Abtak Media Google News

શિવ ત્રિભૂવન ગૂરૂ, વિષ્ણુ ત્રિભૂવન પતિ અને બ્રહ્મા ત્રિભૂવન તારિણી છે: તલ ગાજરડામાં ચાલતી રામકથામાં શ્રોતાઓ ઉમટયા

મોરારીબાપુની પાવન પ્રાકટયભૂમિ તલગાજરડા ત્રિભુવનતીર્થ ખાતે માનસ ત્રિભુવનની છઠ્ઠા દિવસની કથા પ્રારંભે મૌલાના સરફરાઝ નકવી સાહેબે કહ્યું કે ખુદા ભગવાને માણસને એટલા માટે બનાવ્યો છે કે પૃથ્વી પર સહુ હળીમળીને ભાવ-પ્રેમ અને સહકારથી જીવે તેમણે કહ્યું કે નાનકડા તલગાજરડા ગામમાં મહોબ્બત મળે છે, પ્રેમ વહેચાય છે. એટલે દેશના ખૂણે ખૂણેથી લોકો આવ્યા છે .

કબીરનાં દોહાને ટાંકતા એમણે કહ્યું કે ભગવાન અને ગૂરૂ બંને પૈકી ગૂરૂના ચરણ પકડો કારણ કે ગૂરૂ જ અલ્લાહ સુધી પહોચાડે છે અહી હિન્દુ મુસ્લીમ અને તમામ ધર્મના લોકો બાપુ પાસે પ્રેમ પામવા આવે છે.જેમ મહમ્મદ પયગંબર સાહેબે પોતાના પર કચરો ફેંકનાર મહિલા પર પણ કરૂણા વરસાવી એમ મોરારીબાપુ પણ અમીર -ગરીબ, હિન્દુ-મુસ્લીમ, કાળા, ગોરા, સહ પર સમાન રૂપે પ્રેમની વર્ષા કરે છે.

કથાનો પ્રારંભ કરતા પૂ. બાપુએ કહ્યું હિન્દુ મુસ્લીમના પ્રસંગોમાં જાય અને મુસ્લીમ હિન્દુની સભામાં જાય એ સહજ પ્રક્રિયા હોવી જોઈએ.Img 20181101 Wa0034ત્રિભુવનનો અર્થ કરતા બાપુએ કહ્યું કે શિવ ત્રિભુવનગુરૂ છે, વિષ્ણુ ત્રિભુવન પતિ છે. બ્રહ્મા ત્રિભુવન સર્જક છે. ગંગા ત્રિભુવન તારિણી છે. મારી દ્રષ્ટીએ સત્ય, પ્રેમ અને કરૂણા એ ત્રિભુવન છે. સત્ય હંમેશા ઉંચુ હોય સત્ય જેનામાં હોય એ હંમેશા બીજા કરતા ઉંચો હોય. સત્ય એ જ સ્વર્ગ છે. પણ સ્વર્ગમાં પ્રેમ નથી પ્રેત તત્વ પૃથ્વી પર જ છે. એ કરૂણા એ પાતાળ જેટલી ઉંડી છે. કરૂણાની ઉંડાઈ પાતાળ જેટલી છે.

તલનો અર્થ પાતાળ અને ગાજર એટલે પૃથ્વી ‘ડા’નો સ્વર્ગકોષમાં અર્થ છે ‘બધા’ને પકડી રાખવું એટલે ‘તલગાજરડા’ એજ ત્રિભુવન છે. તલ એટલે કરૂણા, ગાજર એટલે પ્રેમ અને ‘ડા’ એટલે ધારણ કરવું એટલે સત્ય, આ તો એક સામાન્ય વિવેક પૂર્ણ વાત છે. બાકી તમે બધા ત્રિભુવનને વિશાળ અર્થમાં લેજો.

જગતમાં સાત પ્રકારની સંસદ હોય છે એક બ્રહ્મા સંસદ, (કઠોપનિષદ), બીજી સાધુ ભેગા થાય એ સાધુ સંસદ (માનસ), વ્યવહાર જગતની લોકસભા, રાજયસભા, યુનો સંયુકત સંસદ છે. ગીતામાં અરૂતીર જનસંસદ જેને ભીડ સાથે સંબંધ નથી. બ્રહ્મ સંસદમાં બ્રહ્મતત્વની ગુરૂ ગહન ચર્ચા થતી હો ત્યતાં બોલનારા કે સાંભળનારા સામાન્ય ન હોય મારી દ્રષ્ટીએ અત્યારે તલગાજરડામાં ત્રિભુવનીય સંસદ છે.

કઠોપનિષદ અનુસાર શ્રોતા નચિકેતા જેવો હોવો જોઈએ આચાર્ય નહી આવે ત્યાં સુધી બેસી રહીશ પણ વિદ્યા લઈને જઈશ એવો શ્રોતાનો સંકલ્પ હોવો જોઈએ વકતા આ જેવો હોવો જોઈએ નાનકડા નચીકેતાને અગ્નીવિધા આપે છે. એટલો સરળ અને નિરાભિમાની વકતા હોવો જોઈએ જયાં જયાં અધિકારી વકતા હશે ત્યાં કથા એ ત્રિભુવનીય સંસદ છે.Img 20181101 Wa0036રામકથાના પ્રતિદિન શ્રોતાઓનો પ્રવાહ વધતો જાય છે. ગઈકાલે અંદાજે ૮૦,૦૦૦ શ્રોતાઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો. જયારે બપોરે ૭૫,૦૦૦ ભાવકોએ પ્રભુ પ્રસાદનો લાભ લીધો હતો સાંજના પણ ૩૦,૦૦૦ જેટલા ભાવકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રકતદાન શિબિરમાં ગઈકાલ સુધીમાં ૧૧૧ બોટલ રકતદાન થયું હતુ આયોજકોની લાગણી ૮૧૮ બોટલ રકત એકત્રીત થાય એવી છે.

