Abtak Media Google News

ભણતર વિનાનો ભાર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં નવા સત્રથી બી.એડ એકસટર્નલ કોર્ષ બંધ થઈ જશે

સ્ટાફની અછતને લીધે અમદાવાદની ત્રણ, આણંદ, ખેડા, પાટણ, વઢવાણ અને ભાવનગરની બી.એડ કોલેજ બંધ કરવી પડીરાજકોટ

સ્ટાફની અછતને લીધે ગુજરાતમાં આઠ ગ્રાન્ટ-ઈન-બી.એડ કોલેજોને બંધ કરવાનીફરજ અગાઉ પડી હતી. ભાવિનું ઘડતર કરતું એવું બી.એડ ગણતરમાં કાચુ હોયતેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીસંલગ્ન બી.એડ. કોર્ષ ૬૦ કોલેજોમાં કરવામાં આવે છે. જોકે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાંબી.એડ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. ચાલુ વર્ષે ૩૩૫૦ નીબેઠક સામે ૧૨ હજાર જેટલા ફોર્મ ભરાયા હતા. જોકે એકસટર્નલ બી.એડ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારે હોય તો નવા સત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.એડ કોર્ષ ફરજીયાતબનાવવાનો નિર્ણય લેવાય તેવી પુરી સંભાવના દેખાઈ રહી છે.

બી.એડ. કોલેજના કોર્સમાં વારંવાર ફેરફાર થવાના કારણે અને સ્ટાફની અછતના કારણે વિદ્યાર્થીઓબી.એડ કરવામાં ઓછો રસ દાખવતા હોય છે. જયારે બી.એડ કર્યા પછી સરકારીનોકરી મેળવવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અથવા ઘણા સમય માટે વિરામલેવો પડતો હોય છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો શિક્ષક બનવા માટે વિદ્યાર્થીઓનોભારે ઘસારો જોવા મળે છે. બી.એડમાં જગ્યા ઉપરાંતપણ વધારે ફોર્મ ભરાઈ છે ત્યારે એકસટર્નલ એટલે કે ઘરે બેઠા બી.એડ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ સૌરાષ્ટ્રમાં વધુ છે તો નવા સત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.એડ ફરજીયાત બનાવવાનો નિર્ણય અમલી થાય તેવી પુરી શકયતા છે.

હાલના સમયમાં સરકારી બી.એડ કોલેજોમાં અપુરતો સ્ટાફ છે. તેમજ જગ્યાઓ ખાલીથવા જઈ રહી છે. વિદ્યાર્થીઓ બી.એડ તરફ વળ્યા છે તેનું કારણ એકમાત્ર સરકારી કોલેજોમાં આવનારા દિવસોમાં શિક્ષકોની જગ્યા ખાલી થનાર છે તો નવી ભરતી ટુંક સમયમાં કરવાની હોય વિદ્યાર્થીઓબી.એડ તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કુલ ૬૦ બી.એડ કોલેજોમાં બધી જ જગ્યાઓ પેક છે ત્યારે વિદ્યાર્થી સેલ્ફ ફાયનાન્સ કોલેજ કરતા સરકારી કોલેજોમાં જવાનું પસંદ કરે છે. સરકારી કોલેજોમાં ફી નહીવત હોય છે. જેથી સરકારી કોલેજો તો ઠીક હવે તો સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની બધી જ જગ્યા ભરાઈ જાય છે.

સ્ટાફની અછતને લીધે ગુજરાતમાં આઠ ગ્રાન્ટ ઈન બી.એડ કોલેજોને બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી. જેમાં અમદાવાદની ત્રણ, આણંદ, ખેડા, પાટણ, વઢવાણ અને ભાવનગરસહિતની આઠ બી.એડ.કોલેજો બંધ કરવી પડી હતી. રાજય શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ નો ઓફજેકશનસર્ટીફીકેટ હોવા છતાં પણ બી.એડ કોલેજની નિમણુક પ્રક્રિયાના મુદાઓ પુરા થઈ શકયાનથી. એનઓસી પછી અરજદારની ચકાસણી પણ પુરી થઈ શકી નથી. જેના કારણે કોલેજોબંધ કરવાનો નિર્ણય એનસીપી દ્વારા લેવામાં આવ્યો હતો. આ બધી સંસ્થાઓમાં ઘણી બધી ફેકલ્ટીની જગ્યા ખાલી પડેલી છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાંબી.એડ કરનારાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તો નવા સત્રથી બી.એડ વર્ષ કોર્ષ ફરજીયાત બને તેવી પુરી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.