Abtak Media Google News

સરકારી યોજનાઓમાં ઉપયોગ માટે આધારના ડેટાને લીક કરવામાં આવ્યો હોવાના આરોપ

સરકાર દ્વારા તમામ યોજનાઓમાં આધાર કાર્ડ ફરજીયાત કરવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે તો બીજી તરફ આધાર કાર્ડના ડેટા સુરક્ષીત ન હોવાનું બહાર આવી રહ્યુ છેે. આવા બનાવોના કારણે લોકોનો સરકારના આધાર કાર્ડ ફરજીયાત કરવાના નિર્ણય ઉપરથી ભરોસો ઉઠી રહ્યો છે. વધુમાં નાણાકિય વ્યવહારોમાં પણ આધાર કાર્ડનો સમાવેશ કરવા ઉપર ભાર મુકવામાં આવતો હોવાથી આધાર કાર્ડના ડેટાની સુરક્ષા બાબતે વધુ ધ્યાન આપવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

બેંગલોરની સેન્ટર ફોર ઇન્ટરનેટ એન્ડ સોસાયટીએ એક અહેવાલમાં કહ્યું છે કે, અંદાજીત ૧૩.૫ કરોડ આધાર કાર્ડનો ડેટા નોધારો બન્યો છે. આ ડેટાને સરકારી કચેરીઓ દ્વારા કેવી રીતે અન્યને આવામાં આવ્યો છે તે બાબતે વિગતો આપવામાં આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આંધ્ર્રપ્રદેશ સરકારે સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડના ડેટા લીક કરવામાં આવ્યા હતા. આ બનાવમાં અમુક કેસમાં લોકોના બેન્કની વિગતો અને મોબાઇલ નંબરનો પણ સમાવેશ થાય છે. સીસાના એસોશિયેટ નીતીન ભટનાગરે કહ્યું છે કે, કોઇપણ જાતના પેમેન્ટ મેથડની વિગતોનું બહાર આવવું એ ડેટા બહાર આવવોએ ડેટા લીક થયો જ ગણવામાં આવે છે. ૨૦૧૬ની સાલમાં આરબીઆઇએ બેન્કોને ઓટીપી અને આધાર માટે ગ્રાહકોના મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાની છુટ આપી હતી. આ કામગીરી કેવાયસી હેઠળ કરવામાં આવી હતી. જો કે ક્લોન કરેલા સીમ કાર્ડના ઉપયોગથી બેન્કની વિગતો લીક થવાની શક્યતા રહે છે. આ અગાઉ આધાર કાર્ડનવો ડેટા વેબસાઇટ ઉપરથી લીક થયો હોવનો બનાવ બન્યો હતો ત્યારે હવે આધાર કાર્ડ સાથે  બેન્કની વિગતો જોડવામાં લોકોકચવાટ અનુભવી રહ્યા છે. બીજી તરફ સરકાર આધાર કાર્ડના ડેટાને વધુ સુરક્ષીત કરી શકાય તે માટે પ્રયાસો કરી રહી છે. અમુક પેમેન્ટ કંપનીઓ તો નાણાકિય વ્યવહારોમાં આધાર કાર્ડને ફરજીયાત કરવાના નિર્ણય સામે લગીરે સહમત નથી. ભવિષ્યમાં જો આવા બનાવો બનશે તો આધાર કાર્ડ ઉરથી લોકોના ભરોસામાં ભારે ઘટાઠો આવશે. કારણ કે, આધાર કાર્ડ સાથે બેન્કની વિગતો જોડવામાં આવતી હોવાથી લોકો આ બાબતે વધુ સચેત થયા છે પરંતુ આધારના ડેટા બાબતે સરકાર ગંભિર ન હોવાનું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.