Abtak Media Google News

નીયો રાજકોટ ફાઉન્ડેશન આયોજીત સંપ્ત સંગીતિ૨૦૧૯

રાજકોટના કલા વૃંદે શુઘ્ધ કથ્થક અને ફયુઝન મ્યુઝીક સાથે નૃત્ય પ્રસ્તુત કરી કલારસીકોના દિલ જીત્યા

નિયો ફાઉન્ડેશન રાજકોટ આયોજીત સપ્ત સંગીતીમાં ગાયન, વાદન અને નૃત્યના ત્રિવેણી સંગમ બાદ આ સુરિલા સંગીત મહોત્સનું સમાપન થયું હતું. કાર્યક્રમના અંતિમ દિવસે દેશના જાણીતા કથ્થક નૃત્યકાર દંપતિ અભિમન્યુ લાલ અને વિઘા લાલ આ પારંપરિક કથ્થક નૃત્ય શૈલીમાં સ્તૃતિ, નાટિકા ઉપજ સાથે પ્રસ્તુત કર્યા હતા. પ્રારંભ હરિ-હરની સ્તૃતિ બાદ નાગદમન અને દ્રોપદી વસ્ત્રાહરણના પ્રસંગો સમજ આપતા આપતા રજુ કર્યા હતા. કથ્થક નૃત્યમાં તબલામાં સમાન અલી સારંગીમાં અહેસાન અલી, પખવાજમાં મહાવીર ગાંગાણી અને ગાયનમાં સંતોષકુમાર સિન્હોએ સંગત કરી હતી.

Advertisement

અબતક સાથેની વાતચીત દરમિયાન કૃષ્ણા સાંગાણીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થાનું નામ કલાશ્રી ટ્રસ્ટ છે. આજથી લગભગ વીસ વરસ પહેલા શરુ કરવામાં આવી છે. હું અને વંદના જાદવ બન્ને કથ્થડનું શિક્ષણ આપીએ છીએ. પાંચ વર્ષથી પિસતાલીસ વર્ષની વિઘાર્થીનીઓ શિખે છે. કથ્થકમાં નેશનલ લેવલની એકઝામ લેવાય છે. એ ગુજરાત લેવલની વિસારદ, અલંકાર, બી.એ.ડ એમ. એડ ત્યાં સુધીની પરીક્ષઓ તે લોકો આપે છે સાથે સાથે આ પર્ફોમન્સ માટેની પણ તૈયારી કરે છે તે લોકોએ નેશનલ સુધીનું પર્ફોમન્ટ આપેલ છે. સપ્ત સંગીતીમાં આ બધી સ્ટુન્ડસને ભાગ લેવાનો મોકો મળ્યો. આટલા મોટા કલાકારોને મળવા મળશે. તથા રાજકોટની જનતા આ બાબતે જાગૃત થઇ છે અને કલાને સમજે છે. તેથી તેની સામે રજુ કરવામાં આનંદ આવશે. અમે લોકો છેલ્લા દોઢેક મહીનાથી પ્રેકટીસ કરીએ છીએ. ગણેશસ્તુતિથી શરુઆત ત્યારબાદ કથ્થકનું પ્યોર ફોર્મ જેની પ્રેઝનટેશન સ્ટાઇલ તે પ્રમાણમાં પ્યોર કથ્થક રજુ થશે. તથા કથ્થકને વા મ્યુઝીક

સાથે પ્રસ્તુત કરશે. વધુમાં જણાવ્યું કે આજની જનરેશન ડાન્સ તરફ વળી છે તે ફિલ્મને આભારી છે. કથ્થકને સમજવાવાળા પણ ઘણા લોકો છે. કલાસીકલને પણ ઘણા લોકો સમજે છે વેસ્ટર્ન તરફનો દોર આગળ વઘ્યો છે. તેટલો જ કલાસીકલ તરફનો પણ વઘ્યો છે. હું છેલ્લા વિશ વર્ષથી કથ્થક સાથે જોડાય છું. અત્યારે કથ્થકને સમજવાવાળ અને ટ્રેન્ડ પણ વઘ્યો છે.

કથ્થક એટલે માઇમ એકસપ્રેશન: અભિમન્યુ લાલ

Vlcsnap 2019 01 10 12H35M08S183

અબતક સાથેની વાતચીત દરમિયાન કથ્થક નૃત્યની દેશની ખ્યાત પ્રાપ્ત કલાકાર અભિમન્યુ લાલ અને વિઘા લાલએ જણાવ્યું હતું કે છેલ્લા સાત દિવસથી સપ્ત સંગીતીનો કાર્યક્રમ ચાલુ છે. અને ઘણા મોટા કલાકારો આવ્યા હતા. અને અમે પણ તેનો હિસ્સો બન્યા છે. તો ખુબ જ આનંદ થાય છે. અને અમને સાંભળવા મળ્યું છે. કે અહિયા ઓડિટોરીયમની કેપેસીટી કરતા વધુ લોકો ઉ૫સ્થિત રહીને કાર્યક્રમ નિહાળે છે.

