Abtak Media Google News

દેશમાં હાલ કરોડો ગ્રાહકો મોબાઈલ સેવા મેળવી રહ્યા છે ત્યારે આવા ગ્રાહકો માટે સાવચેતીરૂપ સમાચાર છે કે જો તેઓ ૧પ ઓગસ્ટ સુધીમાં તેમના આધાર નંબર લિન્ક નહિ કરાવે તો તેમનો ફોન નંબર બંધ થઈ શકે તેમ છે. મોદી સરકારના આદેશ મુજબ ૧પ ઓગસ્ટ સુધીમાં કંપનીઓએ તેમના ગ્રાહકોના આધાર નંબર લિન્ક કરાવી લેવાના રહેશે.

આ અંગે વાઈરલ યેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકારે બીએસએનએલ, આઈડિયા, એરટેલ અને વોડાફોન તા અન્ય તમામ મોબાઈલ કંપનીઓને નવો આદેશ જારી કર્યો છે અને તેમાં તમામ ગ્રાહકોને તેમના આધાર નંબર લિન્ક કરાવી લેવા જણાવ્યું છે. જો તેમ કરવામાં નહિ આવે તો ૧પ ઓગસ્ટ બાદ તેમને મળતી મોબાઈલ સેવા બંધ કરી દેવામાં આવશે. આ સો જ વાઈરલ યેલા અન્ય એક મેસેજમાં મોબાઈલ નંબરને આધાર નંબર સો જોડવાની અંતિમ તા.૩૧ ઓગસ્ટ, ૨૦૧૭ જણાવાઈ રહી છે.

આ ઉપરાંત વાઇરલ યેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે અમે ટેલિકોમ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની સત્તાવાર સાઈટ પર તેને લગતા જાહેરનામાને સર્ચ કર્યું હતું અને આ જ વિભાગ દેશમાં મોબાઈલ સેવા પૂરી પાડતી કંપનીઓ માટે નિયમ બનાવે છે અને અમલ કરાવડાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.