Abtak Media Google News

ઓખા હાઇવે રોઠ પર વર્ષો પુરાણું હઠીલા હનુમાન મંદીર આવેલું છે. જેનુ સંચાલન સમસ્ત પ્રેમ પરિવાર તથા હઠીલા ગ્રુપ ખુબ જ સારી રીતે કરી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમ કૃપાળુ અનંત કોટી બ્રહ્માંડના નાયક ભગવાન રામચંદ્રજીની અસીલ કૃપાથી પૂર્ણ નામનિષ્ઠ સંત પ્રેમભીક્ષુજી મહારાજના આશીર્વાદ અને સંત બિહારીબાબુની પાવન પ્રેરણાથી ઓખા મુકામે હઠીલા હનુમાન મંદીર વિશ્ર્વ કલ્યાણ, વિશ્ર્વશાંતિ અને વિશ્ર્વ બધૃત્વની એક માત્ર પવિત્ર અને નિષ્કામ ભાવનાથી તા.ર૮થી તા. ૬ જાન્યુઆરી સુધી નવ દિવસની અખંડ હરિનામ સંકીર્તન શ્રીરામ જય જય રામ જય જય રામ મહાયજ્ઞનું આયોજન સમસ્ત પ્રેમ પરીવાર, કથાકાર પરમાં માતાજી તથા સમગ્ર હઠીલા મહીલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

તા.૭ ના રવિવારે બપોરે મહાપ્રસાદીનું આયોજન કરવમાં આવેલ છે. આ પ્રસંગે સમસ્ત પ્રેમ પરિવારે આખોની ધર્મપ્રેમી જનતાને અખંડ હરીનામ સર્કીતન મહાયણમાં નવદિવસ લાભ લેવા હાર્દીક આમંત્રણ આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.