Abtak Media Google News

મહિલાઓ કામકાજના સ્થળે સતામણીનો ભોગ ન બને, ઘરેલુ હિંસાનો શિકાર ન બને તે સંદર્ભે ખાસ માર્ગદર્શન અપાયું

મહિલાઓ પ્રત્યદક્ષ કે પરોક્ષ રીતે નોકરી ધંધા/રોજગાર સાથે સંકળાયેલ છે. જયારે શિક્ષણના વ્યાપને કારણે અને બહેનોમાં આવેલ જાગૃતિને કારણે મહિલાઓ પોતાના ઘરના સુરક્ષિત વાતાવરણની બહાર નીકળી આર્થિક રીતે આત્મનિર્ભર બની છે. ધણીવાર કામકાજના સ્થળો પર બહેનોને જાતિય સતામણી/ભેદભાવપુર્ણ વર્તન જેવી દુર વ્યવહારનો સામનો પણ કરવો પડતો હોય છે. જે અન્વયે ખંભાળીયા ખાતે નગરપાલીકા યોગ કેન્દ્રમાં મહિલા સામખ્ય કચેરી દ્વારા મહિલા સંમેલન યોજાયું હતું.

Mahila Samelan Khambhaliya Dt 5

આ કાર્યક્રમની સાથે સાથે મહિલાઓમાં મતદાર જાગૃતિ આવે અને ૨૫ જાન્યુઆરીએ જે મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે તે અંગે સમજણો આપવામાં આવી હતી.

આ તકે ગામડાની જે મહિલાઓએ આ કચેરીની યોજનાઓનો લાભ લીધેલ તેમણે પોતાના અનુભવો રજુ કર્યા હતા. અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયાબેન મોલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં લીડ બેંકના મેનેજર નંદાસણા, અમદાવાદના હિસાબનીશ સમિક શાહ, દહેદ પ્રતિબંધક અધિકારી સોનલબેન, જામનગર નારી અદાલતના ખ્યાતીબેન ભટૃ, બાળ સુરક્ષા કચેરીના  જોસનાબેન હરણ, જીલ્લા સામખ્ય કચેરીના જયશ્રીબેન પટેલ, હિરલ ચુડાસમા અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.