Abtak Media Google News

છેલ્લા ચાલીસ વર્ષથી ચાલતી સંસ્થામાં ૧૫૦૦ ગાય, ૪૦૦ બળદ અને ૫૦ શ્વાન છે મકરસક્રાંતિના પાવક દિને દાનની લાગણી સાથે માંગણી કરતા કાર્યકરો ‘અબતક’ના આંગણે

મકરસંક્રાંતિના પરમ પાવક દિને ભગવાન ભુવન ભાસ્કર ઉતરિય એટલે કે અમૃતમય માર્ગે આગળ વધવા મંગલમય પ્રયાણ કરે છે. આ આત્યદૈવિક વર્ષારંભની પુણ્ય અબીલા તિથિ પણ છે. જેથી આ પુણ્યશાળી દિનની અનેરી ઓળખ અને દાનનો અનોખો મહિમા છે અને એટલે જ આપણી ભારતીય સંસ્કૃતિ કહે છે પૂણ્યે પાપ ઠેલાય દાન આગે દેવત્વ જાગે અને માંગોને આપે આજના દિને ગૌમાતાને ઘાસ માટે દાનનું અદકેરું મહત્વ અને મહાત્મય છે અને એટલે જ માં ગૌરી ગૌશાળા આપની પાસે ગૌમાતાના ઘાસ માટે લીલીછમ લાગણીભરી માંગણી કરતા કાર્યકરોએ અબતકની મુલાકાત લીધી હતી. માં ગૌરી ગૌશાળા ટ્રસ્ટમાં હાલ ૧૫૦૦ ગાય, ૪૦૦ બળદ, ૫૦ કુતરાઓ છે. જેને નિભાવવાની ચિંતા અને વેદના છે. છેલ્લા ૪૦ વર્ષથી ચાલતી સંસ્થાનું કોઈ કાયમી ભંડોળ નથી. કોઈ કાયમી આવકનું સાધન નથી ફકત દાતાઓના દાનથી જ આ સંસ્થા ચાલે છે અને એના દાન ઉપર જ નિર્ભર છે. દરરોજ ૧૪૦૦ મણ ઘાસ પક્ષીઓ માટે ૪૦ કિલો ચણ જોઈએ અને કુતરા માટે રોટલા જોઈએ. જો દાતાઓ દાન આપે તો જ આ સેવાયજ્ઞ ચાલી શકે. આ માટે આપની અનુકુળતાએ આ સંસ્થાની મુલાકાત લો. દાન આપો અને મુંગા અબોલ જીવ રાંકના રતનના આશીર્વાદ મેળવો અથવા આપ આ લોકોનો સંપર્ક કરી દાન આપી અન્ય માહિતી મેળવી શકો છો. આ માટે કાળુભાઈ માંડવીયા, ઘનશ્યામભાઈ ઠકકર, મીલન મિઠલાણી, લલીતભાઈ શાહી, વિજયભાઈ પાડલીયા, રાજુભાઈ જેઠવાએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.