ગઈકાલે સાંજે પૂ. બાપુએ સ્વયંસેવકોની મુલાકાત લીધી હતી. બાપુએ જણાવ્યું હતુ કે સ્વયંસેવક ભાઈ બહેનો કથા શ્રવણ કરી શકતા નથી પણ તેઓ જે વિવેક અને શીલથી શ્રોતાઓ ભાવકોને સેવા પીરશે છે એ કથા શ્રવણ કરતા પણ વિશેષ છે. બાપુએ સહુને સાધુવાદ આપી, પ્રસન્નતા વ્યકત કરી હતી. અને રસોડાની શિસ્તબધ્ધ સેવા અને વ્યવસ્થા અંગે રાજીપો વ્યકત કર્યો હતો.

યુવા કથાકાર ‘રાધે રાધે’ જીજ્ઞેશ દાદા, ગુજરાત રાજયના વરિષ્ઠ મંત્રી વાસણભાઈ આહિર, સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયા, મહંત દુર્ગાદાસજી (સાયલા) સાંસદ પુનમબેન માડમ, શ્રીમતી ભાવના મકવાણા, વગેરે સહુ નિમંત્રિતોએ વ્યાસપીઠની ભાવવંદના કરી મુસ્લીમ ધર્મગૂરૂ મૌલાના સરફરાઝ નકવી સાહેબે વ્યાસપીઠની ભાવવંદના કરી.

સ્મૃતિલબ્ધા પુસ્તક લેખિકા સુધા રાસાણીએ જેમાં પૂજયપાદ ત્રિભુવનદાદાની સ્મૃતિઓનું સંકલન કર્યું છે.તે પુસ્તકનું વિમોચન પૂ. બાપુના વરદ હસ્તે થયું કથાઓમાં દાદાજીની જે જે યાદો પૂ. બાપુએ વાગોળી હોય તેનું સંકલન આ બુકમા છે. બાપુએ કહ્યું કે બધા જ જે જાહેરમાં બોલે છે.તે પોતાના ગ્રુપમાં પણ બોલે તો વિશ્ર્વશાંતિ સ્થપાઈ જાય પણ મોટાભાગના આવું કરતા નથી જાહેરમાં ટટ્ટાર થઈને બોલે છે. પણ પોતાના ગ્રુપમાં કટ્ટર થઈજાય છે.

ગાંધીજી ઈશ્ર્વરને સત્ય માનતા પણ પછી બાપુએ વાકય ફેરવ્યું કે સત્ય જ પરમાત્મા છે. ઈશુ ખ્રીસ્તે ઈશ્ર્વરને જ પ્રેમ માન્યો પણ સાક્ષાત્કાર પછી માન્યું કે પ્રેમ જ ઈશ્ર્વર છે. ભગવાન બુધ્ધે પણ અંતે કહ્યું કે કરૂણા એજ ઈશ્વર છે.

કથાએ ત્રિભુવનિય સંસદ છે કારણ કે કથા સકલ લોક જગપાલની ગંગા છે. જો કથાકાર સંકીર્ણ હોય તો તે ત્રિભુવનિય સંસદ નથી રહેતી કથા વૈશ્ર્વિક છે. એમાં પોતાની રીતે છેડછાડ થાય તો તે ત્રિભુવનિય રહેતી નથી જયાં ભગવાનની કથા મંડાય છે. ત્યાં બધુ સમન્વીત થાય છે.

બાપુએ પોતાના પ્રારંભના દિવસોમાં ગામના ટીંબે ગાય ભેંસ બકરા ચરાવતા ત્રણ શ્રોતાઓ સામે કથા કરેલી એની રમુજી વાત કરીને શ્રોતાઓને આનંદ કરાવ્યો. બાપુએ આજના ચિંતનમાં બ્રહ્મસંસદ, સાધુસંસદ, ધર્મસંસદ, સાહિત્ય સંસદ, ગીતાના ન્યાયે ભીડ રહીત સંસદ, સંયુકત સંસદ અને કથા રૂપી ત્રિભુવનીય સંસદની ચર્ચા કરી.

ઈશ્ર્વર વિપ્ર માટે જન્મ લે સાધુ અવિપ્ર માટે જન્મ લે ઈશ્ર્વરના અવતાર કરતાં ય ચડીયાતો અવતાર સાધુ પુરૂષ-બ્રહ્મપુરૂષોનો છે.જે આવે છે. ઉપેક્ષીતો માટે વંચિતો માટે, બુધ્ધનો અવતાર બ્રાહ્મણો માટે નથી, અંગુલમાલો માટે છે.

ગાયો માટે ઈશ્ર્વર જન્મ લે, બુધ્ધ પુરૂષ ગાયો જેવા સ્વભાવના રાંકને માટે અવતાર લે. ઈશ્વર દેવ માટે અવતાર લે સાધુ અસુર માટે જેનું જીવન સૂરમાં નથિઅના માટે અવતરે છે. ઈશ્વર સંત માટે આવે છે સાધઉ ખલ માટે, કુટીલ માટે, આવે છે. સંકલન: મનોજ જોશી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.