Abtak Media Google News

૨૬૨ મતદાન મથક પૈકી ૧૨૬ ક્રિટિકલ મતદાન મથક પર હાફ સેકશન એસઆરપી મુકાશે: પેરા મીલ્ટ્રી ફોર્સ દ્વારા ફલેગ માર્ચ

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સુરક્ષાને ધ્યાનેલઈ તંત્રએ વિશેષ વ્યવસ્થાગોઠવી છે. જસદણ બેઠક વિસ્તારમાં આવતા ૨૬૨ મતદાન મથક પૈકી ૧૨૬ મતદાન મથકો ક્રિટીકલ જાહેર કરાયા છે. આ ક્રિટીકલ બુથ પર હાફ સેકશન એસઆરપી મૂકવામાં આવશે. આ ઉપરાંત પેરા મીલ્ટ્રીફોર્સની છ કંપનીઓ પણ સમગ્ર બેઠક વિસ્તારમાં તૈનાત રહેશે. પેરા મીલ્ટ્રી ફોર્સેજસદણ બેઠક વિસ્તારમાં પહોચીને ફલેગ માર્ચ યોજવાનું પણ શરૂ કરી દીધુ છે.

Advertisement

જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીમાં ૨૬૨ પૈકી ૧૨૬ બુથને ક્રિટીકલ જાહેર કરવામાં આવ્યા છે. ૭૨ લોકેશનને ક્રિટીકલ જાહેર કરાયા છે. આ પોલીંગ બુથ અનેલોકેશન પર વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવનાર છે. જસદણ પેટાચુંટણીમાં સુરક્ષા અને શાંતી જળવાય રહે તે માટે સીએમપીએફની ૬ કંપનીઓને તૈનાત કરવામાં આવશે. બેઠકમાં મહિલાઓ માટેબે સખી બુથ અને દિવ્યાંગો માટે એક આદર્શ બુથ પણ બનાવવામાં આવશે.

જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી. જસદણ પેટાચુંટણી માટેઆગામી ૨૦મીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. બાદમાં ૨૩મીએ મતગણતરીની પ્રક્રિયા યોજાનાર છે. જસદણ પેટાચુંટણી માટે જિલ્લા ચુંટણી દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જસદણ વિધાનસભા બેઠક વિસ્તારમાં કુલ ૨૬૨ મતદાન મથકોછે. જેમાંથી ૧૨૬ મતદાન મથકોને ક્રિટીકલ જાહેર કરવામાં આવ્યા છે. બેઠક વિસ્તારમાં ૧૫૯લોકેશન છે જેમાંથી ૭૨ લોકેશનને ક્રિટીકલ જાહેર કરવામાં આવ્યા છે.

જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સંપૂર્ણ ચુંટણીની પ્રક્રિયા શાંતીપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે સેન્ટ્રલ પેરામિલેટ્રી ફોર્સની ૬ કંપનીઓ બોલાવવામાં આવી છે. આ કંપનીના જવાનો આજેસાંજે અથવા આવતીકાલે જસદણ પહોંચી જશે. બાદમાં તેઓ ફલેગમાર્ચ પણ યોજશે. જસદણ વિધાનસભા બેઠક વિસ્તારમાં મહિલાઓ માટે બે સખી બુથ ઉભા કરવામાં આવ્યા છે. ડીએસવીકે હાઈસ્કુલ ખાતે બુથ નં.૧૧૯ અને સરદાર પટેલ નગર પ્રાથમિક શાળા બુથ નં.૧૪૩ આ બંને સખી બુથખાસ મહિલાઓ માટે બનાવવામાં આવશે. ઉપરાંત દિવ્યાંગોને કોઈપણ જાતની તકલીફ ન પડે તેમાટે આદર્શ સુવિધાસભર એક બુથ બનાવવામાં આવશે. જે વાજસુરપરા કુમારશાળા બુથ નં.૧૨૫ ખાતે કાર્યરત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.