શાસ્ત્રીય સંગીત અને નૃત્ય માટે અહિંયાના લોકોમાં પ્રેમ, કદર છે. કથ્થકનો કોર્સ ૧૩ વર્ષનો છે. અમારા નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ કથ્થકમાં જયાં હું શિખવાડું છું. તે નેવર એન્ડીંગ છે. ગુરુ શિષ્યની પરંપરા આપણે ત્યાં છે. અમે આજે પણ શિખીએ છીએ. બહારની ઓડીયન્સ ખુબ સારી છે. તે અમને ખુબ જ ઇજજત આપે છે. એ પછી કથ્થક હોય મ્યુઝિક, ઇન્સ્ટુમેન્ટ, વોકલ, સૌથી મોટી વાત કે ૧૦૦ માંથી ૯૯ શો ટીકીટવાળા હોય. તેથી તે પર્ફોમેન્સની વેલ્યુ તેમને ખબર હોય, પહેલાથી જ આર્ટીસ્ટની પુરેપુરી જાણકારી મેળવીને આવે. તથા ત્યાં સુધી તે લોકો બેસે છે. જયારે આટીસ્ટ સ્ટેજ પર આવે., પર્ફોમન્ટ આપે અને એકઝીટ કરે. તેઓ ખુબ જ ઇજજત કલાકારોને આપે છે. બહાર પર્ફોમન્સ આપવાનો એક જ કારણ એ છે કે તેઓ ખુબ જ પ્રેમ આપે છે.

કથ્થકમાં એડસ્પ્રેશન ખુબ જ જરુરી હોય, કારણ કે અમારે માઇમએકસ્પ્રેશન હોય, જેને અમે રિપટવાર કહીએ તે કમ્પલીટ જ નહી થાય. તે પણ તેટલું જ મહત્વનું છે જેવી રીતે ફુટવર્ક ચકકર મહત્વના છે. તેવી રીતે ભાવ પણ તેટલું મહત્વનું છે. અમે લોકો દરરોજ બે થી ત્રણ કલાક રિચાર્જ કરીો છીએ. મેં વર્લ્ડરેકોર્ડ માટે કાંઇ એકસ્ટ્રા નથી કર્યુ. જે મારી પાસે હતું. તેના દ્વારા જ હું ગઇ હતી. વધુમાં જણાવ્યું કે પ્રેકટીસ મેક ધમેન પરફેકટ દરેક વસ્તુમાં રિયાઝની ખુબ જ જરુરીયાત હોય. શાસ્ત્રીય નૃત્ય કલા એ ગણીત જેવી હોય, જેટલી વધુ મહેનત કરીએ તેટલું વધુ નિખાર આવશે. જો એક દિવસ નહીં કરીએ તો દસ દિવસ પાછળ ચાલીશું. તો દરરોજ અડધી અથવા એક કલાક રિયાઝ કરવો જોઇએ. અમારા ગુરુજીનું નામ ગીતાંજલી લાલ છે તે ગુજરાતના બરોડાના છે.

અમે બન્ને રિયાઝ સાથે નથી કરતાં કારણ કે રિયાઝ એ સાધના છે. તેને એકલાએ જ કરવાની હોય. જો કોઇ એવી કમપોઝિશન હોય જેવી કે આજે અમે પર્ફોમ કરવાના છીએ. તો સાથે કરીએ. પરંતુ રિયાઝ એકલાએ જ કરવાનો હોય રિયાઝ મ્યુઝિશીયન  સાથે પણ ન થતો હોય રિયાઝ એ જ મંચ પર કામ આવે અને કોન્ફીડન્સ બનાવે જે પણ કમીઓ તુટીઓ રહી હોય તે પોતાને જ ખ્યાલ હોય બીજા સાથે સેર નથી કરવા માંગતા તો તે કમીઓ તૃટીઓ માટે તમારે કેટલા કલાકનો રિયાઝ જોઇએ. તે પોતાનાથી વધુ સારુ કોઇ ન જાણી શકે. તેથી કહેવાય કે રીયાઝ એ સાધના છે. તો તે એકલાથી જ કરવામાં આવે જો તમે ગુરુ પાસે સારી રીતે તાલીમ લીધી છે. તો ફયુઝન કરવાની તમારી જરુરત નથી.

