Abtak Media Google News

પ્રોવિઝનલ એલીજીબિલિટી સર્ટિફિકેટના ડીગ્રી સર્ટિફિકેટ સહિતની સેવાઓ કાલથી ડિજિટલ સ્વ‚પમાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજ દિન પર્યંત વિદ્યાર્થીઓને યુનિવર્સિટી પર ‚બ‚ આવીને મહદઅંશે આખા દિવસનો સમયગાળો વિતાવ્યા બાદ ઉપરોકત સર્ટીફીકેટ મેળવી શકતા હતા જે દરમ્યાન તે સર્વે વિદ્યાર્થીઓને સરેરાશ અંદાજીત ‚ા.૧૦૦૦/-નો ખર્ચ થતો હતો. એવા છેલ્લા આઠ વર્ષના આંકડાઓ પરથી ખ્યાલ આવે છે કે દર વર્ષે સરેરાશ ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓનો અંદાજીત ‚ા.૪૦,૦૦,૦૦૦/- નો ખર્ચ વિદ્યાર્થીઓને થયેલ હતો જેના નિવારણ માટે ઉકત દર્શિત ફોર્મ્સને તા.૧/૬/૨૦૧૭ ગુરુવારથી ઓનલાઈન કરનાર છે.  જે વિદ્યાર્થીઓએ અન્ય માન્ય બોર્ડ/ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી/ સંલગ્ન કોલેજમાં આગળ અભ્યાસ કરવા ઈચ્છા ધરાવતા હોય તેમને ઉકત ફોર્મ્સ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ સમગ્ર પક્રિયા અંગેની વેબસાઈટ  http://forms.saurashtrauniversity.edu \ academic forms \ provisional

eligibility certificate ની મદદથી પૂર્ણ કરી શકશે. ઉકત વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ પીઈસી વગેરે મેળવવા માટેની સુચનાઓ મેળવી શકશે. ઓનલાઈન અરજી કરી શકશે, પેમેન્ટ વગેરે પ્રક્રિયાઓ પૂર્ણ કરી શકશે. પ્રથમ પીઈસી મેળવવા અંગેની કાર્યવાહી, ત્યારબાદ અન્ય માન્ય બોર્ડ/ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેળવેલ માઈગ્રેશન સર્ટીફીકેટને ઓનલાઈન સ્કેન કોપી દ્વારા અપલોડ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.

અરજદાર વિદ્યાર્થીઓને સમયાંતરે આનુસાંગિક એસએમએસ દ્વારા માહિતી પણ મળતી રહેશે. ઉપરોકત તમામ બાબતો માટે માનનીય કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચિવ ડો.ધીરેનભાઈ પંડયા તથા પરીક્ષા નિયામક અમિતભાઈ પારેખના માર્ગદર્શન મુજબ પરીક્ષા (સેલ તથા કોમ્પ્યુટર) વિભાગ સમગ્ર પ્રક્રિયાને સફળ બનાવવા માટે એક ટીમવર્કના ભાગ‚પે જહેમત ઉઠાવી રહેલ છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના લાભાર્થે હજુ અન્ય બાકી રહી ગયેલ ફોર્મ્સ પણ ઓનલાઈન થનાર છે કે જેમાં પેપરલેસ તથા કેશલેસ સિદ્ધાંતોનો સંપૂર્ણત: ઉપયોગ કરવામાં આવનાર છે જેથી સમય, શકિત અને નાણાનો બચાવ કરી શકાશે.

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.