી ઝડપાઈ છે ત્યારે અહીંયા ડ્રગ્સનું ઉત્પાદન કરી ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે એક મોટો સવાલ છે. એક સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ સપ્લાયનું નેટવર્ક આખા રાજ્યમાં વિસ્તરેલું હોય તેવું જાણવા મળી રહ્યું છે. જો કે, હાલ આ બધી વાતો ફકત ચર્ચાનો વિષય છે. સાચી વાસ્તવિકતા એટીએસની સંપૂર્ણ તપાસ પૂર્ણ થયાં બાદ જ સામે આવશે.

રો મટીરીયલનો મોટો જથ્થો કબ્જે : ક્યાંથી લાવતા’તા મોટો સવાલ

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ડ્રગ્સની ફેક્ટરીમાંથી ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો રો મટીરીયલનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. હવે રો મટીરીયલનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો? કોણ સપ્લાય કરતું હતું? કેટલા લોકોની સંડોવણી છે? આ તમામ બાબતે તપાસ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.