તાલીમ એટલી મજબુત હોવી જોઇએ કે હું એમ કહું છું કે બોલીવુડ સ્ટારને લઇ આવી  કરોડો ખર્ચ કરીએ અને ત્યારબાદને મંચ પર આવે છે. અમને તમે બોલાવો તો કોઇ ખર્ચ ન કરવાનો ફકત ઓડીયન્સ બોલાવવાનું હોય બીલીવમાં છે વુડ બી મોર એન્ટરટેનમેન્ટ ધેન ધ પિપલ ધોક એકસ્પેન્ડ લોટસ ઓફ મની તો આટલો ફરક છે. કારણ કે તેમાં ઘણી બધી બધી મહેનત કરવાની હોય જેટલી મહેનત કરો તેટલી ઓછી છે. એટલે અમારા ગુરુ આજે પણ કહે છે કે રિયાઝ કરો. પછી કાંઇક શિખવાડીશું.

એટલે અમે ઘણા કલાકો સુધી ડાન્સ કરી શકીએ છીએ. જો રિયાઝ કર્યા વગર આવીશું તો દર મીનીટમાં શ્ર્વાસ ફુલાવા લાગશે. અમે લોકો બે થી ત્રણ કલાકનું પર્ફોમન્ટ આપીએ છીએ. તેનું મેઇન કારણ રિયાઝ છે. અમારા ડાન્સીંગ ગોડ તો શિવ અને ક્રિષ્ના જ છે. વિઘાર્થીઓ અગર તેને ફયુઝનમાં લાવીને વધુ પ્રખ્યાત કરે તો એ હામ નથી કરતું ધેટ ઇસ નો હામ ઇન ઇટતેઓ પરંપરામાં જોડાયને રહે. તેની બહારના નીકળે મતલબ કે કોઇ એવી વસ્તુ ન કરે જેનાથી લોકો સવાલ કરે ત્યાં સુધી તે વસ્તુ ઠીક છે કથ્થકમાં એવો કોઇ હાર્ડ એન્ડ ફાસ્ટ રુલ નથી. કે આજ મટીરીયલનો ડ્રેસ હોવો જોઇએ. પરંતુ કોશીસ એવી હોય કે અપીલીંગ દેખાય સ્ટેજ પર બીજી વાત અમારી પાસે બે પ્રકારના કોસ્ચ્યુમ હોયે એક મુગલ કાળનો અંગરખા જે મેં પહેચ્યો. તથા બીજા લહેગા, ચુની તે ડિપેન્ડ કરે છે. જે તે વ્યકિતની લાઇકીંગ પર તથા અમે કેવી પ્રકારની આઇટમ પ્રસ્તુત કરીએ કે કેવી આઇટમમાં કયો ડ્રેસ કેવો લાગશે. આજથી વાત કરીએ તો અમે આજ મુગલ અને હિન્દુ બન્ને આઇટમ પફોમ કરીશું.

તેથી કોશીશ એવી જ રહેશે કે અમે અંગરખા પહેરીએ જેમ કે મારો ટોપીક દુર્ગા છે. તો તેમાં હું અંગરખા નહીં પહેરું આ પ્રકારના રુલ્સ લાગુ પડે છે. પુરુષ હોય તેને અંગરખા અને બંડી તથા ધોતી અને બંડી પહેરે છે. કથ્થકમાં ધંધરુ ની ખુબ જ માન્યતા છે. કારણ કે અમે ઉપજ કરીએ છીએ. તો ધુંધરું નો પ્રોપર અવાજ આવવો જોઇએ. અમે જુગલબંધી કરીએ તો તેમાં પણ ધુંધરુ નું મોટું યોગદાન છે. કથ્થકમાં સૌથી વધુ ધુંધરું પહેરવામાં આવે. કમયેર ટુ અધર  આર્ટ ફોમ જયારે ડયુએટમાં પર્ફોમ કરીએ ત્યાં શરુઆતથી અંત સુધી જુગલબંધી જ હોય, કારણ કે એકબીજાને સપોર્ટ કરવો. ધારો કે જો તેને ચકકર લગાવ્યું. ભાવ કર્યો તો હું ભાવ નહીં કરું. હુ: ફુટવર્ક કરીશ. કારણ કે કથ્થકડની જેટલી બારીકાંઇ છે. તે બધી દર્શકો સુધી પહોંચે.

નહીં કે અમે આપસમાં જુગલબંધી કરીએ. જયારે અમે જુગલબંધી કરતા હોય ત્યારે થોડી ઘણી નોક જોક પણ સ્ટેજ પર થતી હોય કારણ કે એક લાઇવ પર્ફોમેન્ટ બની રહે અને લોકોને સમજમાં આવે કે તે ફિકસ નથી.

