Abtak Media Google News

આધારકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. સરકારી કામ હોય કે, ખાનગી દરેક જગ્યાએ ઓળખ અને સરનામાં માટે આધારકાર્ડ બતાવવું જરૂરી બન્યું છે. સરકારી અને ખાનગી કામો માટેનો અભિન્ન દસ્તાવેજ એટલે આધારકાર્ડ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારું આધારકાર્ડ ક્યાંક ખોવાઈ જાઈ તો ગભરવાની જરૂર નથી. નજીવી ફી આપીને તમે યુઆઈડીએઆઈ(UIDAI)વેબસાઇટ પરથી તેના પ્રિન્ટ ફરીથી મેળવી શકો છો. તો જાણીએ શું છે આધારકાર્ડ મેળવવાની પ્રક્રિયા:

કેટલો ચાર્જ લેવામાં આવશે

આધાર નંબર આપતી સંસ્થા, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) પર પહેલા આધારકાર્ડનું ઇ-વર્ઝન ડાઉનલોડ કરવાની સુવિધા આપવામાં આવી હતી, જે તમારે જાતે પ્રિન્ટ કરવું પડતું હતું. પરંતુ હવે, નવી સુવિધા અંતર્ગત પ્રિન્ટ કરેલ આધારકાર્ડ તમારા ઘરે પહોંચાડવામાં આવશે. આ માટે તમારી પાસેથી 50 રૂપિયા ફી લેવામાં આવશે. ચાલો જાણીએ તે પ્રક્રિયા:

1. યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઇટ http://www.uidai.gov.in/ પર જાઓ.
2. હવે My Aadhaar સેક્શનમાં Get Aadhaarનો ઓપ્શન દેખાશે.
3. ત્યારબાદ નીચે આપેલા ઘણા બધા વિકલ્પોમાંથી Retrieve Lost or Forgotten EID/UID વિકલ્પ પર ક્લિક કરો.
4. હવે નવું પેજ ખુલશે. અહીં તમારે તમારી કેટલીક વિગતો ઉમેરવી પડશે.
5. તમારે આધાર કાર્ડ નંબર (UID), એનરોલમેન્ટ નંબર (EID), પૂરું નામ, નોંધાયેલ મોબાઈલ નંબર જેવી માહિતી દાખલ કરવાની રહેશે.
6. જો તમે કોઈ કારણસર ફોન નંબર ન આપવા માંગતા હોય તો તમે તમારું ઇ- મેઇલ એડ્રેસ પણ દાખલ કરી શકો છો.
7. હવે તમારે CAPTCHA દાખલ કરવો પડશે. આગળ’Send OTP’અથવા’Send TOTP’વિકલ્પ પર ક્લિક કરો.
8. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, TOTP તમારી mAADHAAR એપ્લિકેશન પર મોકલવામાં આવશે.
9. હવે પેમેન્ટ ગેટવે પેજ ખુલશે, જ્યાં તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે.
10.ચુકવણી બાદ તમને આગામી 15 દિવસમાં સ્પીડ પોસ્ટ દ્વારા તમારા આધાર કાર્ડની હાર્ડ કોપી મોકલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.