જેવી રીતે વેસ્ટર્ન માટે રીઆલીટી શો આવે તેવું કલાસીકલ માટે ન હોવું જોઇએ. કારણ કે ટાઇમ લીમીટ હોય આવા શોમાં તો કોઇપણ કલાસીકલ પર્ફોમેન્ટ ને ત્રણ મીનીટ આપવી. તે જસ્ટીફાઇડ નથી. તેને ત્રણ મીનીટમાં ન બતાવી શકીએ. શાસ્ત્રીય નૃત્ય ધીરે ધીરે જેવી રીતે શાસ્ત્રીય સંગીત, ઇન્સ્ટુમેન્ટમાં જોડ, આલાપ જોડ જાલા અને ત્યારબાદ કમ્પોઝીશન જયાં સુધી આ નહીં થાય. ત્યાં સુધી તમને તે ઇન્સ્ટુમેન્ટના મજા નહી આવે તેવી જ રીતે કલાસીકલ નૃત્યમાં એક કલાકનું તથા અડધી કલાકનું હોય તેને ત્રણ મીનીટમાં ન બતાવી શકી.

કોઇપણ બાળક કલાસીકલ મ્યુઝીય, નૃત્ય શીખે છે તો પહેલી વાત જેટલું તે ઉંડાણમાં જશે. તેટલું તે વધુ શીખશે. જેટલી ગહેરાઇમાં જશો તો તમે ખુદ તેમાં ઉંધાણમાં જવા માંગશો. જો તમે કલાસીકલ આર્ટ ફોર્મ જાણતા હશો તો બીજી વસ્તુ જાણવી સરળ રહેશે. અત્યારે કલાીસીકલ  આર્ટ ફોમનો ક્રેઝ વધતો જાય છે. કલાસીકલ આર્ટ ફોમ લુપ્ત થતું જશે તે મિથ્યા છે. જેનું લોકો અમારા કલ્ચરને સમજે છે. જયાં હું શિખવાડું છે. ત્યાં ઘણા બધા માતા-પિતા રાહ જોતા હોય છે જે લોકો વેલ્યુ સમજે છે તે તેને ખુબ જ મહત્વ આપે છે.

તથા પ્રચાર-પ્રસાર પણ કરે છે. અને લોકો શિખે છે. વધારે કલાસીકલ નૃત્યના ઇન્સ્ટીટયુટ ખુલવા જોઇએ. અને ગર્વમેન્ટએ પણ આમાં આગળ આવવું જોઇએ જેટલા વધારે ગર્વમેન્ટ ઇન્સ્ટીયટુટ હશે તો નો-પ્રોફીટનો લોસ હશે. તો જેટલા બાળકો ફી નથી ભરી શકતા. મેં ઘણી વખત જોયું છે કે જે તે બાળકના માતા-પિતા ઘણી મહેનત કરે છે. અને તે બાળકમાં એકસ્ટ્રા ટેલેન્ટ છે. કાંઇક બનવાની ધગશ છે. પરંતુ તેની પાસે ફીના પૈસા નથી તો આવા કાંઇક ઇન્સ્ટીટયુટ જયાં આવા બાળકોને શિખવાડવામાં આવે અને તે લોકો આગળ વધે અને દેશનું નામ રોશન કરે. કથ્થકમાં ફીમેલ રેસ્પો ખુબ જ છે. મેલ આર્ટીસ્ટ ખુબ જ ઓછા છે.

તમને એક વાત જણાવું છું કે પહેલા પુ‚ષ જ મંદીરમાં નૃત્ય કરતા હતા. સ્ત્રીઓ નહોતી કરતી. આ પુરૂષ પ્રધાન નૃત્ય હતું. અત્યારે સ્ત્રી વધારે છે તે ખુબ જ સારી બાબત છે.

આજની અમારી પ્રસ્તુતીમાં સાથી કલાકાર ચાર છે. તે બધા ખાનદાની છે. અમાન અલી, તબલા પર તે ખુબ જ સારા ધરાનાને બીલોગ કરે છે. તેનો પરિવાર પણ આજ કરે છે. મહાવીર ગાંગાણી તે અમારા ખુબ જ સારા મિત્ર છે. તેમણે નાનપણથી કથ્થક શિખ્યું છે. પછી તે પખવાજમાં આવી ગયા. ગાયનમાં સંતોષ સિંહા, તથા એહસાનભાઇઅ તેના પિતા પાસે સારંગી શીખી છે. આ બધા જ મોસ્ટલી અમારી સાથે ટ્રાવેલ કરે છે. ખુબ જ સારી ટીમ છે.

આજે તમને ઘણું જાણવા મળશે કે અમારીજોડી છે. અને અમે યકીન  રાખીએ છીએ. કે આજની યુવા પેઢીને અમે કોઇપણ રીતે અમારા નૃત્યથી જોડીએ અને અમારી સંઘ્યામાં તેને પુરેપુરો સહયોગ હોય તો પરિસ્થિતિ અમે એવી કરીએ કે તેમને અમારી સાથે જોડી લઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.